Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > પોલીસથી બચવા વરલી મટકાના ગેમ્બલરોએ તૈયાર કરી SattaMataka.Mobi એપ!

પોલીસથી બચવા વરલી મટકાના ગેમ્બલરોએ તૈયાર કરી SattaMataka.Mobi એપ!

0
97
  • ચાંદલોડિયામાં દરજીની દુકાનમાં એપ પર ચાલતો હતો સટ્વો
  • સોલા પોલીસે વરલી મટકાના સટ્ટાનો કર્યો પર્દાફાશ

અમદાવાદઃ મટકાકિંગ રતન ખત્રીએ વરલી મટકાના દુષણનો સમગ્ર દેશમાં એ હદે ફેલાવો કર્યો છે કે લોકો બરબાદ થયા બાદ પણ વરલી મટકાના જુગારને તિલાંજલી નથી આપી હતી. પોલીસની સતત રેડો અને ધરપકડ બાદ પણ આંકડાનો ગેરકાનૂની વેપાર બંધ થવાનું નામ નથી લેતો. હવે સટ્ટાખોરો (ગેમ્બલરો)એ પોલીસથી બચવા માટે વરલી મટકાના બેનંબરી વેપાર ચલાવવા SattaMataka.Mobi એપ તૈયાર કરી છે. સોલા પોલીસે ચાંદલોડિયામાં દરજીની દુકાનમાં ગુરુવારે રાત્રે રેડ કરી એપ પર ચાલતા વરલી મટકાના આંકડાનો સટ્ટો ઝડપ્યો છે. પોલીસે દરજીની ધરપકડ કરી એપના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે.

રામાપીર મંદિરની ગળીમાં સટ્ટો ચાલતો હતો

સોલા પોલીસે ચાંદલોડિયા રામાપીર મંદીરની સામેની ગલીમાં ચુવાળનગર સોસાયટીની સામે ધ્રુવ ટેલર્સ નામની દુકાનમાં બાતમી આધારે રેડ કરી હતી. પોલીસ તપાસમાં સ્થળ પર જીઓના મોબાઈલ ફોનમાં SattaMataka.Mobi એપ પર વરલી મટકાના જૂદા જૂદા સટ્ટા બજારના આંકડા ખોલી ઓનલાઇન બેનંબરી વેપાર ચાલતો હતો.

આ પણ વાંચોઃ અમદાવાદ લુખ્ખા તત્વોના હવાલેઃ ગેરકાનૂની કૃત્યમાં સાથ ન આપનારા પર ઘાતક હુમલો

સોલા પોલીસે સ્થળ પરથી ચુવાળનગર સોસાયટીના મકાસન નંબર 8માં રહેતાં ધર્મેશ પરષોત્તમભાઈ દરજીની અટક કરી હતી. આરોપી ધર્મેશ મોબાઈલ ફોન પર જૂદા જૂદા વરલી મટકાના બજારનો આંક ફેરનો આંકડાનો જુગાર રમાડતો હતો.

સોલા પીઆઈ જે.પી.જાડેજાએ જણાવ્યું હતું કે, વરલી મટકાના આંકડાના જુગારમાં મોબાઈલ એપ બન્યાનો કેસ અમારી પાસે પ્રથમ વખત આવ્યો છે. આરોપી આ મોબાઈલ એપથી એક સાથે 50 થી 60 લોકો સાથે સંપર્કમાં રહી સટ્ટો ચલાવી રહ્યાની શંકા છે. આ મોબાઈલ એપ કોણે તૈયાર કરાવી,કોણે કરી અને કેટલા લોકો આ ઍપથી જુગાર રમી રહ્યા હતાં. તે તપાસનો વિષય છે પણ અમારી તપાસ ચાલુ છે.

આ પણ વાંચોઃ ચાંદલોડિયાઃ બુટલેગરને દોરડા બાંધી ફેરવતા પોલીસ પોતે ભેરવાઇ ગઇ

ચબરખીથી હવે મોબાઇલમાં પહોંચ્યો સટ્ટો

વરલી મટકાના સટ્ટાના વેપારમાં આંકડાનો જુગાર ચબરખી ઉપર ચાલતો હતો. જેમાં આંકડા લખતા આરોપીઓની પોલીસ ધરપકડ કરી લેતી હતી. હજુ પણ અમુક સ્થળોએ આ સિસ્ટમ ચાલું છે. જોકે છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટ સટ્ટામાં બુકીઓએ ઓનલાઇન એપ તૈયાર કરી તેમ વરલી મટકાના સ્ટોડીયાઓએ પણ એપ તૈયાર કર્યાનો ખુલાસો થયો છે. જેમાં ફોન કરવાના કે રૂબરૂ જઇ આંકડા ક્યાં ખુલ્યા તેની તપાસ કરવી પડતી નથી. એપ ઓપન કરો તેમાં જ કયો આંકડો ખુલ્યો તે ગ્રાહકને ખબર પડી જાય છે. તમામ લેવડ દેવડ ઓનલાઇન થઈ જાય છે જેથી આ સિસ્ટમમાં પોલીસ માટે આરોપીઓને પકડવા આસાન નથી.