Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > આયરલેન્ડ સામે વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડ માત્ર 85 રનમાં ઓલ આઉટ

આયરલેન્ડ સામે વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડ માત્ર 85 રનમાં ઓલ આઉટ

0
353

વર્લ્ડકપ 2019માં ચેમ્પિયન બન્યા પછી ઇંગ્લેન્ડ આયરલેન્ડ વિરૂદ્ધ એકમાત્ર ટેસ્ટ મેચ રમી રહી છે. જેમાં ઇંગ્લેન્ડે શરમજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. ઇંગ્લેન્ડની ટીમ આયરલેન્ડ સામે માત્ર 85 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. મહત્વપૂર્ણ છે કે 14 જુલાઇએ ઇંગ્લેન્ડ લોર્ડ્સના મેદાન પર જ સુપર ઓવરમાં ન્યૂઝીલેન્ડને હરાવીને પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યુ હતું. 10 દિવસની અંદર જ ઇંગ્લેન્ડનો નશો આયરલેન્ડ જેવી નાની ટીમે ઉતારી નાખ્યો હતો. આયરલેન્ડ વર્લ્ડકપમાં પણ નહતી.

ઇંગ્લેન્ડ 85 રનમાં ઓલ આઉટ

વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડ અને આયરલેન્ડ વચ્ચે ચાર દીવસની ટેસ્ટ મેચ લંડનના લોર્ડ્સ મેદાન પર રમાઇ રહી છે. આયરલેન્ડ વિરૂદ્ધ ઇંગ્લેન્ડની ટીમ માત્ર 85 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી.ઇંગ્લેન્ડે પોતાની પ્રથમ પાંચ વિકેટ માત્ર 23 બોલમાં જ ગુમાવી દીધી હતી. લોર્ડ્સના બોલરોની મદદગાર પિચનો સૌથી વધુ ફાયદો ઉઠાવ્યો હતો 37 વર્ષના ટિમ મર્ટાને, જેને ઇંગ્લેન્ડના પાંચ બેટ્સમેનોનો શિકાર કર્યો હતો. મર્ટા સિવાય માર્ક એડરે 3 અને રેન્કિંને 2 વિકેટ ઝડપી હતી.

ઇંગ્લેન્ડ તરફથી વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કરનારા જેસન રોયે આ મેચ સાથે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતું પરંતુ માત્ર પાંચ રન બનાવીને તે આઉટ થઇ ગયો હતો. આ રીતે ઇંગ્લેન્ડે 8 રનમાં પોતાની પ્રથમ વિકેટ ગુમાવી હતી. ટિમ મુર્ટાગ અને માર્ક એડરે મળીને ઇંગ્લિશ બેટ્સમેનોની કમર તોડી નાખી હતી. જેસન રોય બાદ જો ડેનલી 23 રન બનાવીને આઉટ થનારો બીજો બેટ્સમેન બન્યો હતો. રોરી બર્ન્સ 6 રન બનાવી આઉટ થયો હતો અને આ રીતે ઇંગ્લેન્ડે 36 રન સુધી ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.

કેપ્ટન જો રૂટના રૂપમાં ઇંગ્લેન્ડને ચોથો ફટકો પડ્યો હતો, તે માત્ર 2 રન બનાવી આઉટ થયો હતો. તે બાદ જોની બેરિસ્ટો,ક્રિસ વોક્સ અને મોઇન અલી ખાતુ ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફર્યા હતા. સેમ કર્રન અને સ્ટુઅર્ટ બ્રોડે તે બાદ ઇંગ્લેન્ડના સ્કોરને 50 રનની પાર પહોચાડ્યો હતો.

58 રને સ્ટુઅર્ટ બ્રોડના રૂપમાં ઇંગ્લેન્ડને આઠમો ફટકો પડ્યો હતો. ઇંગ્લેન્ડ તરફથી રમી ચુકેલા આયરિશ ક્રિકેટર બોયડ રેકિને સેમ કર્રનને આઉટ કરી ઇંગ્લેન્ડને નવમો ફટકો આપ્યો હતો. એડરે ઓલી સ્ટોનને આઉટ કરી ઇંગ્લેન્ડને ઓલ આઉટ કરી નાખ્યુ હતું.

ખેલ મહાકુંભમાં ભાગ લેવા હવે કોઈપણ ખેલાડી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકશે