Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > પોલીસ કોન્સ્ટેબલએ એવું તો શું કર્યું કે મહિલાને ફિનાઇલ પીવું પડ્યું

પોલીસ કોન્સ્ટેબલએ એવું તો શું કર્યું કે મહિલાને ફિનાઇલ પીવું પડ્યું

0
112

પોલીસ કોન્સ્ટેબલ ત્રાસને કારણે સોસાયટીના રહીશોએ મહિલાને મકાન ખાલી કરવા સૂચના આપી

અમદાવાદ: નિકોલ વિસ્તારમાં રહેતી મહિલાએ પોલીસ કોન્સ્ટેબલના ત્રાસથી કંટાળી ગત શુક્રવારે ફિનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આરોપી કોન્સ્ટેબલ મહિલાને મારઝૂડ કરી ધાકધમકી આપતો હતો. મહિલાની સોસાયટીમાં અવારનવાર આંટા મારતો હતો. પોલીસ કોન્સ્ટેબલના કારણે સોસાયટીના રહીશોએ મહિલાને મકાન ખાલી કરી દેવા સૂચના આપી હતી. કોન્સ્ટેબલના ત્રાસથી આખરે મહિલાએ ફિનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ કરતા આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

નિકોલ વિસ્તારમાં કઠવાડા ગામમાં પાયલ પાર્ક સોસાયટીમાં રહેતાં વિભાબહેન (નામ બદલ્યું છે) 15 વર્ષની પુત્રી સાથે રહે છે.

સિલાઈ કામ કરી વિભાબહેન પોતાનું ગુજરાન ચલાવે છે.

છેલ્લાં કેટલાંક સમયથી વિભાબહેનની સોસાયટીમાં બાપુનગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ મહેશભાઈ મૂળજીભાઈ પરમાર આંટાફેરા મારતો હતો.

વિભાબહેનને અવારનવાર મારઝૂડ કરી મહેશ પરમાર ધાધમકી આપતો હતો.

આ પણ વાંચો: અમદાવાદઃ ઘરમાંથી નીકળ્યો ‘ઝેરી નંબર-1, ચીટર-સાયલન્ટ કિલર’ સાપ

ગત તા.4ના રોજ સવારે 6.30 વાગ્યે વિભાબહેન દૂધ લેવા ઘરની બહાર નીકળ્યા તે સમયે બાઇક લઈ સોસાયટીના ગેટ પાસે મહેશ પરમાર આવ્યો હતો.

મહેશે વિભાબહેનને જણાવેલ કે, તમે ગઈ કાલે અમારી સોસાયટીમાં આવી મારા તથા અમારા પાડોશીઓના મકાન પર ઈંટના ટુકડા કેમ નાંખ્યા આથી વિભાબહેનને મે ટુકડા નથી નાખ્યા તેમ જણાવ્યું હતું.

વિભાબહેનએ તું અમારી સોસાયટીમાં કેમ આંટાફેરા મારે છે તેમ પૂછતાં ઉશ્કેરાયેલા આરોપીએ તારા બાપની સોસાયટી નથી, હું તો પોલીસવાળો છું.

ગમે ત્યાં આંટાફેરા કરીશ તેમ ઊંચા અવાજે બોલ્યો હતો.

વિભાબહેને પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરતા પોલીસની ગાડી આવતા તેઓએ મહેશ વિરૂધ્ધ નિકોલ પોલીસ સ્ટેશનમાં અરજી આપી ઘરે પહોંચ્યા હતા.

તે સમયે સોસાયટીના લોકો એકત્ર થયા અને વિભાબહેનને જણાવ્યું કે, આ મહેશ કોણ છે? જે તમારા કારણે સોસાયટીમાં અવારનવાર આંટાફેરા કરે છે.

તમે મકાન ખાલી કરી દો.

આ પણ વાંચો: AMC દ્વારા અમદાવાદ રેલ્વે સ્ટેશન પર ટેસ્ટીંગ, મળી આવ્યાં 26 પોઝિટિવ કેસો

બનાવ બાદ વિભાબહેને આરોપીના ત્રાસથી તંગ આવી ફિનાઇલ પી (Woman Drink Phenyl) આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

15 વર્ષની પુત્રીએ માતાની હાલત જોઈ 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. વિભાબહેનને સારવાર માટે શારદાબહેન હોસ્પિટલ આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

બનાવને પગલે નિકોલ પોલીસે વિભાબહેનનું નિવેદન લીધું હતું. જેમાં આરોપી મહેશ પરમાર મારઝૂડ કરી ધાધમકી આપતો હોય આ પગલું ભર્યાનું ભોગ બનનારે જણાવ્યું હતું.

નિકોલ પોલીસે આ અંગે આરોપી પોલીસ કોન્સ્ટેબલ મહેશ મૂળજી પરમાર વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હતી.

અગાઉ પણ મહિલાએ આરોપી વિરૂધ્ધ ફરિયાદ કરી હતી. તે પછી પણ આરોપીની કનડગત ચાલુ રહી હતી.