Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > પુરાવા વગર પણ ગુજરાતના ગરીબ લોકોને મળશે વાત્સલ્ય યોજનાનો લાભ:નીતિન પટેલ

પુરાવા વગર પણ ગુજરાતના ગરીબ લોકોને મળશે વાત્સલ્ય યોજનાનો લાભ:નીતિન પટેલ

0
327

અનાથ આશ્રમ, વૃધ્ધાશ્રમ, વિધવા- ત્યક્તાઓ બહેનો, સાધુ-સંતો- ફકિરો, માનસિક રોગીઓ સહિત જેમની પાસે રેશનકાર્ડ ના હોય, આવકનો દાખલો નીકળી શકે તેમ ના હોય તેવા ગુજરાતના ગરીબ રહેવાસીઓને આવા આધાર વગર મા- વાત્સલ્ય યોજના હેઠળ સરકાર મફત આરોગ્ય સારવાર ઉપલબ્ધ કરાવશે. વિધાનસભામાં સોમવારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ જાહેરાત કરી હતી

આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગની રૂ.૧૦,૮૦૦ કરોડના ખર્ચની મંજૂરી વેળાએ નીતિન પટેલે ઉપરોક્ત જાહેરાત અંગે જણાવ્યુ કે, ચાલુ વર્ષ મા- વાત્સલ્ય યોજના માટે રૂ.૧૦૦૦ કરોડ ખર્ચાશે.જેના હેઠળ દર્દીઓને રૂ.૫ લાખની સારવાર વિનામુલ્યે મળશે.દરમિયાન, કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે નીતિન પટેલને પ્રશ્ન પૂછતાં કહ્યું હતું કે તમે જે ડાયાબિટીસની ગોળી રેગ્યુલર લો છો તે સરકારી છે કે નહીં અને મુંબઇની હોસ્પિટલમાં તમે જે સારવાર લીધી હતી તેનો ખર્ચ કોણે ઉઠાવ્યો હતો? જવાબમાં નીતિન પટેલે કહ્યું હતું કે સોનિયા ગાંધીએ પાંચ વખત વિદેશમાં જઇને કેન્સરની સારવાર કરાવી હતી તેનો ખર્ચ તમારી સરકારે ઉઠાવ્યો હતો કે ગાંધી પરિવારે? હું ક્યારેય સરકારી ખર્ચે સારવાર લેતો નથી. મુંબઇમાં સારવારનો ખર્ચ પણ મેં જાતે ઉઠાવ્યો હતો.આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય સેવા મળે તે હેતુથી અગાઉ ડોક્ટરોને ટ્રાયબલ એલાઉન્સ મળતુ હતુ. જે પાંચમા પગારપંચના અમલથી બંધ છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યુ કે, ટ્રાઈબલ એરિયામાં તમામ સેવા ઉપલબ્ધ થાય તે ઉદ્દેશ્યથી સરકાર પ્રોત્સાહનો આપશે. દાહોદ- નર્મદા જિલ્લા કામ કરવા જાય તેના માટે અધિકારી- કર્મચારીને ૩૦ ટકા વધારે મહેનતાણું આપવા મુખ્યમંત્રી સાથે ચર્ચા થઈ છે. જયારે આ યોજના હેઠળ રૂ.૨૭૫૮ કરોડના ખર્ચે ૧૮ લાખ નાગરીકોને સારવાર અપાઈ છે. સોલા સિવિલ હોસ્પિટલને રૂ.૨૪૨ કરોડના ખર્ચે ૧૦ માળની ૫૫૦ પથારી અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલને રૂ.૨૦૨ કરોડના ખર્ચે ૩૭૦ પથારીમાં તબદિલ કરાશે. ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ૩૦૦ બેડ નવી મેટરનિટિ ચાઈલ્ડ બનશે, જામનગરની જી. જી. હોસ્પિટલમાં મેટરનિટિ ચાઈલ્ડ બ્લોકનું બાંધકામ કરાશે.

નીતિન પટેલે આરોગ્ય વિભાગની કામગીરી વર્ણવતા કહ્યું કે રાજ્યના સરકારી દવાખાનામાં દરરોજ 1.34 લાખ અને વર્ષે 4.88 કરોડ દર્દીઓ ઓપીડીમાં ચકાસવામાં આવે છે. 2018માં 50.60 લાખ દર્દીઓને ઇન્ડોર પેશન્ટ તરીકે સારવાર અપાઇ હતી. કુલ જન્મેલા 12 લાખ બાળકો પૈકી 6.57 લાખ બાળકો સરકારી દવાખાનામાં જન્મ્યા હતા.

નર્મદા પાણી મુદ્દે ગુજરાત-મધ્ય પ્રદેશ સામસામે, કોંગ્રેસ ગંદી રાજનીતિ કરતી હોવાનો CM રૂપાણીનો આક્ષેપ