Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ખૂન કેસમાં જેલમાં બંધ ભાઈને છોડાવવા પૈસા ન આપતા પતિને પત્નીએ ડંડાથી ફટકાર્યો!

ખૂન કેસમાં જેલમાં બંધ ભાઈને છોડાવવા પૈસા ન આપતા પતિને પત્નીએ ડંડાથી ફટકાર્યો!

0
151
  • પત્નીએ ભાઈ અને બનેવી સાથે મળી પતિને જાહેરમાં માર માર્યો
  • ખૂન કેસમાં જેલમાં બંધ ભાઈને છોડાવવા માટે પૈસા ન આપવા પર થઇ માથાકૂટ
  • ઇજાગ્રસ્ત પતિને સારવાર માટે એલ.જી.હોસ્પિટલ લઈ જવાયો હતો

અમદાવાદ : ખૂન કેસમાં જેલમાં બંધ ભાઈને છોડાવવા માટે પૈસા ના આપનાર પતિને પત્નીએ ભાઈ અને બનેવી સાથે મળી લાકડાના ડંડા, બેઝબોલ સ્ટીકથી જાહેરમાં માર્યો (wife beaten his husband) હતો. ખોખરા પોલીસે ભોગ બનનારની ફરિયાદ આધારે આરોપી પત્ની સહિત ત્રણ લોકો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.મહિલાએ પતિને બચાવવા આવેલા સાસુ અને નણંદને પણ માર માર્યા હતાં.

અમરાઈવાડીમાં લાલ બંગલા ખાતે રહેતાં અજીત મહેશ વાઘેલાએ તેની પત્ની આરતી, સાળા કમલેશ અને સાઢુ લાલજી ઉર્ફ લાલા વિરૂદ્ધ ફરિયાદ કરી છે. જે મુજબ અજીતએ આરતી ઉર્ફ ચકુ હડિયલ સાથે ગત તા.5-2-2020ના રોજ પ્રેમલગ્ન કર્યા હતા. લગ્નના એક મહિના બાદ પતિ પત્ની વચ્ચે અણબનાવ થતાં આરતી પતિનું ઘર છોડી પિયર જતી રહી હતી.

આ પણ વાંચોઃ દિવ્યાંગ પર દુષ્કર્મ આચરનાર આરોપી પોલીસ જવાનને બેહોશ કરી સિવિલ હોસ્પિટલમાંથી ફરાર!

આરતીનો ભાઈ સાહિલ ખૂન કેસમાં જેલમાં છે. ભાઈને છોડાવવા માટે આરતી અવારનવાર પતિ અજીત પાસે પૈસાની માંગણી કરતી હતી. અજીત પાસે પૈસા ન હોવાથી તેણે ના પાડી હતી. તે સમયથી આરતી અને તેના પરિવારના સભ્યો અજિત જોડે મનદુઃખ રાખતા હતાં.

ગત તા.12મીના રોજ અજીત લાલ બંગલાના ગેટ પાસે આવેલા બાકડા પર બેઠો હતો. તે સમયે આરતીના ભાઈ કમલેશએ આવી તકરાર કરી બાદમાં આરતી અને તેના બનેવી પણ આવ્યા હતાં. ત્રણે જણાએ એક સંપ થઈને અજીતને ડંડા, લોખંડની પાઈપ અને બેઝબોલ સ્ટીકથી માર માર્યો (wife beaten his husband) હતો. કારણ એવું આપ્યું કે, તને બાંકડા પર બેસવાની ના પાડી હતી. તોય તું બેઠો તેમ કહી આરોપીઓ તૂટી પડ્યાં હતાં.

અજિતને માથામાં અને શરીરે ગંભીર ઇજા કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતાં. પત્ની આરતીએ પણ અજિતને ડંડાથી મારમાર્યા હતો. અજીતને બચાવવા આવેલા તેની માતા અને બહેનને પણ આરોપીઓએ માર માર્યો હતો. ઇજાગ્રસ્ત અજીતને સારવાર માટે એલ.જી.હોસ્પિટલ લઈ જવાયો હતો. ખોખરા પોલીસે અજીતની ફરિયાદ આધારે આરોપી પત્ની આરતી,સાળા કમલેશ અને સાઢુ લાલા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં બિનવારસી થેલામાં બોમ્બની શંકા જતાં બોમ્બ સ્કોડ બોલાવાઇ