Gujarat Exclusive > દેશ-વિદેશ > રાષ્ટ્રપતિના બોડીગાર્ડમાં 3 જ્ઞાતિના જ લોકો જ કેમ? કેન્દ્રમાં દલીલ

રાષ્ટ્રપતિના બોડીગાર્ડમાં 3 જ્ઞાતિના જ લોકો જ કેમ? કેન્દ્રમાં દલીલ

0
933

દેશના સર્વોચ્ચ પદ ઉપર બિરાજમાન રાષ્ટ્રપતિની સુરક્ષા માટે હાજર સિક્યોરિટી ગાર્ડની જ્ઞાતિ પર હંમેશા પ્રશ્નો ઉભા થતા રહ્યા છે. હવે કેન્દ્ર સરકારે રાષ્ટ્રપતિની સિક્યોરિટી ગાર્ડની જાતિ પ્રમાણે ભરતીને પડકારતી અરજી ઉપર જવાબ આપ્યુ છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટને આપેલ જવાબમાં સરકારે કહ્યુ કે, ભરતી જ્ઞાતિ, ધર્મ અથવા ક્ષેત્રના આધારે નહી પરંતુ ‘વર્ગ’ના આધારે કરવામાં આવે છે. જોકે, સરકારે સાફ નથી કર્યુ કે અહિંયા વર્ગ સંબંધિત શુ છે?

ઈંડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ અનુસાર રાષ્ટ્રપતિની સુરક્ષા માટે જાટ, રાજપૂત અને જાટ શિખ જાતિના સિક્યોરિટી ગાર્ડની ભરતીના નિર્ણયને સાચુ ઠહેરાવતા કહ્યુ કે, સિસ્ટમને ચાલુ રાખવા કાર્યમાં કોઈ પણ પ્રકારની સમસ્યા આવી રહી નથી. સરકારે આગળ કહ્યુ કે, ભરતી નિયુક્તિ નિર્દેશાલય, રક્ષા મંત્રાલય હેડક્વાટર અનુસાર કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ ભવનના પ્રોટોકોલ અનુસાર માત્ર 150 જવાનોની ટૂકડીને આ જવાબદારી સોંપવામાં આવી છે.

સરકારે કહ્યુ કે, બંધારણના અનુચ્છેદ 33માં સાંસદને સેના સંબંધિત મૌલિક અધિકારોને સિમિત કરવા અથવા ખત્મ કરવાના અધિકારનો પ્રાવધાન છે. બંધારણમાં સેના અધિનિયમને શામેલ કરતા માન્યતા આપવામાં આવી છે કે બધા જ નાગરિક સેનામાં ભરતી માટે યોગ્ય છે, પણ અયોગ્ય લોકો શામેલ નથી થઈ શકતા.

મનીષ દયમાની અરજી ઉપર સરકારે આપ્યુ જવાબ
સપ્ટેમ્બર 2017માં ગુરુગ્રામના મનીષ દયમા તરફથી કરવામાં આવેલ અરજી પર સરકારે જવાબ આપ્યો છે. 2017માં રાષ્ટ્રપતિ સિક્યોરિટી ગાર્ડના પદ માટે મનીષે ભરતી ન મળવા બદલ કોર્ટની શરણે ગયા હતા.

પોતાની દલીલમાં દયમાએ કહ્યુ કે, તેઓ ગુર્જર સમુદાયથી છે. તેમની ઉંચાઈ 6 ફીટ છે, 10માં ધોરણમાં 46 ટકા અને 12માં ધોરણમા 56 ટકા હાંસલ કર્યા હતા. પરંતુ તેમની નોકરીની અરજીને અધિકારીઓએ આમ કહેતા નકારી દીધી હતી કે એડવર્ટાઈઝમાં આપેલ જાતીઓના નિયમને પૂરી કરતી નથી.

જણાવી દઈએ કે, આ પહેલા પણ આ પ્રકારની કેટલીક અરજીઓ કોર્ટમાં કરવામાં આવી છે, પરંતુ દરેક વખતે આ અરજીઓને રદ્દ કરી દેવામાં આવે છે.

TMC નેતાને યાદ આવી રામાયણ ‘રામ કથા’ બાદ કરશે મૂર્તિ સ્થાપના