Gujarat Exclusive > દેશ-વિદેશ > કેમ રોડ ઉપર ઉતરી રહ્યાં છે ડૉક્ટરો, NMC બિલમાં શુ છે?

કેમ રોડ ઉપર ઉતરી રહ્યાં છે ડૉક્ટરો, NMC બિલમાં શુ છે?

0
789

લોકસભાથી નેશનલ મેડિકલ કમીશન બીલ પાસ થયા પછી આખા દેશમાં ડૉક્ટરો રોડ ઉપર ઉતર્યા છે. આ બિલ વિરુદ્ધ આખ દેશમાં 31 જૂલાઈએ ડોક્ટરો હડતાલ ઉપર હતા. દિલ્હીથી લઈને તમિલનાડુ અને ગુજરાતથી લઈને પશ્ચિમ બંગાળ સુધી ડોક્ટરો હડતાલ પર બેઠા હતા. NMC બીલમાં એવુ તો શુ છે જેનો ડોકટરો વિરોધ કરી રહ્યા છે?

NMC બીલ સોમવારે 29 જૂલાઈએ લોકસભામાં પસાર કરવામાં આવ્યુ. સરકારે આ નિર્ણયને ‘દૂરદર્શી સુધારામાંથી એક’ ગણાવ્યું, પરંતુ આ બિલના વિરોધમાં આખા દેશના ડોક્ટરો રોડ ઉપર ઉતર્યા હતા.

ઈન્ડિયન મેડિકલ એસોસિએશને કહ્યું કે, તેઓ બધી જ જરૂર વગરની સેવાઓ 31 જૂલાઈ સવારથી લઈને 1 ઓગસ્ટ સવારે 6 વાગ્યા સુધી બંધ રાખશે. જોકે, હડતાલથી ઈમરજન્સી સેવાને મુક્ત રાખવામાં આવી છે.

ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. શાંતનુ સેને ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કરીને આ હડતાલમાં સામેલ થવાનો અને બિલમાં જરૂરી બદલાવ કરવા માટે સરકાર ઉપર દબાણ બનાવવા માટે બધા જ ડોકરોના સમર્થનની અપીલ કરી છે. ધ ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસાસિએશન (FORDA)એ પણ હડતાલમાં ભાગ લીધો.

આખા દેશના મેડિકલ વિદ્યાર્થીઓ અને ડોક્ટરોએ વિરોધ પ્રદર્શન કરતા કાળા કલરના બેચ પહેર્યા હતા. ડોકટરોની હડતાલથી મોટા ભાગના ઓપીડી વિભાગ પ્રભાવિત થયા હતા.

બિલની મુખ્ય વાતો

-6 મહીનાના એક બ્રિજ કોર્સ કર્યા પછી દેશના આયુર્વેદ અને યૂનાની ડોક્ટર પણ એમબીબીએસ ડોકટરની જેમ એલોપેથી દવાઓ લખી શકે છે.

-મેડિકલ કોર્સ એટલે ગ્રેજયુશન પછી પણ પ્રેક્ટિસ કરવા માટે એક બીજી પરીક્ષા પણ આપવી પડશે. આ પરીક્ષા ફરજિયાત હશે. આ પરીક્ષા પાસ કર્યા પછી જ પ્રેક્ટિસ અને પોસ્ટ ગ્રેજ્યુશન કરવાની પરવાનગી મળશે.

– એનએમસી પ્રાઈવેટ મેડિકલ કોલેજોની 40 ટકા સીટોની ફીસ પણ નક્કી કરશે. વધેલી 60 ટકા સીટોની ફીસ નક્કી કરવાનો અધિકાર કોલેજોનો હશે.

-મેડિકલ સંસ્થાઓમાં એડમિશન માટે માત્ર એક પરીક્ષા NEET (નેશનલ એલિજિબિલિટૂ કમ એંટ્રંસ ટેસ્ટ)લેવામાં આવશે.

વિરોધનો કારણ

-ભારતમાં અત્યાર સુધી મેડિકલ શિક્ષણ, મેડિકલ સંસ્થાઓ અને ડોક્ટરોના રજિસ્ટ્રેશનથી જોડાયેલા કાર્ય મેડિકલ કાઉન્સિલ ઓફ ઈંડિયા (MCI)ની જવાબદારી હતી, પરંતુ બિલ પાસ થયા પછી મેડિકલ કાઉન્સિલ ઓફ ઇંડિયા (MCI)ની જગ્યા નેશનલ મેડિકલ કમિશન (NMC) લઈ લેશે.

-બિલના સેક્શન 32 અનુસાર લગભગ 3.5 લાખ મેડિકલ વગરના લોકોને લાઈસન્સ આપીને બધી જ પ્રકારની દવાઓ લખવાનો અને સારવાર કરવાનો અધિકાર મળશે.

-ડોક્ટરો NEETથી પહેલા NEXTને ફરજિયાત કરવાના પણ વિરુદ્ધ છે. ડોકટરોનું કહેવુ છે કે, તેનાથી આર્થિક રીતે નબળા વિદ્યાર્થીનો મેડિકલ ક્ષેત્રમાં આવવાની સંભાવના ઓછી થઈ શકે છે.

કેબિનેટ મીટિંગમાં PM નરેન્દ્ર મોદીના ઐતિહાસિક નિર્ણય, ખેડૂતો સહિત સામાન્ય લોકોને અનેક ફાયદા