Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > જૂનાગઢ મનપામાં ભાજપનો ભવ્ય વિજય, કોંગ્રેસનો સફાયો, NCPને 4 બેઠક

જૂનાગઢ મનપામાં ભાજપનો ભવ્ય વિજય, કોંગ્રેસનો સફાયો, NCPને 4 બેઠક

0
458

ભાજપે જૂનાગઢ મનપામાં બહુમતી મેળવી લીધી છે. ભાજપે કુલ 59 બેઠકમાંથી 54 પર જીત મેળવી છે. જ્યારે એનસીપીને 4 અને કોંગ્રેસનું માંડ એક બેઠક મળી છે. આમ કોંગ્રેસ કરતા એનસીપીને ચાર ગણી વધુ બેઠક મળી છે.વોર્ડ નં.4માં કોંગ્રેસના મહિલા ઉમેદવાર મંજુલાબેનનો વિજય થતા કોંગ્રેસને એક બેઠક મેળવવામાં સફળતા મળી હતી. તેમજ વિપક્ષ નેતા સતિષચંદ્ર વીરડાની પેનલની હાર થતા તેમણે જણાવ્યું હતું કે જૂનાગઢની પ્રજા વિકાસ ઇચ્છતી નથી.જૂનાગઢમાં ભાજપનાં ભવ્ય વિજય બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી આવતીકાલે જૂનાગઢ જશે. આભાર વિધિ સભા પછી વિજય સરઘસ પણ કાઢવામાં આવશે. જે માટે જૂનાગઢ ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

 જિલ્લા પંચાયતની પાંચેય બેઠકો ભાજપે જીતી લીધી છે. મનપા ચૂંટણીમાં પહેલા બેલેટ પેપરની મતગણતરી કરવામાં આવી હતી. મહત્વનું છે કે 23 રાઉન્ડમાં 44 ટેબલ પર 264 કર્મીઓ દ્વારા મત ગણતરી કરવામાં આવી રહી છે. લગભગ બપોરે બાર વાગ્યા સુધીમાં પરિણામ જાહેર થઈ જશે. મોટાભાગના વોર્ડમાં પેનલ તુટે તેવી સંભાવના છે.

વોર્ડ નં. 1, 2, 5, 6, 7 9, 10,11,12, 13, 14, 15માં ભાજપની પેનલનો વિજય થયો છે. જ્યારે વોર્ડ નં.4માં ભાજપનો 3 અને કોંગ્રેસનો એક બેઠક પર વિજય થયો છે. ભાજપને બહુમતી મળતા જીતની ઉજવણી શરૂ થઈ ગઈ હતી. જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપની જીત નિશ્ચિત મનાતા રાજકોટના કોર્પોરેશન ચોકમાં ફટાકડા ફોડી ભાજપે ઉજવણી કરી હતી.

 કોંગ્રેસના જુનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, લોકશાહીમાં આ લોક ચુકાદો માથે ચઢાવું છું. કોંગ્રેસના ધારાસભ્ય તરીકે મારી નબળાઈઓ કે નિષ્ફળતાઓને હું સ્વીકારવા તૈયાર છું. આ પ્રકારનું પરિણામ આવ્યું છે. દલિતો અને લઘુમતીઓના મત જૂનાગઢ મહાનગરપાલિકામાં નિર્ણાયક બન્યા છે. જુનાગઢમાં દલિતો અને લઘુમતીઓને અન્યાય થયો તે નિવારવા કોંગ્રેસ નિષ્ફળ ગઈ છે. ચૂંટણીમાં 1,10,496 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 277 મતદાન મથકો પર મતદાન થયું હતું. અને મતગણતરીનો પ્રારંભ થતા જ ભાજપ આગળ ચાલી રહ્યું હતું.

બીજી તરફ, ભાજપ તરફી પરિણામ આવતા કોંગ્રેસના ઉમેદવારોએ હારનો સ્વીકાર કર્યો હતો. કોંગ્રેસના લલિત વસોયા અને શૈલેષ પરમારે કહ્યું કે, કોંગ્રેસમાં આંતરિક જૂથબંધીના કારણે સત્તા નહીં મળે. જોકે ગત ચૂંટણી જેટલી બેઠકો જાળવી રાખવાનો અમને વિશ્વાસ છે. 

સરદાર પટેલ પછી હવે ગાંધીજીની પ્રતિમા પર પડ્યુ પાણી, વરસાદે ખોલી નાખી તંત્રની પોલ