Gujarat Exclusive > દેશ-વિદેશ > શું PUBG એક ચાઈનીઝ એપ છે? બૈન બાદ માલિકનું નામ જાણવા આતુર ભારતીયો

શું PUBG એક ચાઈનીઝ એપ છે? બૈન બાદ માલિકનું નામ જાણવા આતુર ભારતીયો

0
79

નવી દિલ્હી: આખરે બુધવારે કેન્દ્ર સરકારે અચાનક એ નિર્ણય લઈ જ લીધો, જેને લઈને પહેલાથી જ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. શૉર્ટ વીડિયો શેરિંગ એપ TikTok બાદ ગેમિંગ એપ PUBG સહિત કુલ 118 ચાઈનીઝ એપ્સ (Chinese Apps)ને મોદી સરકારે (Modi Govt) બૈન કરી દીધી છે.

આ 118 એપ્સમાં લોકપ્રિય PUBG મોબાઈલ લાઈટ, લૂડો વર્લ્ડ, APUS લૉન્ચર, Ulike, AliPay, સુપર ક્લીન માસ્ટર ઑફ ક્લીનર, ફોન બૂસ્ટર, ટેનસેન્ટ વેયૂન, બાઈડૂ, ફેસયુ, એપલૉક લાઈડ અને ક્લીનર-ફોન બૂસ્ટર સામેલ છે. રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી જણાતી આ એપ્સ પર ડિજિટલ સ્ટ્રાઈક કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 224 એપ્સ પર કાર્યવાહી કરીને તેને બૈન કરવામાં આવી ચૂકી છે.

યુઝર્સ સર્ચ કરી રહ્યાં છે PUBGના માલિકનું નામ?
PUBG પર પ્રતિબંધ મૂકાયા બાદ સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. મોટી સંખ્યામાં યુઝર્સ PUBGના માલિકનું નામ જાણવા માટે ગૂગલમાં સર્ચ કરી રહ્યાં છે. ગૂગલ પર સર્ચ દરમિયાન સૌથી વધુ પૂછવામાં આવતો પ્રશ્ન એક જ રહ્યો- “PUBGના માલિક કોણ છે?”. આટલું જ નહી, કેટલાક યુઝર્સે PUBGના ચીની એપ હોવાને લઈને પણ આશંકા વ્યક્ત કરી છે.

આ પણ વાંચો: શું ભારતમાં ‘પબજી’ પર રોક બાદ રિલાયન્સ લૉન્ચ કરશે નવી ગેમ ‘જિયોજી’?

શું છે PUBGનો ઈતિહાસ?
PUBGના ચીની હોવાને લઈને આ પ્રકારના સવાલો ઉઠવા પાછળ આ એપનો રોચક ઈતિહાસ છે. આ એપને બ્રેન્ડન ગ્રીન નામના એક આઈરિશ વ્યક્તિએ ડેવલોપ કરી હતી. આ એપ ડેસ્કટૉપ વર્ઝન તરીકે બનાવવામાં આવી હતી. ગ્રીને આ એપને દક્ષિણ કોરિયન કંપની બ્લૂહોલ માટે ડેવલોપ કરી હતી.

રસપ્રદ વાત એ છે કે, વર્ષ 2017માં આ એપ ચીનમાં પણ બેન મૂકવામાં આવી હતી. જે-તે સમયે સરકારે દાવો કર્યો હતો કે, આ એક હિંસક ગેમ છે અને દેશના સાંસ્કૃતિ મૂલ્યોના વિરુદ્ધ છે. સરકારે PUBGના વિકલ્પ તરીકે લોકો માટે એક અલગ ગેમ Force For Peaceની વ્યવસ્થા કરી હતી. બસ અહીં જ એન્ટ્રી થઈ ચીની કંપની ટેન્સેન્ટની. ટેન્સેન્ટે બ્લૂહોલમાં 10 ટકાની હિસ્સેદારી ખરીદી લીધી.

PUBG પર ચીનમાં પણ પ્રતિબંધ
જો કે બાદમાં ચીની કંપની ટેન્સેન્ટે PUBGનું મોબાઈલ વર્ઝન ડેવલોપ કર્યું. મોબાઈલ વર્ઝન ચીનમાં ખૂબ જ લોકપ્રિય રહ્યું, પરંતુ પાછળથી ચીની સરકારે તેના પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જેની પાછળ ચીનનું માનવું હતું કે, આનાથી યુવાઓ પર માઠી અસર થશે. જો ભારતની વાત કરીએ તો, અહીં આ ગેમ ખૂબ જ લોકપ્રિય છે.

હવે જો કોઈ પૂછે કે, શું PUBG ગેમ એક ચીની એપ છે? તો તેનો જવાબ હાં અને ના બન્ને છે. આ ગેમને પ્રાથમિક સ્તરે દક્ષિણ કોરિયન કંપનીએ ડેવલોપ કરી હતી. જો કે તેના મોબાઈલ વર્ઝનને ડેવલોપ કરવામાં ચીની કંપની ટેન્સેન્ટનો હાથ હતો. આ ગેમથી મળતો નફો બ્લૂહોલ અને ટેન્સેન્ટ બન્ને કંપનીઓને ફાળે જાય છે.