Gujarat Exclusive > દેશ-વિદેશ > WHO પ્રમુખની ચેતવણી : વિશ્વ બીજી મહામારી માટે તૈયાર રહે

WHO પ્રમુખની ચેતવણી : વિશ્વ બીજી મહામારી માટે તૈયાર રહે

0
241
  • World Health Organization નાં ચીફની સમગ્ર વિશ્વને ચેતવણી
  • આ વર્ષના અંત સુધી કોરોનાની કોઇ જ વેક્સીન નહીં મળે : WHO એક્સપર્ટ
  • કોરોનાની ભયાવહતાને નિયંત્રિત કરવું મુશ્કેલ લાગી રહ્યું છે : WHO ચીફ

નવી દિલ્હીઃ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન WHO (World Health Organization) એ વિશ્વભરને ચેતવણી (WHO latest news) આપતા જણાવ્યું કે, “હવે તેઓ બીજી મહામારી માટે તૈયાર રહે.” WHOના પ્રમુખ ડૉ. ટેડ્રોસ અધનોમ ધ્રેબેસિસે (Tedros Adhanom Ghebreyesus) કોરોના વાયરસના સંક્રમણ અને તેના પ્રભાવને જોતા આ વાત સોમવારના રોજ મોડી સાંજે જણાવી. ટેડ્રોસે એમ પણ જણાવ્યું કે, “વિશ્વભરના દેશોએ આગામી મહામારી પહેલાં પબ્લિક હેલ્થમાં ખૂબ પૈસા રોકાણ કરવા જોઇએ નહીં તો કોરોના જેવી હાલતની આશંકા છે.”

ડૉ. ટેડ્રોસે જણાવ્યું કે, “નોવેલ કોરોના વાયરસને કારણે સમગ્ર વિશ્વમાં 2.71 કરોડ લોકો સંક્રમિત થયા અને 8.88 લાખથી પણ વધારે લોકોના મોત થયા છે. કોવિડ-19એ વિશ્વની આ હાલત માત્ર ડિસેમ્બર 2019થી લઇને અત્યાર સુધી કરી દીધી છે. હજી પણ અનેક દેશોમાં તેની ભયાવહતા વધતી જઇ રહી છે. તેને નિયંત્રિત કરવું મુશ્કેલ લાગી રહ્યું છે.”

આ પણ વાંચોઃ કોરોનાથી બચવા માટે ડિસઈન્ફેક્શન ટનલના ઉપયોગને સરકારે ગણાવી હાનિકારક

વિશ્વભરના દેશોને સંભવિત બીમારીઓની વેક્સીન અને દવાઓ પર સાથે મળીને શોધ કરવી જોઇએ. પબ્લિક હેલ્થમાં વધારેથી વધારે પૈસા લગાવવા જોઇએ. વેક્સીન અને દવાઓના તત્કાલ નિર્માણ અને બજારમાં લાવવાની વ્યવસ્થા કરવી જોઇએ જેથી જ્યારે પણ કોઇ મહામારી ફેલાય તો તેને તુરંત નિયંત્રિત કરી શકાય.

WHO (WHO latest news) ના એક એક્સપર્ટે સ્પષ્ટ જણાવ્યું કે, “આ વર્ષના અંત સુધી કોરોનાની કોઇ જ વેક્સીન નહીં મળે. લોકોને એવી આશા હતી કે ઓક્સફોર્ડ યુનિવર્સિટીની વેક્સીન લોકોને મળી જશે. પરંતુ આવું નહીં થાય. ઓક્સફોર્ડ યુનિવર્સિટીની વેક્સીનથી યુરોપ, અમેરિકા, મેક્સિકો અને રશિયાને સૌથી વધારે આશા હતી. WHOના ઇમરજન્સી પ્રોગ્રામના પ્રમુખ માઇક રયાને જણાવ્યું કે, વિશ્વભરના રિસર્ચર ખૂબ તેજીથી કામ કરી રહેલ છે. જેથી વેક્સીન બનાવી શકાય. પરંતુ બજારમાં વેક્સીન આ વર્ષના અંત સુધી નહીં આવી શકે.”

લાંબા સમય સુધી મહામારી ટકશે તેવી ચેતવણી આપી

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ પહેલાં ઓગસ્ટમાં કોરોનાને લઈને એક ચેતવણી આપતાં કહ્યું કે, “આ મહામારી લાંબા સમય સુધી રહી શકે છે. WHOનાં છ મહિનાનાં મૂલ્યાંકન પર આપાત કમિટીથી મુલાકાત બાદ જણાવ્યું હતું કે કોરોના મહામારી લાંબા સમય સુધી રહી શકે છે. કોરોનાના ખતરાના મૂલ્યાંકનને લઈને જણાવ્યું કે કોરોના સંક્રમણ વિશ્વમાં ફેલાતા 7 મહિના થઈ ચૂક્યાં છે અને કમિટી તેનું મૂલ્યાંકન 4 વાર કરી ચૂકી છે.”

આ પણ વાંચોઃ ગુજરાતના કોરોના વાઈરસથી પ્રભાવિત વિસ્તારોમાં ફરશે ‘કોવિડ વિજય રથ’