Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > શું છે જમ્મુ-કાશ્મીરની વિવાદીત કલમ 35A? જેને દૂર કરવામાં લાગ્યુ ભાજપ

શું છે જમ્મુ-કાશ્મીરની વિવાદીત કલમ 35A? જેને દૂર કરવામાં લાગ્યુ ભાજપ

0
3514

જમ્મુ અને કાશ્મીરમાં લાગુ વિવાદાસ્પદ કલમ 35એને હટાવવાની ઉલટી ગણતરી શરૂ થઇ ગઇ છે. સૂત્રોએ કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના કાશ્મીરમાંથી પરત ફર્યાના 2 દિવસ બાદ કેન્દ્રએ રાજ્યમાં 10 હજારથી વધુ અર્ધ સૈનિક દળોના જવાનોને તૈનાત કરવાનો નિર્ણય કર્યો છે.સૂત્રો અનુસાર, ડોભાલે પોતાની ત્રણ દિવસીય પ્રવાસ દરમિયાન રાજ્ય સરકાર, પોલીસ, અર્ધ સૈનિક દળ, સેના, રાજ્ય અને કેન્દ્રીય જાસુસી એજન્સીના વરિષ્ઠ અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી.નેશનલ કોન્ફ્રેન્સના અધ્યક્ષ અને લોકસભા સાંસદ ફારૂક અબ્દુલ્લાએ તો અહી સુધી કહી દીધુ કે બંધારણની કલમ 35Aને રદ કરવામાં આવી તો જનવિદ્રોહની સ્થિતિ ઉભી થઇ જશે. દરમિયાન આ કલમ શું છે, જેની પર આટલો વિવાદ થઇ રહ્યો છે તેના વિશે અમે તમને જણાવી રહ્યાં છીએ.

બંધારણમાં નથી ઉલ્લેખ

તમે જાણીને ચોકી જશો કે બંધારણના પુસ્તકમાં ના મળનારી કલમ 35A જમ્મુ-કાશ્મીરની વિધાનસભાને એવો અધિકાર આપે છે કે તે સ્થાયી નાગરિકની પરિભાષા નક્કી કરી શકે. બંધારણની કલમ 35Aને 14 મે, 1954માં રાષ્ટ્રપતિના આદેશથી બંધારણમાં જગ્યા મળી હતી. બંધારણ સભાથી લઇને સંસદની કોઇ પણ કાર્યવાહીમાં ક્યારેય કલમ 35Aને બંધારણનો ભાગ બનાવવાના સંદર્ભમાં કોઇ બંધારણ સંશોધન અથવા બિલ લાવવાનો ઉલ્લેખ નથી મળતો. કલમ 35Aને લાગુ કરવા માટે તાત્કાલીક સરકારે કલમ 370 અંતર્ગત પ્રાપ્ત શક્તિનો ઉપયોગ કર્યો હતો.

શું છે 35A કલમ?

કલમ 35Aથી જમ્મુ કાશ્મીર સરકાર અને ત્યાની વિધાનસભાને સ્થાયી નિવાસીની પરિભાષા નક્કી કરવાનો અધિકાર મળે છે, જેનો અર્થ એ છે કે રાજ્ય સરકારને આ અધિકાર છે કે તે આઝાદીના સમયે બીજી જગ્યાએથી આવેલા શરણાર્થીઓ અને અન્ય ભારતીય નાગરિકોને જમ્મુ કાશ્મીરમાં કઇ રીતને સહૂલિયત આપે અથવા ના આપે.

ક્યારે લગાવવામાં આવી હતી આ કલમ

14 મે, 1954માં તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદે એક આદેશ રજૂ કર્યો હતો, આ આદેશ દ્વારા ભારતના બંધારણમાં એક નવી કલમ 35Aને જોડવામાં આવી હતી.

નથી ખરીદી શકતા જમીન

ઘણા ઓછા લોકોને ખબર હશે કે કલમ 35A, કલમ 370નો ભાગ છે. આ કલમને કારણે કોઇ પણ બીજા રાજ્યનો નાગરિક જમ્મુ-કાશ્મીરમાં ના તો સંપત્તિ ખરીદી શકે છે કે ના તો ત્યાનો સ્થાયી નાગરિક બનીને રહી શકે છે.

જમ્મુ-કાશ્મીરનું બંધારણ

1956માં જમ્મુ કાશ્મીરનું બંધારણ બનાવવામાં આવ્યુ હતું. જેમાં સ્થાયી નાગરિકતાને પરિભાષિત કરવામાં આવી છે.આ બંધારણ અનુસાર સ્થાયી નાગરિક તે વ્યક્તિ છે જે 14 મે, 1954ના રાજ્યનો નાગરિક રહ્યો હોય અથવા તેના પહેલાના 10 વર્ષથી રાજ્યમાં રહેતો હોય. સાથે જ તેને ત્યા સંપત્તિ લીધી હોય.

મહિલાઓનો અધિકાર

કલમ 35A અનુસાર જો જમ્મુ કાશ્મીરની કોઇ યુવતી કોઇ બહારના યુવક સાથે લગ્ન કરે છે તો તેના તમામ અધિકાર પૂર્ણ થઇ જાય છે. સાથે જ તેના બાળકોનો અધિકાર પણ પૂર્ણ થઇ જાય છે.

કેમ ઉઠી કલમ 35A હટાવવાની માંગ?

આ કલમને હટાવવા માટે એક દલીલ એવી પણ કરવામાં આવી રહી છે જેને સંસદ દ્વારા લાગુ કરવામાં આવી નહતી. બીજી દલીલ એ છે કે દેશના વિભાજન સમયે મોટી સંખ્યામાં પાકિસ્તાનથી શરણાર્થી ભારત આવ્યા, જેમાં લાખોની સંખ્યામાં શરણાર્થી જમ્મુ-કાશ્મીર રાજ્યમાં પણ રહી રહ્યાં છે. જમ્મુ-કાશ્મીર સરકારે કલમ 35A દ્વારા આ તમામ ભારતીય નાગરિકોને જમ્મુ-કાશ્મીરના સ્થાયી નિવાસી પ્રમાણપત્રથી વંચિત કરવામાં આવ્યા છે. આ વંચિતોમાં 80 ટકા લોકો પછાત અને દલિત હિન્દુ સમુદાયના છે. આ સાથે જમ્મુ-કાશ્મીરમાં લગ્ન કરીને રહેનારી મહિલાઓ અને અન્ય ભારતીય નાગરિકો સાથે પણ જમ્મુ-કાશ્મીર સરકાર કલમ 35Aની આડ લઇને ભેદભાવ કરે છે.

અજીત ડોભાલના પ્રવાસ બાદ કાશ્મીર મોકલવામાં આવ્યા 10 હજાર સુરક્ષા જવાન