Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > કોંગ્રેસનો નવો અધ્યક્ષ પાર્ટીમાં શું-શું ફેરફાર કરશે?

કોંગ્રેસનો નવો અધ્યક્ષ પાર્ટીમાં શું-શું ફેરફાર કરશે?

0
268

નવી દિલ્હીઃ કોંગ્રેસ એક વિશાળ આકારનું જૂનુ જહાજ છે જે સમુદ્રની લહેરોમાં પોતાનો કાબૂ ગુમાવી રહ્યું છે. એન્જિન બંધ છે, કેટલીક જૂની ગતિ અને કેટલાક અનિયંત્રિત લહેરોની મનમાનીથી જહાજ મુસાફરોને ભયભીત કરી રહ્યુ છે કારણ કે અચાનક જહાજના કેપ્ટને રાજીનામું આપી દીધુ છે અને કહ્યુ છે કે આ જહાજ હવે કોઇ અન્ય ચલાવશે. આ જહાજમાં સવાર તમામ મુસાફરોમાંથી કોઇએ વિચાર્યું નહોતું કે મુસાફરીમાં અધવચ્ચેથી આ જહાજને અન્ય કોઇ ચલાવશે. તેમને લોકતંત્રથી વધુ પોતાની નેતાના પ્રજનન ક્ષમતા પર આસ્થા હતી. કપ્તાનોની ત્રણ પેઢીઓ પસાર થઇ ગઇ. રાહુલ ગાંધીની અંધેરી રાતમાં ક્યાંકથી ચાંદ લાવી દેવાની જીદ અબોધ, અવ્યવહારિક છે પરંતુ કોંગ્રેસ અને લોકતંત્ર માટે સારી વાત છે. અનુકૂળ હવામાં લક્ષ્ય નક્કી કરવું અને પરિણામ આવવા પર તેનો સંકલ્પ અને દૂરદર્શિતા બતાવી દેવી રાજનીતિમાં નવી વાત નથી.

રાહુલ ગાંધીને વંશવાદથી કોઇ સમસ્યા નથી. એવું નથી કે તે પોતાની માતા બાદ પાર્ટીના અધ્યક્ષ બન્યા ના હોત. તેમને સમસ્યા વંશવાદના એ પરિણામથી જ છે આખી પાર્ટી લકીરમાંથી ફકિર થઇ જાય છે અને નેતાને પડકારનો સામનો કરવા એકલો છોડી દેવાં આવે છે. જીતની પ્રતિક્ષામાં દૂર ઉભા રહીને ફક્ત પ્રશંસા કરવામાં આવે છે. ગત લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી આરએસએસ અને મોદી સામે એકલા લડ્યા. ત્રણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં મળેલી જીતથી મળેલા આત્મવિશ્વાસ છતાં પાર્ટીમાં કોઇ નવું નહોતું જે કોઇ નવો વિચાર, કારગર રાજનીતિ, એક નારો અથવા એક મોટુ સ્વપ્ન આપ્યું શક્યું હોત.

પુલવામા હુમલા બાદ આરએસએસે જે રાષ્ટ્રવાદનું તોફાન સંગઠિત કર્યું અને તેને મોદીના જે આક્રમ ઢંગના પોતાના ભાષણોથી પ્રેરિત કર્યું તેની સામે રાહુલ ગાંધી રાફેલ કૌભાંડ, ન્યાય યોજના અને આદર્શ ચૂંટણી ઢંઢેરો સહિતની તમામ ચીજો નિષ્ફળ સાબિત થઇ . લોકસભા ચૂંટણીમાં સતત બીજી હાર, હિંદુત્વના અનિયંત્રિત ઉભાર અને સામ દામ દંડ ભેદથી ગરજતી સતાધારી પાર્ટીની સામે જો કોઇ ગાંધી-નેહરુ પરિવારનો બહારનો કોંગ્રેસી અધ્યક્ષ બનવાનો પડકાર ઉઠાવી લે છે તો પ્રથમ દિવસે પોતાનું મગજ વિચારવા અને પોતાનો અવાજમાં બોલવાનું પરાક્રમ કરવું પડશે. રિમોટ કંન્ટ્રોલથી ચાલતા વડાપ્રધાન જોવાની ઇચ્છા ધરાવતી પાર્ટી પોતાની પ્રથમ પડકાર હાઇકમાનને છોડીને કોઇને ભાવ ન આપનારા નેતાઓને પોતાના અવાજ સંભળાવવાની છે.

ઉગ્ર હિંદુત્વના ઉભારની સાથે અપ્રત્યાશિત ઝડપથી ભાજપના વધતા જનસમર્થનથી ગભરાયેલી કોંગ્રેસનું પરિણામ નીકળ્યું છે કે બહુમતી મતદારોના ચરિત્ર નિર્ણાયક રૂપથી બદલાઇ ચૂક્યું છે અને તે હિંદુ તુષ્ટીકરણની રાહ પર ચાલી પડી છે. રાહુલ ગાંધી મંદિરમાં જનોઇ પહેરીને પોતાને કૌલ બ્રાહ્મણ ગણાવે છે તો પૂજા કરતી વાડ્રા ગાંધીની છબિઓનો પ્રચાર અને લોકસભા ચૂંટણીમાં પ્રજ્ઞાસિંહ ઠાકુરની સામે દિગ્વિજય સિંહ દ્ધારા બાબાઓને હવન કરાવવા તેને કેટલાક નમૂનાઓ છે. રાહુલ ગાંધી ત્રણ મહિનાના લાંબા ચૂંટણી અભિયાનમાં એક પણ વખત મુસલમાનોની મોબ લિંચિંગનું નામ નહોતું લીધું અને વિજય બાદ પોતાના પ્રથમ ભાષણમાં મોદીએ કહ્યું કે, અમે પાંચ વર્ષમાં એવી સ્થિતિ પેદા કરી છે કે હવે કોઇ સેક્યુલરરિઝમનું નામ લેનાર બચ્યું નથી. કોંગ્રેસને પ્રથમ પોતાએ માનવું પડશે અને બાદમાં કહેવું પડશે કે ધર્મ વ્યક્તિગત વિશ્વાસનો મામલો છે તેનો રાજકીય ઉપયોગ કરી શકાય નહી ના તેનો રાજકીય ઉપયોગ કરવા દેવામાં આવશે નહી તો દેશ તૂટતા કોઇ બચાવી શકશે નહીં.

શું કોંગ્રેસ માટે વરદાન સાબિત થશે રાહુલ ગાંધીનું રાજીનામું?

જ્યારે પાર્ટીમાં નવો વિચાર આવશે તો તેના અભિયાન ચલાવવું પડશે કે ભારતીય રાષ્ટ્રવાદની મૂળ આત્મા કેટલાક ધાર્મિક લઘુમતીઓને નફરત કરવામાં નહી પરંતુ વૈચારિક વિવિધતા અને સાંસ્કૃતિક લેણદેણ નથી. સનાતન પરંપરામાં વિવિધ ધાર્મિક પંથ એક બીજાથી નીડર સંવાદ કરતા અને સાર્વભૌમિક સમજનારા તત્વોમાં ગ્રહણ કરવા આવ્યા છે. તેની આરએસએસથી વાસ્તવિક ટક્કર હશે જે પ્રકૃતિ પૂજક આદિવાસીઓ સુધી તો પોતાના ખાસ અંદાજથી હિંદુત્વની ઓળખમાં લપેટી રહી છે પરંતુ કોર્પોરેટર દ્ધારા તેની આજીવિકા સંસાધનોની લૂંટ પર ચુપ રહે છે. પ્રબંધન અને તિકડમથી ચૂંટણી જીતવી સૌથી સર્વોચ્ચ રાજનીતિ છે. જે ચૂંટણીમાં બહુમત હાંસલ કરી લે છે તે બંધારણને બતાવીને વ્યક્તિગત અને પાર્ટીનો એજન્ડા લાગુ કરવાનો લાયસન્સ મેળવાય છે. રાજનીતિ બંધારણને જમીન પર ઉતારવા માટે કોંગ્રેસને લડવું પડશે. આ કારણ છે કે તે દલિતો અને પછાતની અંદર પોતાના માટે કોઇ ઉમેદવાર પેદા કરી શકતી નથી.

ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યુ હતું કે, નવી આર્થિક નીતિનું મોડલ કામ કરી રહ્યું નથી. એવું લાગે છે કે ન્યાય યોજનાની રૂપરેખા હતાશા અને વિકલ્પહીનતાની સ્થિતિમાં તૈયાર કરવામાં આવી હતી. જો એવું ના લાગ્યું હોત તો છેલ્લા પાંચ વર્ષમાં ખેડૂતોની બદતર સ્થિતિ, બેરોજગારી, નોટબંધી,. જીએસટીથી નાના વેપારીઓની બરબાદીના મુદ્દા પર કોંગ્રેસ રસ્તા પર ઉતરી હોત. મીડિયા પ્રોફેશનલ હોવાનો ઢોંગ છોડીને હવે પુરી બેશરમીથી સરકારના હાથોમાં જતી રહી છે અને હિંદુત્વના એજન્ડાને આરએસએસની જૂની રીતોથી આગળ વધીને ઉગ્ર રીતે જનમત બનાવવાનો ઉપયોગ કરી રહ્યું છે.

સરકારનો તઘલકી નિર્ણય: “શિક્ષક હવે સાયકલ શોધશે”, આમાં કેવી રીતે ભણશે ગુજરાત ?

કોંગ્રેસના નવા અધ્યક્ષે જનતા સુધી પોતાની વાત પહોંચાડવા માટે વૈકલ્પિક સંચાર તંત્ર વિકસિત કરવા પડશે. કોંગ્રેસના નવા અધ્યક્ષે પાર્ટીમાં ચાપલૂસીની જૂની સંસ્કૃતિને ખત્મ કરવી પડશે. આ સંસ્કૃતિ ભાજપામાં પગ જમાવી રહી છે પરંતુ અત્યાર સુધી નિયંત્રણમાં છે કારણ કે પાર્ટીના પછાત અને દલિતોને સમેટીને અમ્બ્રેલા પાર્ટી બનાવવાની છે પરંતુ તે બદહાલીમાં પણ કોંગ્રેસના મોટા નેતાઓથી કાર્યકર્તાઓને મળવું આકાશમાંથી તારા તોડવા જેવી છે. તે સિવાય કોંગ્રેસના સત્તાધારી વર્ષોના કર્મો માટે આ મુદ્દાઓ પર જવાબ પણ આપવો પડશે. વાસ્તવમાં ફક્ત નવા અધ્યક્ષ શોધવો નવી જૂનીને હટાવીને નવી કોંગ્રેસ બનાવવાનો છે. જો હજુ પણ કોંગ્રેસ નિર્ણાયક નહી થાય તો રાહુલ ગાંધીની ગણેશ પરિક્રમા કરનારા પાલતુ અધ્યક્ષ આવતા રહેશે અને પાર્ટી સંકોચાતી જશે.