Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > પશ્ચિમ રેલવેનો સીનિયર એન્જીનિયર 5000ની લાંચ લેતા CBIના હથ્થે ચઢ્યો

પશ્ચિમ રેલવેનો સીનિયર એન્જીનિયર 5000ની લાંચ લેતા CBIના હથ્થે ચઢ્યો

0
135
  • રેલવેનું હરાજીનો ભંગાર ઉપાડવા SSEએ 10,000ની લાંચ માગી હતી
  • CBI ફરિયાદીની બાતમી બાદ છટકુ ગોઠવી આરોપીને પકડી પાડ્યો
  • વરાછામાં તેની ઓફિસ-રહેણાકમાંથી 10 લાખની રોકડ કબજે લેવાઇ

સુરત/અમદાવાદઃ કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI)એ પશ્ચિમા રેલવે સુરતના સીનિયર સેક્શન એન્જીનિયર (SSE)ને 5000ની લાંચ લેતા રંગહાથ પકડી પાડ્યા છે. સાથે તેના ઠેકાણા પર દરોડા પાડી 10 લાખની રોકડ રકમ અને કેટલાક દસ્તાવેજો કબજે લીધા હતા. સીબીઆઇએ અમદાવાદમાં કોર્ટમાં તેને રજુ કરી 14 દિવસના જ્યુડિશિયલ રિમાન્ડ મેળવ્યા છે.

આ પણ વાંચોઃ સુરત પોલીસેે કર્યો ષડયંત્રનો કર્યો પર્દાફાશઃ ખાતામાંથી કરોડો ઉપાડી લેનારાઓની ધરપકડ

આરોપી SSE કિરિટકુમાર બિંડ વિરુદ્ધ દાખલ થયેલી ફરિયાદને આધારે કેસ નોંધવામાં આવ્યો હતો. કિરિટકુમાર સામે આરોપ હતો કે તેણે રેલવે પરિસરમાં પડી રહેતા ભંગારનો સામાન ઉપાડવા માટે 10,000ની લાંચ માગી હતી. આ સામાન ફરિયાદીએ એક હરાજીમાં ખરીધ્યુ હતું. ત્યારબાદ સીબીઆઇએ છટકુ ગોઠવી કિરિટકુમારને ફરિયાદી પાસેથી 5,000ની લાંચ લેતા રંગેહાથ પકડી પાડ્યો હતો. તેની ધરપકડ કર્યા બાદ સીબીઆઇએ અમદાવાદમાં સ્પેશિયલ કોર્ટમાં રજૂ કર્યો હતો અને 14 દિવસના જ્યુડિશિયલ રિમાંડ મેળવ્યા હતા.

સીબીઆઇ હવે કિરિટની રિમાંડ પર સઘન પુછપરછ કરશે. તેણ અગાઉ કેટલા લોકો પાસેથી આવી રીતે લાંચ લીધી હતી. તેનો તાળો મેળશે. જો કે અત્યારે તપાસ પ્રથામિક તબક્કામાં હોઇ કંઇ કહેવું વહેલાસરનું ગણાશે. જ્યારે ફરિયાદી પાસેથી પણ વધુ વિગતો મળી શકે તેવી અપેક્ષા રખાઇ રહી છે.

આ પણ વાંચોઃ Ahmedabad: માસિક 16 % વ્યાજ વસુલતા વ્યાજખોર દંપતિના ત્રાસથી યુવકનો આત્મહત્યાનો પ્રયાસ

કિરિટકુમારની ધરપકડ બાદ તેના વરાછા, સુરતની ઓફિસ અને રહેણાકમાં દરોડા પાડી સર્ચ હાથ ધરી હતી. જેમાં 10 લાખ રુપિયાની રોકડ અને કેટલાક ગુનો પુરવાર કરતા દસ્તાવેજો કબજે કર્યા હતા.