Gujarat Exclusive > દેશ-વિદેશ > પશ્ચિમ બંગાળમાં પુન: બબાલ: BJP સમર્થકોએ ચક્કાજામ કરી હનુમાન ચાલીસાના પાઠ કર્યા, પોલીસે ખદેડ્યા

પશ્ચિમ બંગાળમાં પુન: બબાલ: BJP સમર્થકોએ ચક્કાજામ કરી હનુમાન ચાલીસાના પાઠ કર્યા, પોલીસે ખદેડ્યા

0
894

પશ્ચિમ બંગાળમાં મંગળવારે 16 જૂલાઈએ ફરીવાર વિવાદ થયો છે. હાવડા વિસ્તારની એક બજારમાં ભારતીય જનતા પાર્ટી(BJP)ના સમર્થકોએ હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતું, જે બાદ સ્થિતિ તનાવપૂર્ણ બનતા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, પાર્ટી સમર્થકો ડોબસન રોડ સ્થિત એસી માર્કેટની પાસે એકઠા થયા હતાં અને બાદમાં હનુમાન ચાલીસા વાંચવા લાગ્યા હતા. જો કે થોડા સમય બાદ હાવડા પોલીસનો કાફલો આવી પહોંચ્યો હતો અને આ સમર્થકોને ત્યાંથી ખદેડવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન દરમિયાન ભાજપના સમર્થકોએ ત્યાંના રસ્તાઓ પર ચક્કાજામ કરી દીધા હતાં.

પોલીસે અધિકારીએ જણાવ્યું કે, “ભાજપના સમર્થકોએ આ આયોજનના કારણે રસ્તાઓ ચક્કાજામ કરી દીધા હતા. જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

આ ઘર્ષણ દરમિયાન ભાજપના નેતા ઈશરત જહાએ જણાવ્યું કે, “હનુમાન ચાલીસા વાંચવીએ ધાર્મિક બાબત છે. 10 મિનિટ માટે અનુમતિ આપવા માટે કોઈ સમસ્યા ન હોવી જોઈએ. એવામાં પોલીસ તરફથી બીજેપીના સમર્થકોના પર કરવામાં આવેલ વર્તન અયોગ્ય હતું. તેઓએ જબરદસ્તી હમુમાન ચાલીસાનો પાઠ કરવા માટે રોકાયા હતા.

બીજેપીના યુવા એકમના કાર્યકર્તા ડોબસન રોડ સ્થિત હનુમાન મંદિર પર છેલ્લા 2 અઠવાડિયાથી ચાલીસાનો પાઠ કરી રહ્યા છે. આવામાં ત્યાં પ્રાર્થના કરનારાઓેને જગ્યા મળે એટલા માટે પોલીસે ત્યાં બેરિકેડિંગ કર્યું છે.

તો શું TMC, NCP અને CPIના રાષ્ટ્રીય પાર્ટીના દરજ્જાનો અંત આવશે?