Gujarat Exclusive > દેશ-વિદેશ > બંગાળના BJP સાંસદ અર્જુન સિંહના ઘરે બોમ્બ ફેકવામાં આવ્યા, ભત્રીજાએ TMC પર લગાવ્યો આરોપ

બંગાળના BJP સાંસદ અર્જુન સિંહના ઘરે બોમ્બ ફેકવામાં આવ્યા, ભત્રીજાએ TMC પર લગાવ્યો આરોપ

0
266

પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણી દરમિયાન ચાલી આવતી રાજકીય હિંસા હજુ પણ યથાવત છે. બેરકપુરમાં બીજેપી સાંસદ અર્જુન સિંહના ઘર બહાર અજાણ્યા લોકોએ બોમ્બ ફેક્યા હતા. આ સિવાય ઉત્તરી 24 પરગણા જિલ્લામાં જગતદલ પોલીસ સ્ટેશનની સરહદમાં ગોળી પણ ચલાવવામાં આવી હતી. આ મામલે ભાજપના નેતા દ્વારા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

શું છે ઘટના?

બેરકપુરના બીજેપી સાંસદ અર્જુન સિંહના ઘરે મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ બોમ્બ ફેક્યો હતો.જોકે, આ હુમલામાં કોઇ ઘાયલ થયુ નથી પરંતુ ડરનો માહોલ છે. આ સાથે જ ઉત્તરી 24 પરગણા જિલ્લામાં જગતદલ પોલીસ સ્ટેશન સરહસ પાસે ગોળીઓ પણ વરસાવવામાં આવી હતી. પીડિત પક્ષ તરફથી આ ઘટનાની પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ભાટપારા નગર નિગમના પ્રમુખ અને અર્જુન સિંહના ભત્રીજા સૌરભ સિંહે આરોપ લગાવ્યો છે કે આ એક રીતનો જીવલેણ હુમલો છે, તેમણે મમતા બેનરજીની પાર્ટી ટીએમસીના કેટલાક લોકો પર આ હુમલાનો આરોપ લગાવ્યો છે.

બીજેપી સાંસદના ભત્રીજા સૌરભ સિંહનો દાવો છે કે ઘર બહારથી કેટલીક ગોળીઓ મળી છે, તેમણે આ હુમલા પાછળ ટીએમસીના નેતાઓનો હાથ ગણાવ્યો છે. આ ઘટના બાદ અર્જુન સિંહના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. સૌરભનું કહેવુ છે કે બુધવાર રાત્રે 9 વાગ્યાની આસપાસ અચાનક અમારા ઘર પર 2 બોમ્બ ફેકવામાં આવ્યા હતા. તે બાદ હથિયારોથી લેસ લોકોએ ફાયરિંગ પણ કર્યુ હતું.

6 મહિનામાં જ અમેરિકાએ ગુજરાતીઓને ભારત ધકેલ્યા