Gujarat Exclusive > દેશ-વિદેશ > ગૃહમંત્રી અમિત શાહનું એલાન- ઘુષણખોરોને શોધી-શોધીને દેશની બહાર કાઢીશું

ગૃહમંત્રી અમિત શાહનું એલાન- ઘુષણખોરોને શોધી-શોધીને દેશની બહાર કાઢીશું

0
224

ગૃહમંત્રી અમિત શાહે રાજ્ય સભામાં કહ્યું કે, મોદી સરકાર ઘુષણખોરોની ઓળખ કરીને તેને દેશની બહાર કરશે. બુધવારે 17 જૂલાઈએ સદનમાં કહ્યું “અમે ભારતમાં એક ઈંચ વસી રહેલા ગેરકાયદેસર પ્રવાસી નાગરિકો અને ઘુષરણખોરોની ઓળખ કરી તેને અંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ દેશની બહાર કરી દેવામાં આવશે.” અમિત શાહે આ વાત એક પ્રશ્નનો જવાબ આપતા કહી હતી. તેમણે સાથે રાષ્ટ્રીય નાગરિકતા પંજી (NRC) જણાવતા કહ્યું હતું કે આ આસામ કરારનો હિસ્સો છે.

ગૃહમંત્રી અનુસાર રાષ્ટ્રપતિના અભિભાષણ (NRC)નો ઉલ્લેખ કર્યો હતો. સાથે સત્તાધિત પાર્ટીના ઢંઢેરાના આધાર પર પસંદ કરવામાં આવી હતી તેમાં, આ વાત પણ કહેવામાં આવી હતી. ઢંઢેરાને દેશમાંથી બહાર કરવાની વાત શાહે સમાજવાદી પાર્ટીના જાવેદ અલી ખાનના આ પૂરક પ્રશ્નના જવાબમાં કહી હતી કે, શું જે રીતે આસામમાં NRC લાગુ કરવા જઈ રહ્યું છે. સરકારની યોજના તે દેશના અન્ય રાજ્યોમાં પણ લાગુ કરવાની છે?

તે પહેલા આસામ ગણ પરિષદના વીરેન્દ્ર પ્રસાદ વૈશ્યના પૂરક પ્રશ્નના જવાબમાં ગૃહ રાજ્યમંત્રી નિત્યાનન્દ રાયે કહ્યું કે સરકાર આસામમાં NRC લાગૂ કરવા માટે પ્રતિબદ્ધ છે. સાથે એ પણ નિશ્ચિત કરશે કે, NRCની પ્રક્રિયામાં ભારતના કોઈ પણ નાગરિક ના છૂટે અને કોઈ પણ ગેરકાયદેસર પ્રવાસીઓને તેમા જગ્યા ન મળી શકે, રાયએ કહ્યું કે, NRC લાગૂ કરવામાં સરકારની હેતું સ્પષ્ટ છે. તેમણે કહ્યું કે, રાષ્ટ્રપતિ અને સરકાર પાસે 25 લાખથી વધુ એવી અરજી મળી છે જેમાં એમ કહેવામાં આવ્યુ છે કે કેટલાક ભારતીયોને ભારતના નાગરિક નથી માનવામાં આવ્યા જ્યારે એનઆરસીમાં કેટલાક એવા નાગરિકોને ભારતીય માની લેવામાં આવ્યા છે જે બહારથી આવ્યા છે.

સરકારે કોર્ટને અનુરોધ કર્યો છે કે આ અરજી પર વિચાર કરવા માટે સરકારને થોડો સમય આપવામાં આવશે. રાયે કહ્યું- કોર્ટના આદેશ અનુસાર, આસામમાં એનઆરસીને 31 જુલાઇ, 2019 સુધી પ્રકાશિત કરવામાં આવનાર છે.

ભારતની મોટી જીત, ICJએ કુલભૂષણ જાધવની ફાંસી પર લગાવી રોક