Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > હવે પાણીનો વેડફાટ કરનારનું આવી જ બન્યું, જેલની સજા સાથે આકરા દંડની જોગવાઈ

હવે પાણીનો વેડફાટ કરનારનું આવી જ બન્યું, જેલની સજા સાથે આકરા દંડની જોગવાઈ

0
352

ગુજરાત સરકાક પાણી ચોરી અટકાવવા માટે અને પાણીના ચોરો વિરૂદ્ધ આકરા પગલા ભરવા જઈ રહી છે. જેમાં સજા અને દંડ બન્નેની જોગવાઈ હશે. પાલિકાઓની પાણીની મેન પાઈપ લાઈનમાં પાઈપો જોડીને મોટર દ્વારા પાણી ખેંચીને પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવી નાખનારા લોકો પર દંડ અને જેલની સજાની જોગવાઈ કરતું ગુજરાત ઘર વપરાશ પાણી પુરવઠા (સંરક્ષણ) વિધેયક, ૨૦૧૯ વિધાનસભામાં બહુમતીથી પસાર કરવામાં આવ્યું છે.

આ વિધેયકમાં પાણીની વિતરણ વ્યવસ્થાને સુરક્ષિત કરવા માટેના તમામ પાસાઓને આવરી લેવામાં આવે છે. જે મુજબ કોઈપણ વ્યક્તિ કે જેના દ્વારા પાણીની વિતરણ વ્યવસ્થાને નુકસાન કરવામાં આવે છે અથવા અનઅધિકૃત રીતે પાણી મેળવવામાં આવે તે વ્યકિત આ કાયદા મુજબ સજાને પાત્ર રહેશે. આ સજાની જોગવાઇથી લોકો આવી ગેરકાયદેસર પ્રવૃતિઓ કરતા અટકશે.

આ એક્ટ અન્વયે વૉટર ડિસ્ટ્રીબ્યુશન ઓથોરિટી દ્વારા પાણીના અનઅધિકૃત જોડાણ અને ઉપયોગ અન્વયે દંડ અને થયેલ નુકસાનની ભરપાઈની જોગવાઈ કરવામાં આવેલ છે. આ સાથે આ એક્ટમાં પાણીના સ્ત્રોતને આરક્ષિત કરવાની જોગવાઈ પણ કરવામાં આવેલ છે. આ વિધેયક દ્વારા પાણીના ઘર વપરાશ બાબતે થઇ રહેલ અનઅધિકૃત પ્રવૃતિઓ પર રોક લાગશે અને ખરા અર્થમાં પીવાના પાણીના સમાન વિતરણ વડે લોકો શુદ્ધ અને પૂરતું પાણી નિયમિત રીતે મેળવી શકશે, જે રાજ્યના આર્થિક તેમજ સામાજિક વિકાસમાં ખૂબ જ મદદરૂપ થશે.

આ વિધેયક હેઠળ કરેલ જોગવાઈ મુજબ, સ્થાનિક સત્તા મંડળ, મ્યુનિસિપલ કોર્પોરેશન, નગરપાલિકા તેમજ ગ્રામ પંચાયતો, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ અને ગુજરાત વૉટર ઇન્ફાસ્ટ્રયર લિમિટેડ તેમજ રાજ્ય સરકાર ધ્વારા અધિકૃત કરાયેલ એજન્સી દ્વારા તેમના સંલગ્ન અધિકારક્ષેત્રમાં આવતી જાહેર પાણી વિતરણ વ્યવસ્થાનું સમાવેશ કરવામાં આવે છે.

સ્થાનિક સત્તામંડળોનો સત્તાધિકાર તેમની સ્થાનિક લિમિટ સુધી જયારે બોર્ડ અને GWIL ને સંપૂર્ણ રાજ્યમાં આવી વ્યવસ્થા કરવાની સત્તા મળે છે. આ વિધેયકમાં પાણી વપરાશ જવાબદારી પૂર્વક થાય તે માટે સ્ત્રોત ઉપર મીટરિંગ તેમજ સ્ત્રોત અને વિતરણ વ્યવસ્થાની ઑડિટિંગની જોગવાઈ પણ રાખવામાં આવેલ છે. આ જોગવાઇથી દરેક જાહેર પાણી વિતરણ વ્યવસ્થા દ્વારા વિતરણ કરવામાં આવેલ પાણીના ચોક્કસ હિસાબ થવાથી પાણી વિતરણની કાર્યક્ષમતામાં સુધારો થશે.

વિધેયકની કલમ 10માં એવા કૃત્યો ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલ છે કે જે પાણી વિતરણ વ્યવસ્થાને નુકસાન દાયક છે અથવા પાણીચોરીને લગતું છે. આવી જોગવાઇઓનો કોઇ ભંગ કરે તો તેના માટે જેલની સજા અથવા દંડ, અથવા બંન્નેની સજા થઇ શકે તેવી જોગવાઇઓ કરવામાં આવી છે. આવી જોગવાઈઓ ટૂંકમાં નીચે મુજબ છે.

• ગંભીર પ્રકારના ગુના જેવા કે પાણી વિતરણ વ્યવસ્થાને નુકશાન, નાશ કરવું, પાણીના પ્રવાહને ખોરવવો કે અવરોધવો માટે 3 મહિનાથી 2 વર્ષ સુધીની જેલની સજા
જોગવાઈ અથવા રૂપિયા 20 હજારથી 1 લાખ સુધીના દંડની કે બન્ને સજાની જોગવાઇ કરવામાં આવેલ છે.

• અનઅધિકૃત રીતે પાણીનું જોડાણ મેળવવું, મંજૂર થયેલ જગ્યા કરતા વધુ પાણી વ્યવસ્થામાં ચેડા કરીને મેળવવા માટે રૂપિયા 3000 થી 5000 સુધીના દંડની જોગવાઇ કરવામાં આવેલ છે.

•ગુનાઓમાં મદદગારી માટે જે તે ગુનાઓની સજા જેટલી સજાની જોગવાઇ કરવામાં આવેલ છે.

• આવા ગુનામાં સંડોવાયેલ અધિકારી કે કર્મચારીઓને જે તે ગુનાની સજાની બે ગણી સજાની જોગવાઇ કરવામાં આવેલ છે. રાજ્ય સરકારે આવા ગુના માટે નક્કી કરેલ રકમ લઇને ગુનો માંડવાળ કરવાની પણ જોગવાઇ કરેલ છે.

પ્રસ્તુત વિધેયકથી ઓથોરીટી દ્વારા અધિકૃત કરેલ અધિકારી કોઇપણ સ્થળ કે જ્યાં પાણીની વિતરણ વ્યવસ્થા હોય ત્યાં સોર્સમાંથી અનઅધિકૃત રીતે પાણીનો ઉપાડ થતો હોય તેવું જણાય ત્યારે તેવી તમામ જગ્યાએ સ્થળ તપાસ કરી શકશે. આ ઉપરાંત, આ વિધેયકમાં માલસામાનની જપ્તી કરી શકે તેવી જોગવાઇ પણ કરવામાં આવેલ છે.

ગુજરાત ATSને મોટી સફળતા હાથ લાગી, અક્ષરધામ હુમલાના આતંકવાદીની ધરપકડ