Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ભાજપના વધુ એક MLA કોરોના સંક્રમિત, થોડાં દિવસ અગાઉ PAનું થયું હતું મોત

ભાજપના વધુ એક MLA કોરોના સંક્રમિત, થોડાં દિવસ અગાઉ PAનું થયું હતું મોત

0
105
  • અમદાવાદ, સુરત, રાજકોટ બાદ વડોદરામાં પણ કોરોનાનો કહેર
  • મધુ શ્રીવાસ્તવ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ
  • તાજેતરમાં જ તેમનાં PAનું પણ કોરોનાને લીધે મૃત્યુ થયુ હતું

વડોદરાઃ રાજ્યમાં અમદાવાદ, સુરત, રાજકોટ બાદ વડોદરામાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. શહેરમાં રાજકીય નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યાં છે. ત્યારે ભાજપના વધુ એક ધારાસભ્યને કોરોના થયો છે. વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને કોરોના (madhu srivastav corona positive) થયો છે.

મધુ શ્રીવાસ્તવનો રિપોર્ટ પોઝિટિવ આવતા હાલમાં તેઓ સારવાર હેઠળ છે. તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. મધુ શ્રીવાસ્તવ (madhu srivastav corona positive) નાં સંપર્કમાં આવેલ તમામ લોકોને ક્વોરેન્ટાઇન કરાયા છે. તાજેતરમાં જ તેમનાં PAનું પણ કોરોનાને લીધે મૃત્યુ થયુ હતું.

આ પણ વાંચોઃ છેલ્લાં 30 વર્ષમાં 8મી વાર ગુજરાતમાં નોંધાયો 40 ઇંચથી વધુ વરસાદ

વડોદરામાં કોરોનાથી કુલ 143ના મોત

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં 24 કલાકમાં વડોદરામાં કોરોનાના વધુ 121 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ત્યારે કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 8185 એ પહોંચી છે. ઉપરાંત 2379 સેમ્પલ લેવામાં આવ્યા હતાં જેમાંથી 121 પોઝિટિવ કેસ આવ્યાં છે. કોરોનાથી 24 કલાકમાં વધુ 144 દર્દીઓ સ્વસ્થ પણ થયા છે. વડોદરામાં અત્યાર સુધીમાં કોરોનાથી 6455 દર્દીઓ સ્વસ્થ થયા છે. ત્યારે કોરોનાથી વધુ 1 દર્દીનું મોત નિપજ્યું છે. આ સાથે શહેરમાં કુલ 143 લોકોના મોત થયા છે.

ગુજરાતમાં કોરોનાનો કુલ આંક 97 હજારને પાર

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોના વાયરસના કેસો (Gujarat Corona Update) માં સતત વૃદ્ધિ થઇ રહી છે. જોકે રિકવરી રેટમાં પણ વધારો થયો છે. રાજ્યમાં (Gujarat Corona Update)આજે સૌથી વધુ 1310 કોરોના કેસ નોંધાયા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન કોરોનાએ 14 દર્દીઓનો ભોગ લીધો છે.

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ગુજરાતમાં (Gujarat Corona Update) છેલ્લાં 24 કલાકમાં 1310 કોરોનાના કેસ નોંધાયા છે, તેની સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 97,745એ પહોંચી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં વધુ 14 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. તેની સાથે કુલ મૃત્યુઆંક 3036 એ પહોંચ્યો છે.

આ પણ વાંચોઃ LAC: ચુમારમાં ઘુસણખોરી કરી રહેલા ચીની સૈનિકોને ભારતીય જવાનોએ ભગાડ્યાં