Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > ભાવનગર: વાઘાણીના પિતરાઈએ માસૂમ બાળકીને અડપલા કર્યા, થઈ ધરપકડ

ભાવનગર: વાઘાણીના પિતરાઈએ માસૂમ બાળકીને અડપલા કર્યા, થઈ ધરપકડ

0
350

ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં હીરાનું કારખાનું ધરાવતા અને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના પિતરાઈ ભાઈના કારખાનામાં બાળકીને અડપલા કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં કરનાર બીજુ કોઈ નહિં પરંતું જીતુ વાઘાણીના પિતરાઈએ આ બાળકીની છેડછાડ કરતા અનેક સવાલો ઊભા થયા છે.આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં હીરાનું કારખાનું ધરાવતા અને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના પિતરાઈએ તેમના જ કારખાનાની ગેલરીમાં માસૂમ બાળકીની જાતીય છેડછાડ કરવાના ગુનામાં ફસાયા છે. આખરે પોલીસે પોસ્કોની કલમ હેઠળ ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરી હતી. કોર્ટમાં તેમને રજૂ કરતાં તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.

આ અંગે શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશનમાં માસૂમ બાળકીના પિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, વરતેજ ગામે રહેતા અને શહેરના બોરતળાવમાં હીરાનું કારખાનું ચલાવતા સુરેશ શિવાભાઈ માધવાણીએ ગત તા.11ના રોજ તેમના બોરતળાવ કુંમુદવાડી ખાતે હીરાના કારખાનાની ગેલેરીમાં માસૂમ બાળકી સાથે અડપલા કર્યા હતા.  આ અંગે માસૂમ બાળાના પિતાની ફરિયાદના આધારે પોલીસે વરતેજના શખસની સામે પોસ્કોની કલમ સાથે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

વધુમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું કે, મેં જ સામેથી ગૃહમંત્રી અને એસપીને ફોન કરીને કોઈ પણ પ્રકારની શેહશરમ રાખ્યા વગર સખતમાં સખત પગલા લેવા અને કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું હતુ. કોઈ પણ વ્યક્તિ કોઈનો પણ સગા હોય, આવા કૃત્યોને હું વખોડું છે.

સોનભદ્ર ના જઇ શક્યા પ્રિયંકા ગાંધી, રસ્તા વચ્ચે રોકી ગેસ્ટ હાઉસ લઇ ગઇ પોલીસ