Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > Vivo Z1 Pro હવે ઓપન સેલમાં, 15 હજારની રેન્જમાં સારો સ્માર્ટફોન

Vivo Z1 Pro હવે ઓપન સેલમાં, 15 હજારની રેન્જમાં સારો સ્માર્ટફોન

0
508

Vivoએ નવો મિડ-રેન્જ સ્માર્ટફોન Z1 Proને લોન્ચ કર્યા બાદ હવે ફ્લેશ સેલમાં ઉપલબ્ધ કરવામાં રહ્યો છે. Z1 Proને ભારતમાં આ મહિનાની શુરૂઆતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. લોન્ચિગ કર્યા બાદ આ સમય-સમય પર ફ્લિપકાર્ટ અને વીવો ઈન્ડિયા ઈ-સ્ટોર પર વેચાણ માટે ઉપલબ્ધ કરવામાં આવી રહ્યો છે.

હવે આ સ્માર્ટફોનને ફ્લિપકાર્ટ અને વીવો ઈન્ડિયા ઈ-સ્ટોર પર ઓપન સેલમાં ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. હાલમાં આ સ્માર્ટફોનનું બન્ને ઓનલાઈન પ્લેટફોમ્સ પર 24×7 વેચાણ થઈ રહ્યું છે. ફોનને ખરીદવા માટે ગ્રાહકોને ફ્લેશ સેલની રાહ નહીં જોવી પડે. હાલમાં તે સ્પષ્ટ થઈ શક્યું નથી કે આ સ્માર્ટફોનનું વેચાણ ખુલ્લા સેલમાં કેટલો સમય રહેશે.

જણાવી દઈએ કે, 15 હજાર રૂપિયાના બજેટમાં Z1 Pro બેસ્ટ સ્માર્ટફોનમાંનો એક ફોન છે. જેમા પંચ-હોલ ડિસ્પ્લે, ટ્રિપલ કેમેરા સેટઅપ,5,000mAhની મોટી બેટરી અને સ્નેપડ્રેગન 712 પ્રોસેસર મળે છે. કંપનીએ ભારતમાં તેની શરૂઆતી કિંમત 14,990 રૂપિયા રાખી છે. આ કિંમતમાં 4GB રેમ અને 64GB સ્ટોરેજ વેરિએન્ટની છે. ત્યારે 6GB + 64GB અને 6GB + 128GB વેરિએન્ટસની કિંમત ક્રમશ: 16.990 રૂપિયા અને 17,990 રૂપિયા રાખવામાં આવી છે.

આ ફોનની કિંમતમાં Z1 Proના ખાસ કરીને તેની લડાઇ Realme 3 Pro અને Redmi Note 7 Pro જેવા સારા સ્માર્ટફોનની છે. ગ્રાહક ફ્લિપકાર્ટ અને વીવોની વેબસાઈટથી આ સ્મર્ટફોનને સોનિક બ્લેક અને સોનિક બ્લૂ કલરના ઓપ્શનમાં ખરી શકો છો.

Z1 Proના સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો આ ફોનમાં 6.53 ઈંચ FHD+ (2340×1080)ડિસ્પ્લે, એંડ્રોઈડ 9 પાઈ બેસ્ડ Funtouch 9.0 ઓપરેટિંગ સિસ્ટમ,Adreno 616 GPUની સાથે 10nm પ્રોસેસ બેસ્ડ વ્ ક્વાલકોમ સ્નેપડ્રેગન 712 પ્રોસેસર, 5000mAhની મોટી બેટરી, રિયરમાં 16MP + 8MP + 2MPના ત્રણ કેમેરા અને 32MP સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે.

આ ટીવી એક્ટ્રેસને મળી સ્વિમસૂટ ન પહેરવાની સલાહ, જાણો શું છે કારણ