Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > જામકંડોરણા: વિઠ્ઠલ રાદડીયાનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન

જામકંડોરણા: વિઠ્ઠલ રાદડીયાનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન

0
1070

પોરબંદરના પૂર્વ સાંસદ અને પાટીદાર અગ્રણી વિઠ્ઠલ રાદડિયાનું લાંબી બીમારી બાદ ગઈ કાલી નિધન થયુ છે, ત્યારે આજે તેમના પાર્થિવ દેહને જામકંડોરણા ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં સવારે 7 થી 12 કલાક સુઘી જામકંડોરણાની કન્યા છાત્રાલય ખાતે તેમને અંતિમ દર્શન રાખવામાં આવ્યા હતા. જે બાદ તેમની અંતિમ ક્રિયામાં તેમના પુત્ર જયેશ રાદડિયાએ મુખાગ્નિ આપતા વિઠ્ઠલભાઈનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન થઈ ગયો છે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ જામકંડોરણા આવીને વિઠ્ઠલ રાદડિયાના પાર્થિવ દેહના દર્શન કર્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા અને લલિત કગથરા પણ જામકંડોરણા પહોંચ્યા હતા . આ સિવાય ભાજપના પણ અનેક નેતાઓએ વિઠ્ઠલ રાદડિયાના અંતિમ દર્શન કર્યા હતા અને તેમના પરિવારને સ્વાંતના આપી હતી.

 

કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ આજે વહેલી સવારે જામકંડોરણા આવ્યા હતા, જ્યાં તેમણે વિઠ્ઠલ રાદડિયાના પાર્થિવ દેહના દર્શન કરીને તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી. જણાવી દઈએ કે, ગુજરાતના અનેક વિસ્તારોમાં છેલ્લા 2 દિવસથી વરસાદ વરસી રહયો હોવા છતાં સમગ્ર સૌરાષ્ટ્ર ઉપરાંત સુરતમાંથી પણ લોકો વિઠ્ઠલ રાદડિયાના અંતિમ દર્શન માટે જામકંડરણા આવ્યા છે.

કર્ણાટક: કાફે કૉફી ડેના સંસ્થાપક વીજી સિદ્ધાર્થ રહસ્યમય રીતે ગુમ