Gujarat Exclusive > યુથ > મનોરંજન > Photos: આ છે વિશ્વના સૌથી લાંબા પગ ધરાવતી યુવતી, ધર્મ પરિવર્તન કરીને બની હિંદૂ

Photos: આ છે વિશ્વના સૌથી લાંબા પગ ધરાવતી યુવતી, ધર્મ પરિવર્તન કરીને બની હિંદૂ

0
11193

સમગ્ર વિશ્વ અજીબો-ગરીબ અને રોમાંચક વસ્તુઓથી ભરેલું છે. વિશ્વમાં એવા અનેક લોકો છે, જે પોતાની આગવી લાક્ષણિક્તા માટે જાણીતા છે. જેમ કે કોઈ સૌથી લાંબુ છે, તો કોઈના નખ મોટા છે, તો કોઈ પોતાના લાંબા વાળના કારણે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. શું તમે જાણો છો, કે વિશ્વમાં સૌથી લાંબા પગ ધરાવતી મહિલા કોણ છે?

હકિકતમાં રશિયાની એકેટેરિના લિસિનાના નામે વિશ્વની સૌથી લાંબા પગ ધરાવતી મહિલાનો વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે. આ ઉપરાંત એકેટેરિનાના નામે ગિનીજ બુકમાં પણ બે રેકોર્ડ નોંધાઈ ચૂક્યા છે.

29 વર્ષની એકેટેરિના વ્યવસાયે મૉડલ છે અને તેને વિશ્વની સૌથી લાંબી મૉડલનો ખિતાબ પણ મળી ચૂક્યો છે. એકેટેરિનાની લંબાઈ 6 ફૂટ અને 9 ઈંચ છે. તેના ડાબા પગની લંબાઈ 132.8 સેમી અને જમણા પગની લંબાઈ 132.4 સેમી છે.

તમને જાણીને નવાઈ લાગશે કે, એકેટેરિના લિસિના એક એવા પરિવારમાંથી આવે છે, જેમાં તમામ સભ્યો લાંબા છે. તેના ભાઈની લંબાઈ 6 ફૂટ 6 ઈંચ, પિતાની લંબાઈ 6 ફૂટ 5 ઈંચ અને માતાની લંબાઈ 6 ફિટ 1 ઈંચ છે.

લિસિનાને પોતાની લંબાઈના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. તેને વિમાન અને કારમાં બેસવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે. આ ઉપરાંત તેના માપના પેન્ટ અને જૂતા પણ નથી મળતા. આ માટે તેણે અલગથી પોતાના જૂતા બનાવવા પડે છે.

એકૈટેરિના અગાઉ બાસ્કેટ બોલ રમતી હતી. રશિયાની રાષ્ટ્રીપ ટીમ તરફથી રમતા 2008માં બીજિંગ ઓલંપિકમાં તેમણે રશિયા માટે કાંસ્ય પદક જીત્યો હતો.

તમને જાણીને નવાઈ લાગશે કે, એકેટેરિના હિંદૂ ધર્મનું પાલન કરે છે. થોડા વર્ષો પહેલા જ તેણે ધર્મ પરિવર્તન કરાવ્યું હતુ અને તે લક્ષ્મી માતાની પરમ ભક્ત બની ગઈ હતી. જે બાદ તેણે માંસ ખાવાનો ત્યાગ કર્યો હતો. તે દરરોજ માતાજીની આરાધના કરે છે. એકેટેરિના અવારનવાર ભારતની મુલાકાત લઈ ચૂકી છે.

(Photo Credit: Social Media)

આ છે TOP-10 સેલિબ્રિટી, જે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને રળે છે કરોડો રૂપિયા