Gujarat Exclusive > દેશ-વિદેશ > Covid 19 : બેક્ટેરિયા સાથે અન્ય આ રીતે પણ શરીરમાં વાયરસ પ્રવેશી શકે છે

Covid 19 : બેક્ટેરિયા સાથે અન્ય આ રીતે પણ શરીરમાં વાયરસ પ્રવેશી શકે છે

0
142
  • બેક્ટેરિયાની સાથે સાથે લાળની મદદથી પણ વાયરસ શરીરમાં પ્રવેશી શકે
  • દાંતની વચ્ચે ખાદ્ય પદાર્થના ટુકડાઓ ફસાઈ રહે છે ત્યારે બેક્ટેરિયાની સંખ્યા વધે છે
  • એક સ્વચ્છ અને સ્વસ્થ મોઢાથી વાયરસ સંક્રમણનો ખતરો ઘટે છે

નવી દિલ્હી : કોરોના વાયરસથી બચવા માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે સાથે મોઢાની સફાઈ એટલે કે ઓરલ હાઈજીન પર પણ ધ્યાન આપવાનું રહેશે. એઈમ્સના વૈજ્ઞાનિકોનો દાવો છે કે બેક્ટેરિયાની સાથે સાથે લાળની મદદથી પણ વાયરસ (virus) શરીરમાં પ્રવેશી શકે છે. એઇમ્સ દિલ્હીની સીડીઆર શાખાના ડૉક્ટર અમૃતા ચાવલા જણાવે છે કે, “હાલમાં જો તમે લાંબી મુસાફરી કરો છે તમારા ચહેરા પર માસ્ક તો હશે જેને કારણે લાળ બનવાનું ખૂબ ઓછું થઇ જાય છે.”

જ્યારે દાંતની વચ્ચે ખાદ્ય પદાર્થના ટુકડાઓ ફસાઈ રહે છે ત્યારે બેક્ટેરિયાની સંખ્યા વધે છે જે પેઢા અને જીભ પર ચોંટેલા રહે છે. ખાદ્ય પદાર્થ ફસાયેલા હોવાના કારણે મોઢાનું તાપમાન 27-30 ડિગ્રી સેલ્સિયસથી વધારે ન હોવાના કારણે સંક્રમણનો ખતરો વધારે રહે છે. એક અધ્યયન અનુસાર વાયરસ (virus) ફક્ત આપણા શરીરમાં પ્રવેશ કરે છે અને સાથે જ આપણા શરીરના અંદર ભાગ સુધી પહોંચે છે અને છેક શરીરની અંદર પણ જઇ શકે છે.

આ પણ વાંચો: અમદાવાદ: માઇક્રો કન્ટેઇન્મેન્ટમાંથી 35 દૂર, 10 વિસ્તારો ઉમેરાયાં

નિમોનિયાથી ઓરલ હાઈજીન પર અસર

બ્રિટિશ ડેન્ટલ જર્નલમાં સંશોધનમાં ઓરલ હાઈજીન અને તીવ્ર વાયરલ શ્વસન સંક્રમણ પર અધ્યયન થયું છે. તેમાં વૃદ્ધોને નિમોનિયા પીડિત હોવામાં ખરાબ ઓરલ હાઈજીનને પણ એક કારણ માનવામાં આવ્યું છે. કોરોના (virus) માટે પણ આ શક્ય છે. એવામાં કોરોનાના 50 ટકા કેસમાં વધારે મોત બેક્ટેરિયલ સુપર ઈન્ફેક્શનના કારણે જ થાય છે.

ઈન્ફ્લુએન્ઝા મહામારીમાં બેક્ટેરિયલ ઈન્ફેક્શનની અસર દેખાઇ

મળતી માહિતી અનુસાર 1918માં ઈન્ફલુએન્ઝા મહામારીમાં પણ બેક્ટેરિયલ ઈન્ફેક્શનનો દુષ્પ્રભાવ મળ્યો હતો. વર્ષ 2009માં એચ1એન1 ફ્લુથી ઓછાં અને બેક્ટેરિયલ સુપર પોઝિશનથી વધારે મોત થયા હતાં. લાળના કારણે રોગજનક બેક્ટેરિયાના નીચેના શ્વસનમાં જમા થાય છે. તેનાથી ફેફસાનું સંક્રમણ પણ વધે છે. ઓરલ હાઈજીનથી ફેફસાંની વચ્ચે જીવાણુઓ (virus) ની સંખ્યા પણ વધવા લાગે છે.

યાત્રા કરતા પહેલાં આ રીતે બચાવ કરો

ડૉ. અમૃતા ચાવલાની જો સલાહ માનીએ તો યાત્રા કરતા પહેલાં દાંતને સારી રીતે સાફ કરી લેવા જોઇએ. ખારા પાણીથી કોગળા કરવા તેમજ નાક સાફ કરી લેવુ જોઇએ. ઉપરાંત યાત્રા સમયે કંઈ પણ ખાઓ કે પીઓ તો તરત બ્રશ કરો. એક સ્વચ્છ અને સ્વસ્થ મોઢાથી વાયરસ સંક્રમણનો ખતરો ઘટે છે.

આ પણ વાંચો: Stop Covid: હવે લોકો જાતે જ કરી શકશે પોતાનો કોરોના ટેસ્ટ