Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > કોહલી ડાન્સનો વીડિયો શેર કરી થયો ટ્રોલ, યૂઝર્સે કહ્યું- ‘વર્લ્ડકપ હાર્યા બાદ આજ કામ બચ્યું’

કોહલી ડાન્સનો વીડિયો શેર કરી થયો ટ્રોલ, યૂઝર્સે કહ્યું- ‘વર્લ્ડકપ હાર્યા બાદ આજ કામ બચ્યું’

0
351

ભારતીય ક્રિકેટના ચાહકો ઈન્ડિયન ટીમની ICC ક્રિકેટ વર્લ્ડકપ 2019ની સેમી ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામેની હાર હજૂ સુધી પચાવી શક્યા નથી. તેના કારણે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાનો ડાન્સનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા યૂઝર્સ તેને ટ્રોલ કરવા લાગ્યા હતા. વીડિયોને જોતા લાગી રહ્યું છે કે, કોહલી કોઈ એડ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે.

વિરાટ કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો પોસ્ટ કરીને લખ્યું કે, સકારાત્મકતાથી સકારાત્મકતા વધુ આકર્ષિત થાય છે. તમારી પસંદ તમારા પરિણામ નક્કી કરે છે. જે બાદ એક યૂઝર્સે લખ્યુ કે ‘તમારી પસંદ તમારા પરિણામ નક્કી કરે છે!!! અને તમારા અદ્દભૂત વિકલ્પોએ વર્લ્ડકપને બરબાદ કરી નાખ્યો. જાઓ ભાઈ નાચો, ખૂબ નાચો.’

અબરાર નામના એક યૂઝર્સે લખ્યું કે, ‘કપ્તાનીમાં પણ ધ્યાન આપો’.અન્ય એક યુઝર્સે ધરમ સિંહ લખ્યું ‘નાચ ભાઈ, વર્લ્ડકપ તો હારી ગયા છીએ.ds_3.o આઈડી વાળા યૂઝર્સે લખ્યુ ‘નાચી એવી રીતે રહ્યો છે… કે મિશેલ જોનસન.. ’ સોમિક ડે કમેન્ટ કરી કે, ‘આ વર્લ્ડકપ ડાન્સ છે.’ સોનૂ બન્નાએ લખ્યુ ‘વર્લ્ડ કપ હારીને.. અહીયા શું કરવા પોતાના એસી તૈસી કરાવી રહ્યા છો’

ઈંગ્લેન્ડે લીધો બદલો, આયર્લેન્ડને 38 રન પર પછાડ્યું