Gujarat Exclusive > દેશ-વિદેશ > CCDના માલિક સિદ્ધાર્થના મોત પર ભાગેડૂ વિજય માલ્યાએ આપ્યું મોટું નિવેદન

CCDના માલિક સિદ્ધાર્થના મોત પર ભાગેડૂ વિજય માલ્યાએ આપ્યું મોટું નિવેદન

0
744

નાણાકિય મુશ્કેલીઓ વચ્ચે આત્મહત્યા કરનાર કેફે કોફી ડે (CCD)ના ફાઉન્ડર વીજી સિદ્ધાર્થના સપોર્ટમાં બેન્કો સાથે છેતરપિંડી કરીને ફરાર થઈ ચૂકેલા માલ્યાએ એક પછી એક ઢગલાબંધ ટ્વિટ કર્યા અને ભારત સરકારને દોષી અને નિર્દય ગણાવી છે. વીજી સિદ્ધાર્થ બે દિવસ પહેલા મેંગ્લુરૂમાં ગુમ થઇ ગયા હતા અને બુધવારે સવારે તેમનો મૃતદેહ મુલિહિતલુ દ્વીપ પાસે નેત્રાવતી નદીમાંથી મળ્યો. સિદ્ધાર્થ કર્ણાટકના પૂર્વ સીએમ એસ એમ કૃષ્ણાના જમાઇ હતા.

પ્રત્યાર્પણ વિરૂદ્ધ બ્રિટનેમાં કેસ લડી રહ્યાં છે માલ્યા

દેવાના બોઝા હેઠળ દબાવાના કારણે બંધ થઈ ગયેલ કિંગફિશર એરલાઈન્સના પૂર્વ બોસ વિજય માલ્યા મની લોન્ડ્રિંગ અને ફ્રોડના આરોપમાં ભારત પ્રત્યાર્પણ કરવા વિરૂદ્ધ બ્રિટનમાં કેસ લડી રહ્યો છે. માલ્યાએ સરકાર પર દેવામાં ફસાયેલ ઉદ્યમીઓની મદદ ના કરવાનો આરોપ લગાવ્યો.

ભારતીય એજન્સીઓ, બેંકોને ક્રૂર, નિર્દય ગણાવ્યા

માલ્યાએ એક ટ્વિટમાં કહ્યું, હું વીજી સિદ્ધાર્થથી પરોક્ષ રૂપથી જોડાયેલો છું. તેઓ એક ઉત્તમ વ્યક્તિ અને બુદ્ધિમાન ઉદ્યમી હતા. હું તેમના પત્રમાં લખેલી વાતોને જોઈને તૂટી ગયો હોવ તેવું અનુભવું છું. સરકારી એજન્સીઓ અને બેંક કોઈપણ વ્યક્તિને નિરાશામાં નાંખી શકે છે. મારી સાથે શું થઈ રહ્યું છે તમે જોઈ શકો છો. મે દેવું ભરી દેવાની રજૂઆત કરી હોવા છતાં મારા સાથે શું કરી રહ્યાં છે. આ નિંદનીય અને નિર્મમ છે. ઉલ્લેખનિય છે કે, માલ્યા, વીજી સિદ્ધાર્થના નજીકના સંબંધ છે.

સિદ્ધાર્થે ઈન્કમટેક્સ વિભાગ પર લગાવ્યા હતા આરોપ

સિદ્ધાર્થની મૃતદેહ મળવાથી પહેલા તેમનો અંતિમ લેટર સામે આવ્યો હતો જેમાં તેમને ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ પર આરોપ લગાવ્યો હતો. જોકે, હવે આ પત્રની સત્યતા પર પ્રશ્ન ઉભા થઈ રહ્યાં છે. માલ્યાએ ભારત અને પશ્ચિમી દેશોના દેવાદારોની સ્થિતિની તુલના કરી છે.

મારી સંપત્તિ હડપવાની હોડમાં એજન્સીઓ

માલ્યાએ પોતાના એક ટ્વિટમાં લખ્યું, પશ્ચિમી દેશોમાં સરકાર અને બેંકો દેવાદારોનો દેવામાંથી બહાર આવવામાં મદદ કરે છે. મારા કેસમાં દેવું ચૂકતે કરવામાં દરેક રીતે રોડા અટકાવવામાં કોશિષ કરવામાં આવી રહી છે અને મારી સંપત્તિઓને મેળવવાની હોડ લાગી છે.

એક ઝાટકે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 30થી 35 રૂપિયાનો થઈ જશે ઘટાડો