Gujarat Exclusive > દેશ-વિદેશ > સસ્તી કિંગ ફિશર બીયર વિદેશોમાં મોંઘા ભાવે વેચીને રૂપિયા રળતો માલ્યાનો પૂર્વ સહયોગી

સસ્તી કિંગ ફિશર બીયર વિદેશોમાં મોંઘા ભાવે વેચીને રૂપિયા રળતો માલ્યાનો પૂર્વ સહયોગી

0
311

એક વ્હીસલબ્લોઅરની ફરિયાદના આધાર પર તપાસ એજન્સીઓએ બેંગલુરૂની એક કંપનીની શોધખોળ કરવા લાગી છે. માર્ચ 2018માં શરૂ કરવામાં આવેલી ભાગેડુ વિજય માલ્યાના પૂર્વ સહયોગી વી. શશિકાંત આ કંપની ચલાવી રહ્યા છે. એજન્સીઓએ શશિકાંત અને માલ્યાના કનેક્શનની તપાસમાં લાગી છે.

વ્હીસલબ્લોઓરે યૂનાઈટેડ બ્રેવરીઝ લિમિટેડ(UBL)માં ફરિયાદ દાખલ કરી છે, જેમાં દારૂની કંપનીના એક્સપોર્ટ એજન્ટ અલ્ટીમેટ બ્રેન્ડિગ વર્લ્ડવાઈડ અને કે.વી. શશિકાંત પર ગંભીર આરોપ લગાવ્યા છે. શશિકાંત પર ઓરોપ છે કે, તે સસ્તી કિંમતો પર કિંગફિશર બીયર વિદેશોમાં સ્થિત એક ‘ફ્રન્ટ’ કંપનીને એક્સપોર્ટ કરી રહ્યો છે. આ કંપની UAE, મલેશિયા અને સિંગાપુરમાં મોઘી કિંમતે વહેંચી રહી છે. આરોપ છે કે, આ રીતે કમાવવાનો નફો માલ્યા સુધી ‘ઓવરલેપિંગ ટ્રાન્જેક્શન’ના લીધે પહોંચી રહી છે અને માલ્યા આ રકમનો ઉપયાગ પોતાના રોજિંદી જરૂરિયાતો પૂર્ણ કરવા અને કાનૂની ખર્ચમાં કરી રહ્યો છે.

ફરિયાદ મળ્યા બાદ પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિન્ગ એક્ટ (PMLA) હેઠળ માલ્યાની તપાસ કરી પહેલી પ્રવર્તન નિદેશાલયે 24 જુલાઈએ અલ્ટીમેટ બ્રન્ડિંગ વર્લ્ડવાઈજની ઓફિસની તપાસ કરી હતી. ફરિયાદમાં કહેવામાં આવ્યું કે, અલ્ટીમેટ બ્રેન્ડિગના 5 માર્ચ 2018થી કિંગફિશર બીયરના તમામ બ્રાન્ડ્સના એક્સપોર્ટ અને વેચાણ સંબંધિત એકાધિકાર છે.

ફરિયાદ અનુસાર, આ કંપની શારજાહ સ્થિત કંપની ટૈમી ઈન્ટરનેશનલ એફજેડઈની બીયર ઓક્સપોર્ટ કરી રહી છે. ટૈમી ઈન્ટરનેશનલ કથિત રીતે શશિકાંતને જમાઈની કંપની છે. આરોપ લગાવ્યો છે કે, અલ્ટીમેટ બ્રેન્ડિંગને સારો બિઝનેશ લાવવા અને કિંગફિશર બીયરને ઈન્ટરનેશનલ માર્કેટમાં ફ્રન્ટ કંપનીઓના લીધે વહેંચીને ડોલરોમાં સોરો નફો કમાવવા માટે UBL તરફથી કમીશન મળી રહ્યું છે.

જણાવી દઈએ કે, 2018 રહેલા UBLના એક્સપોર્ટ બિજનેસ યૂબી ગ્લોબલ જોતી હતી. જે માલ્યાના અધિકાર વાળા ફર્મ યૂનાઈટેડ બ્રિવરીઝ હોલ્ડિંગ લિમિટેડની જ સહાયક કંપની હતી. હાલમાં નેધરલેન્ડ્સની નિર્માતા કંપની હેનકિનની UBLમાં સૌથી વધુ 46 ટકા ભાગીદારી છે, ત્યારે UBLમાં માલ્યા અને તેની કેટલીક કંપનીઓ ભાગીદારી ખાલી 11 ટકા છે. જોકે, માલ્યાના આ શેરોને ઈડીએ કિંગફિશર એરલાઈન્સ બર્બાદ થયા બાદ લોનની રકમ ન ચૂકાવવા પર જપ્ત કરી લીધા હતા.

માલ્યા UBLના બોર્ડથી 2017માં હટાવવામાં આવી હતી. જોકે, સે.બી ના આદેશના કારણે માલ્યા કોઈ પણ લિલ્ટેડ કંપનીના ડાયરેક્ટર બનાવવા માટે અયોગ્ય થયા હતા. માલ્યાને આ મામલા પર ઈ-મેલના લીધે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, તેને ટૈમી ઈન્ટરનેશનલ વીશે ક્યારે પણ સાંભળ્યુ નથી અને આ કંપની કોઈ પણ સંબંધ નથી.

ગુજરાત યૂનિ.ના કુલપતિ હિમાંશુ પંડ્યાએ ‘નીડ કમિટી’ના રિપોર્ટના ધજાગરા ઉડાવ્યા