Gujarat Exclusive > દેશ-વિદેશ > વિજય માલ્યા સુપ્રીમ કોર્ટના શરણે, સંપત્તિ જપ્ત કરવાની પ્રક્રિયા પર રોક લગાવાની માંગ

વિજય માલ્યા સુપ્રીમ કોર્ટના શરણે, સંપત્તિ જપ્ત કરવાની પ્રક્રિયા પર રોક લગાવાની માંગ

0
333

ભારતીય બેંકોના 9 હજાર કરોડ રૂપિયા લઈને ફરાર થઈ ગયેલા શરાબ કારોબારી (Fugitive Liquor Tycoon) વિજય માલ્યાએ (Vijay Mallya) સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) અરજી કરી છે. જેમાં વિજય માલ્યાએ પોતાની અને પોતાના સબંધીઓની સંપત્તિ જપ્ત કરવાની પ્રક્રિયા પર રોક લગાવવાની માંગ કરી છે. આ મામલે સુનાવણી સોમવારે હાથ ધરવામાં આવશે. અગાઉ બોમ્બે હાઈકોર્ટે માલ્યાની આ અપીલને ફગાવી દીધી હતી.

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલ પોતાની અપીલમાં વિજય માલ્યાએ જણાવ્યું કે, તે માત્ર કિંગ ફિશર એરલાઈન (Kingfisher Airlines) સાથે સંકળાયેલ સંપત્તિને જપ્ત કરાવવા ઈચ્છે છે. આ સિવાય તેમની અંગત અને પારિવારિક સંપત્તિને જપ્ત ના કરવામાં આવે.

અગાઉ 11 જુલાઈના રોજ બોમ્બે હાઈકોર્ટે સંપત્તિની જપ્તીની વિરૂદ્ધ કાર્યવાહી કરવા પર રોકને લઈને માલ્યાની અપીલને રદ્દ કરી હતી. આ અરજીમાં માલ્યાએ સરકારી તપાસ એજન્સી તરફથી તેમની સંપત્તિની જપ્તીની કાર્યવાહીની પ્રક્રિયામાં રોક લગાવવા જણાવ્યું હતું.

જણાવી દઈએ કે, માલ્યા હાલના સમયે બ્રિટનમાં પ્રત્યાર્પણની કાર્યવાહીનો સામનો કરી રહ્યો છે. તેણે ભારતીય બેંકો પાસેથી 9 હજાર કરોડ રૂપિયાની ઠગાઈનો આરોપ છે. જે બાદ માલ્યા દેશ છોડીને ભાગી ગયો હતો. ભારતે 2017માં પ્રત્યાર્પણની માંગ કરી હતી અને હાલ જામીન પર બહાર છે. માલ્યાએ બ્રિટનની હાઈકોર્ટમાં પ્રત્યાર્પણ આદેશ વિરૂદ્ધ અરજી દાખલ કરી, જેના પર આગામી 11 ફેબ્રુઆરીથી 3 દિવસ સુનાવણી હાથ ધરવામાં આવશે.

‘હાથમાં છે વ્હિસ્કી..!’ ગાનાર ગુજરાતી ગાયક નશાની હાલતમાં ઝડપાયો