Gujarat Exclusive > દેશ-વિદેશ > દેશની આ બ્રાંડને લોકોએ કહ્યું હતું- નહી ચાલે, આજે 5 હજાર કરોડની કંપની

દેશની આ બ્રાંડને લોકોએ કહ્યું હતું- નહી ચાલે, આજે 5 હજાર કરોડની કંપની

0
1011

જાણીતી કેફે ચેન કૈફે કૉફી ડેના સંસ્થાપક વીજી સિદ્ધાર્થ મેંગલુરૂથી રહસ્યમય રીતે ગુમ થઇ ગયા છે. રિપોર્ટ્સ અનુસાર, તે અંતિમ વખત મેંગલુરૂમાં નેત્રાવતી નદી પાસે જોવા મળ્યા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યુ કે પરિવારના અનુરોધ પર બિઝનેસમેનને શોધવા સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતું. આ શોધખોળ માટે ડૉગ સ્કોડ અને નાવની મદદ પણ લેવામાં આવી રહી છે.

સિદ્ધાર્થ પૂર્વ વિદેશ મંત્રી એમએમ કૃષ્ણાના જમાઇ પણ છે જે કોંગ્રેસમાં દાયકા વિત્યા બાદ ભાજપમાં સામેલ થયા હતા. પોલીસ અનુસાર, સિદ્ધાર્થે પોતાના ડ્રાઇવરને મેંગલુરૂના નેત્રાવતી પુલ પર તેમને ઉતારવા કહ્યું કારણ કે તે ચાલવા માંગતા હતા.મેંગલુરૂ પોલીસ અધિકારી સંદીપ પાટિલે કહ્યું, જોકે, જ્યારે એક કલાક બાદ પણ કોઇ નજરે પડ્યુ નહતું, તો ડ્રાઇવરે પરિવારનો સંપર્ક કર્યો અને તેમને તેની સૂચના પોલીસ અધિકારીને આપી હતી.

શરૂ કર્યુ કૉફી કેફે કોન્સેપ્ટ

દેશની સૌથી મોટી કૉફી કેફે ચેન, કેફે કૉફી-ડે (Cafe Coffee Day)ના સંસ્થાપક વીજી સિદ્ધાર્થને એક સમયે કહેવામાં આવ્યુ હતું કે તમારો બિઝનેસ નહી ચાલે, મોટા ભાગના લોકોની રાય બાદ કેટલાક દિવસ માટે સિદ્ધાર્થ પોતાના પ્લાનથી હટી ગયા પરંતુ આજે કોફી કેફે ડે ભારતની એક મોટી કોફી ચેનની ગણનામાં સામેલ છે.

1996માં શરૂ થયુ કૉફી કેફે ડે

સીસીડીની શરૂઆત 1996માં થઇ હતી. 1995માં વિશ્વભરના કૉફી કલ્ચરને જોતા કર્ણાટકના વીજી સિદ્ધાર્થે કૉફી શોપ ખોલવાનો પ્લાન બનાવ્યો હતો. તમામ કઠિનાઇ બાદ કૉફી શોપ શરૂ થઇ હતી.

ક્યારેક લોકોએ કહ્યું હતું, નહી ચાલે આ બિઝનેસ

સિદ્ધાર્થના મનમાં કૈફે ખોલવાનો પ્લાન આવ્યો તો કેટલાક લોકોને પૂછવામાં આવ્યુ હતું.લોકોએ કહ્યું કે જ્યારે 5 રૂપિયામાં કોફી મળી રહી છે તો કોઇ 25 રૂપિયામાં તેની કોફી કેમ ખરીદશે. લોકોએ કોફી શોપનો બિઝનેસ શરૂ ના કરવાનું કહ્યું હતું.

કૉફી ચેનના માલિકને મળવા પર આવ્યો આઇડિયા

સિદ્ધાર્થને કૉફી ચેન ખોલવાનો આઇડિયા શીબો, જર્મન કૉફી ચેનના માલિક સાથે થયેલી વાતચીત દરમિયાન આવ્યો હતો પરંતુ લોકોની વાત સાંભળ્યા બાદ તેને આઇડિયા થોડા દિવસ માટે ડ્રૉપ કરી દીધો હતો. વર્ષ 1995માં આ ઘટનાના 8-9 મહિના બાદ સિદ્ધાર્થે સિંગાપુરની એક શૉપમાં લોકોને વેબરેજ સાથે ઇન્ટરનેટનો આનંદ લેતા જોયા હતા. તે બાદ તો સિદ્ધાર્થે વિચારી લીધુ કે તે આવુ કૈફે ખોલશે, જ્યાં લોકોની સુવિધાઓનો ખ્યાલ રાખવામાં આવશે અને તે બાદ તે પોતાના કામમાં જોડાઇ ગયા હતા.

વર્ષ 2015માં લઇને આવ્યા આઇપીઓ

વર્ષ 2015માં કૉફી ડે એન્ટરપ્રાઇજેસે પોતાનું આઇપીઓ રજૂ કર્યુ હતું. આઇપીઓથી કંપનીને પોતાનું દેવુ ઉતાર્યુ અને વિસ્તાર કર્યો હતો. ત્યારે કંપની કુલ વેલ્યુએશન આશરે 5,400 કરોડ રૂપિયા થઇ ગઇ હતી.

હવે છે 1750 આઉટલેટ્સ

કંપની પાસે આજે 1,750 કૈફે છે. ભારત સિવાય, ઓસ્ટ્રિયા,કરાંચી, દુબઇ અને ચેક રિપબ્લિકમાં પણ કંપનીના આઉટલેટ છે. જેમાં 5000થી વધુ લોકોને રોજગાર મળે છે. સીસીડી ઓર્ગેનાઇજ્ડ કૈફે સેગમેન્ટનો માર્કેટ લીડર છે. જેનો સીધો મુકાબલો ટાટા ગ્રુપની સ્ટારબક્સ સિવાય બરિસ્તા અને કોસ્ટા કૉફી સાથે પણ છે. સ્ટારબક્સના ભારતમાં 146 સ્ટોર છે.જોકે, ગત 2 વર્ષમાં સીસીડીના વિસ્તારની ઝડપ ઘટી છે અને દેવુ પણ વધ્યુ છે. ચાયોસ અને ચાય પોઇન્ટ જેવા ટી કૈફેનો પણ પડકાર મળી રહ્યો છે. સીસીડીએ નાણાકીય વર્ષ 2018માં 90 સ્મોલ ફોરમેટ સ્ટોર બંધ કર્યા હતા.

130 વર્ષથી કોફી પ્લાંટેશન સાથે જોડાયેલો છે સિદ્ધાર્થનો પરિવાર

કૈફે કોફી ડેના ફાઉન્ડર અને પ્રમુખ વીજી સિદ્ધાર્થનો પરિવાર આશરે 130 વર્ષથી કૉપી પ્લાન્ટેશન સાથે જોડાયેલા છે, તેમના પરિવાર પાસે ચિકમંગલૂરમાં 10 હજાર એકરમાં વધુ કૉફીના બગીચા છે. 1993થી સિદ્ધાર્થે ફેમિલી બિઝનેસમાં સાથ આપ્યો અને તેની કંપનીએ કૉફીનું એક્સપોર્ટ શરૂ કર્યુ હતું. 2 વર્ષની અંદર તેની કંપની દેશની સૌથી મોટી કૉફી એક્સપોર્ટર બની ગઇ.

પોતાના કૈફેમાં યૂઝ કરે છે પોતાની જ કૉફી

કૈફે કૉફી ડે પોતાના ફાર્મમાં ઉગાડવામાં આવેલી કૉફી બીન્સનો ઉપયોગ કરે છે, જેનાથી કંપનીએ ક્વોલિટી બનાવી રાખવાની સાથે પૈસા ઘટાડવામાં પણ મદદ મળે છે. કંપની કૉફી શોપમાં કોફી સિવાય બીજી પ્રોડક્ટ પણ રાખે છે. જેની માટે કંપની અમૂલ જેવી મોટી બ્રાન્ડથી પ્રોડક્ટ આઉટસોર્સ કરે છે.

રાજ્યભરમાં ભારે વરસાદ, ધરમપુરમાં 11, રાજકોટમાં 10 ઇંચ વરસાદ, આજી ડેમ ઓવરફ્લો