Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > વટવા GIDCમાં કેમિકલ ફેકટરીમાં ભીષણ આગ,આઠ લાખ લીટર પાણીનો મારો મારવામાં આવ્યો

વટવા GIDCમાં કેમિકલ ફેકટરીમાં ભીષણ આગ,આઠ લાખ લીટર પાણીનો મારો મારવામાં આવ્યો

0
224

વટવા જીઆઇડીસી ફેજ-૪માં આવેલી આલ્સ કેમિકલ પ્રા.લિ. કંપનીમાં ગત મોડી રાત્રે ૧૦.૩૦ વાગ્યે એકાએક આગ ફાટી નીકળી હતી. આગ વિકરાળ બનતા દૂર દૂર સુધી તેની જવાળા દેખાતી હતી.

ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં ૫ વોટર બાઉઝર, ૨ ફોમ નર્સર સહિત ૧૭ ફાયર વાહનો સાથે કાફલો પહોચ્યો હતો. આજે સવારે સાડા ચાર વાગ્યા સુધીમાં આઠ લાખ લિટર પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી.
આગ પેકિંગ દરમિયાન માલ ગાળવાની ચારણીમાં સ્પાર્ક થવાથી લાગી હોવાનું પ્રાથમિક તારણમાં બહાર આવ્યું હતુ. વટવા જીઆઇડીસી ફેઝ-૪માં ડાયસ ઇન્ટર મિડિયેટર બનાવવાની આલ્સ કેમિકલ પ્રા.લિ. કંપનીમાં મોડી રાત્રે આગ લાગી હતી.

આજે સવારે સાડા ચાર વાગ્યે આગને કાબુમા કરાઇ હતી. જેમાં આઠ લાખ લીટર પાણીનો મારો ચાલાવ્યો હતો. આગના કારણે ઇલેક્ટ્રીક ડીપી બળી જતાં કંપનીની ફાયર સિસ્ટમ ફેઇલ થઇ ગઇ હતી. કંપનીમાં ગેરકાયદે બાંધકામના કારણે ફાયરની ગાડીઓ અંદર પ્રવેશી શકતી ન હતી.સામાન્ય રીતે લોકો પોતાના મકાનો કે દુકાનોમાં બાંધકામો કરે છે તેમાં કોર્પોરેશન ગેરકાયદે બાંધકામ તોડવા ધમપછાડા કરે છે પરંતુ આવી અનેક ફેકટરીઓમાં પ્લાનમાં ન હોય તેવા ગેરકાયદે બાંધકામ અને લોખંડના શેડ બનાવી દે છે તેના કારણે ફાયરની ગાડીઓને ફેકટરીમાં જવાની મુશ્કેલી પડે છે. છતાં કોર્પોરેશનનો એસ્ટેટ વિભાગ આ અંગે આંખ આડા કાન કરતા ચર્ચાનો વિષય બન્યો છે.

અફઘાન સેનાની ‘એર સ્ટ્રાઇક’, બોમ્બથી ઉડાવ્યા 28 તાલિબાની આતંકી