Gujarat Exclusive > દેશ-વિદેશ > ઉત્તર પ્રદેશ: વિજળી વિભાગની મોટી બેદરકારી, વૃદ્ધને 128 કરોડનું બિલ પકડાવ્યું

ઉત્તર પ્રદેશ: વિજળી વિભાગની મોટી બેદરકારી, વૃદ્ધને 128 કરોડનું બિલ પકડાવ્યું

0
333

ઉત્તર પ્રદેશનો વિજળી વિભાગ ખોટા બિલ આપવાને લઇને કેટલાક સમયથી સતત ચર્ચામાં છે. હાપુડ સ્થિત ચામરી ગામમાં વિજળી વિભાગે એક વૃદ્ધને 128 કરોડનું બિલ પકડાવી દીધુ હતું. ખાસ વાત એ છે કે આ પીડિતને જે બિલ આપવામાં આવ્યુ તેમાં મહિનામાં માત્ર બે કિલોવોટ વિજળીનો ઉપયોગ કરવાની વાત કહેવામાં આવી છે. પીડિત વૃદ્ધ આ બિલને લઇને છેલ્લા કેટલાક દિવસથી વિજળી વિભાગના ચક્કર લગાવી રહ્યો છે પરંતુ કોઇ પણ તેની મદદ કરતુ નથી.

ન્યૂઝ એજન્સી સાથે વાતચીતમાં શમીમે કહ્યું કે અમારી વાત કોઇ પણ સાંભળતુ નથી. અમે આટલી મોટી રકમ ક્યાંથી જમા કરાવી શકીએ છીએ. અમે જ્યારે આ બિલને લઇને ફરિયાદ કરવા ગયા તો અમને કહેવામાં આવ્યુ કે વિજળી બિલ ના ભર્યુ તો અમારૂ કનેક્શન પણ કાપી નાખવામાં આવશે.

શમીમે આરોપ લગાવ્યો કે એવુ લાગે છે કે વિજળી વિભાગે આખા શહેરનું બિલ મારા ઘરના નામ પર જ જાહેર કરી દીધુ છે, તેમણે જણાવ્યુ હજુ સુધી મારા ઘરનું બિલ 700થી 800 રૂપિયા વચ્ચે આવતુ હતું. શમીમે જણાવ્યુ કે હું પોતાના ઘરમાં માત્ર એક બલ્બ અને એક પંખો જ ચાલુ રાખુ છુ. હવે એક બલ્બ અને પંખાનું બિલ આટલુ કઇ રીતે આવી શકે છે. મહત્વપૂર્ણ છે કે આ પ્રથમ ઘટના નથી જ્યારે યુપી વિજળી વિભાગે કોઇને નકલી બિલ પકડાવ્યુ હોય, આ પહેલા પણ આ વર્ષે જાન્યુઆરીમાં વિજળી વિભાગે એક યુવકને તેના ઘરમાં ઉપયોગ કરવામાં આવતી વિજળી માટે 23 કરોડ રૂપિયાનું બિલ પકડાવ્યુ હતું.