Gujarat Exclusive > દેશ-વિદેશ > ઉત્તર પ્રદેશ: દારૂના નશામાં યુવકે સાંપને ચાવીને તેના ટુકડા કર્યા, હાલત ગંભીર

ઉત્તર પ્રદેશ: દારૂના નશામાં યુવકે સાંપને ચાવીને તેના ટુકડા કર્યા, હાલત ગંભીર

0
351

સાંપનું નામ સાભળીને લોકોના રૂવાડા ઉભા થઈ જાય છે. પરંતુ ઉત્તર પ્રદેશના એટા જિલ્લાના એક યુવક અને સાંપને લઈને ચોકાવનારી ઘટના સામે આવી છે. એક રિપોર્ટ અનુસાર જિલ્લાના અસરૌલી ગામના રાજકુમાર નામના યુવકને સાંપે દંશ માર્યો હતો ત્યાર બાદ રાજકુમારે પણ જવાબ આપતા સાંપને બટકુ ભરીને તેને ચાવી ટુકડા કરી નાખ્યા હતા. ત્યાર બાદ યુવકની તબીયત ખરાબ થતા તેને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.

રાજકુમારના પિતા બાબૂ રામે જણાવ્યું હતું કે, ‘આ ઘટના બાદ રાજકુમારની હાલત ખરાબ થઈ હતી.અમે ખૂબ ગરીબ છીએ અને અમારી પાસે પૈસા ના હોવાથી તેની સારવાર કરી શકીયે તેમ નથી.’ રાજકુમારની સારવાર કરતા ડૉક્ટરોએ તેની સ્થિતિ ગંભીર જણાવી હતી. સાથે કહ્યું કે, તેને બીજી હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યો છે.

આ પહેલા પણ ગુજરાતના મહિસાગર જિલ્લામાં આવી ઘટના સામે આવી હતી. ખેતરમાં કામ કરી રહેલા 8 વર્ષના સગીરને સાંપે દંશ માર્યો હતો. સગીરે પલટવાર કરતા સાંપને બચકુ ભરી લીધુ હતું. બાદમાં બન્નેના મોત નિપજ્યા હતા.

મૉબ લિંચિંગ પર PM મોદીને પત્ર લખનાર વિરૂદ્ધ વધુ 14 હસ્તિઓ મેદાનમાં, અમદાવાદથી મોકલાયો પત્ર