Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, વાવમાં 24 કલાકમાં 9 ઈંચ ખાબક્યો

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, વાવમાં 24 કલાકમાં 9 ઈંચ ખાબક્યો

0
548

હવામાન વિભાગે સોમવાર અને મંગળવારે ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ સહિત સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. રવિવારે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્ય હતો. સુરતના ઉમરપાડા તાલુકામાં સાંજે બે કલાકમાં 59 મિલીમીટર વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગે જણાવ્યું કે, સોમવારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણના અનેક વિસ્તારો ઉપરાંત કચ્છમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં સોમવારે ભારે વરસાદ પડવાની સંભાવના છે.

હવામાન વિભાગે વધુમાં જણાવ્યું કે, મંગળવારે બનાસકાંઠા, પાટણ, નવસારી, વલસાડ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છ જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે માછીમારોને આગામી બે દિવસ સુધી દરિયો ના ખેડવાની સલાહ આપી છે. રવિવારે સાંજે વલસાડના કપરાડા, ભરૂચના નેતરંગ અને નર્મદાના ગરૂડેશ્વરમાં 12 કલાકમાં ક્રમશ: 55,48 અને 34 મિલીમીટર વરસાદ નોંધાયો હતો.

છેલ્લા 24 કલાકના વરસાદી આંકડા પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વાવમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે રાજ્યના અન્ય 168 તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો છે.

પોલીસ કર્મચારી TikTok વીડિયો બનાવશે તો આવી બન્યું, DySpનો પરિપત્ર