Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમેરિકાની ગેરકાયદેસર પ્રવેશતા લોકો પર તવાઇ, સૌથી વધુ ગુજરાતી બન્યા ભોગ

અમેરિકાની ગેરકાયદેસર પ્રવેશતા લોકો પર તવાઇ, સૌથી વધુ ગુજરાતી બન્યા ભોગ

0
1287

અમેરિકાએ 2018ની સરખામણીએ આ વર્ષે અંદાજે 50 ટકા વધુ ભારતીયોને દેશની બહાર ધકેલ્યા છે. ટ્રમ્પ સરકારે (Trump Government) વર્ષની શરૂઆતના 6 મહિનામાં જ અંદાજે 550 ભારતીયોને ગેરકાયદેસર અમેરિકામાં વસવાટ કરવાનું કારણ ધરીને દેશ નિકાલ કર્યો છે. જ્યારે 2018 અને 2017માં આ આંકડો અનુક્રમે 790 અને 570 હતો. ગૃહમંત્રાલયના સુત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, અમેરિકાએ અન્ય 350 ભારતીયોને ડિટેન્શન સેન્ટરમાં રાખ્યા છે.

કબૂતર બાજો સામાન્ય લોકોને શ્રેષ્ઠ જિંદગીના સપના બતાવીને મુર્ખ બનાવે છે. એવામાં અનેક લોકો સરળ રસ્તો પસંદ કરવાના ચક્કરમાં પોતાનો જીવ જોખમમાં મૂકે છે અને ગેરકાયદેસર રીતે બીજા દેશોમાં પ્રવેશ કરે છે. જણાવી દઈએ કે, તાજેતરમાં એક 6 વર્ષના ભારતીય બાળકીની અમેરિકા-મેક્સિકો સીમા ઓળંગવા દરમિયાન મોતને ભેટી હતી.

નવી પ્રક્રિયા લાગૂ કરવાની તૈયારી
ટ્રમ્પ સરકાર વીઝા કાનૂનોમાં મોટો ફેરફાર કરવાના કારણે ગેરકાયદેસર અમેરિકામાં વસવાટ કરવો દુષ્કર બન્યું છે. બોર્ડર પેટ્રોલ સ્ટેટિસ્ટિક્સની એક રિપોર્ટ પ્રમાણે, 2018માં 8997 ભારતીયને અમેરિકાના દક્ષિણ-પશ્ચિમ સરહદ પરથી પકડવામાં આવ્યા, જ્યારે 2017માં આ સંખ્યા 2943 હતી. આમ 2018માં વર્ષ 2017ની સરખામણીમાં ત્રણ ગણા ગેરકાયદેસર પ્રવાસીઓને પકડવામાં આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે, અમેરિકી સરકાર ટૂંક સમયમાં ગેરકાયદેસર અમેરિકામાં વસવાટ કરનારા લોકોના દેશ નીકાલ કરવાની પ્રક્રિયા અમલમાં લાવવા જઈ રહી છે, જેનાથી ઈમિગ્રેશન કોર્ટની ભૂમિકા સમાપ્ત થઈ જશે અને પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરી શકાય. આ નવા કાયદા અનુસાર, એવા લોકોનો દેશ નીકાલ કરવામાં આવશે, જે બે વર્ષની વધુ સમયથી અમેરિકામાં વસવાટ કરવાનો યોગ્ય પૂરાવા રજૂ નહી કરી શકે. અત્યાર સુધી તેવા લોકોને જ બહાર ખદેડવામાં આવી રહ્યા હતા, જે સરહદ નજીક બે સપ્તાહથી વધુ સમયથી રોકાયા હતા. નવો કાયદો ટૂંક સમયમાં અમલમાં મૂકવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

પંજાબ અને ગુજરાતના સૌથી વધુ લોકો
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, ગત મહિને ગેરકાયદેસર વસવાટ કરનારા લોકો માટે અમેરિકાથી ભારત માટે એક વિશેષ વિમાનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ગૃહ મંત્રાલયના સુત્રોએ જણાવ્યું કે, છેલ્લા 6 મહિનાઓમા આ પ્રકારના 4 વિમાનોની વ્યવસ્થા કરવામાં આવી, જેમાં દરેક વિમાનમાં 100-150 ભારતીયોને પરત મોકલવામાં આવ્યા છે. ગત વર્ષે પણ આવી જ પાંચ ફ્લાઈટોનો વ્યવસ્થા કરવામાં આવી હતી.

આધારભૂત સુત્રો મારફતે મળેલ જાણકારી અનુસાર, અમેરિકાથી ખદેડવામાં આવેલા 550 ભારતીયોમાંથી 80 ટકાની ઉંમર 20 થી 45 વર્ષની વચ્ચે છે, જ્યારે 75 ટકા લોકો પંજાબ અને ગુજરાતના છે. જો કે તેમાં મહિલાઓને સમાવેશ નથી થતો. પકડાયેલા ભારતીયોમાં મોટાભાગના લોકો ગુજરાત અને પંજાબમાં પોતાની જમીનો વેંચીને ગેરકાયદેસ અમેરિકામાં પ્રવેશ્યા છે, જેમની પાસે કોઈ સત્તાવાર દસ્તાવેજો પણ પ્રાપ્ત થયા નથી. જ્યારે 15 ટકા સ્ટૂડન્ડ વિઝા પર આવ્યા અને વિઝાની મર્યાદા સમાપ્ત થયા બાદ પણ વસવાટ કરતા પકડાયા છે.

નવા રસ્તા અપનાવવામાં આવી રહ્યા છે
સુત્રો દ્વારા જાણવા મળ્યું કે, અગાઉ એજેન્ટો અનેક ભારતીયોને મેક્સિકો, ગ્વાટેમાલા, હોંન્ડારૂસ અને અલસાલ્વાડોરના રસ્તે લઈ જતા હતા. જો કે આકરા વિઝા નિયમોના કારણે હવે એજન્ટે ઈક્વાડોરના ક્યૂટોના રસ્તે લઈ જઈ રહ્યાં છે. તે રપહલા ટર્બો પહોંચે છે, પછી કોલંબિયાની પોર્ટ સિટી પહોંચીને બસમાં પનામા જાય છે, ત્યાંથી જંગલોના રસ્તે અને બાદમાં હોડી મારફતે નદી પાર કરીને નિકારાગુઆ, હોંડારૂસ અને ગ્વટેમાલા પહોંચે છે.

સુત્રો દ્વારા પ્રાપ્ત વિગત અનુસાર, મોટાભાગના દેશોએ પોતાના વિઝા નિયમો કડક કરી લીધા છે, જેના કારણે વિશ્વભરમાં ગેરકાયદેસર પ્રવાસીઓને ખદેડવામાં આવી રહ્યાં છે. ભારતીયોને દેશની બહાજ જતા અટકાવવા માટે સરકાર હવે એવા તમામ એજન્ટો પર તવાઈ બોલાવવા માંગે છે, જે લોકોને ગેરકાયદેસર રીતે બહાર મોકલે છે. સરકાર તેના પર ઝડપથી કાર્યવાહી પણ કરવા જઈ રહી છે.

હિમાચલ BJP મહિલા મોર્ચા અને BJYM પદાધિકારીનો અશ્લિલ વીડિયો વાયરલ