Gujarat Exclusive > દેશ-વિદેશ > USમાં મહિલાનું ટોપલેસ વોટિંગઃ ટ્રમ્પ વિરોધી લખાણવાળુ ટી શર્ટ જ ઉતારી દીધુ

USમાં મહિલાનું ટોપલેસ વોટિંગઃ ટ્રમ્પ વિરોધી લખાણવાળુ ટી શર્ટ જ ઉતારી દીધુ

0
106

આપણને વોટિંગની ખબર છે, પરંતુ આપણે ક્યારેય ટોપલેસ વોટિંગના સમાચાર સાંભળ્યા છે. આ પ્રકારનું ટોપલેસ વોટિંગ પાછું મહિલા કરે ત્યારે શું સ્થિતિ થાય. આવી જ ઘટના અમેરિકામાં બની હતી. ટ્રમ્પ(Trump) નો વિરોધ કરતી મહિલાએ ટોપલેસ (Topless) થઈ વોટિંગ  (voting) કરીને ત્યાંના ચૂંટણી અધિકારીઓ (Election officials)ને ચોંકાવી દીધા હતા.

વાસ્તવમાં ચૂંટણી અધિકારીઓએ તેને ટ્રમ્પ વિરોધી ટી-શર્ટ (T-shirt) પહેરીને મતદાન કરતા રોકી હતી અને કહ્યુ હતું કે ચૂંટણીમથકમાં કોઈના સમર્થન કે વિરોધમાં આ પ્રકારના ટી-શર્ટ પહેરી ન આવી શકે. તે મહિલાએ વોટિંગ વખતે ટ્રમ્પ વિરોધી ટી-શર્ટ પહેર્યુ હતુ ત્યારે તેને કહેવાયું કે તે ચૂંટણીમથકે ટ્રમ્પ વિરોધી ટીશર્ટ પહેરીને મતદાન કરવા ન જઈ શકે, તેના જવાબમાં તેણે ચૂંટણી અધિકારીઓને હતપ્રભ કરી દેતા તેનું ટી-શર્ટ ત્યાં જ કાઢીને ટોપલેસ થઈને મતદાન કર્યુ હતુ. આ સમગ્ર ઘટના ન્યૂ હેમ્પશેર ખાતે બની હતી.

મહત્ત્વની વાત તે હતી કે આ મહિલાએ પહેલા ટી-શર્ટમાં મેક્કેઇન હીરો, ટ્રમ્પ ઝીરો લખ્યું હતું. તેને કહેવાયું હતું કે તે આ પ્રકારનું ટી શર્ટ દૂર કરે કારણ કે તે ચૂંટણીના નિયમોનો ભંગ કરે છે. આમ કહ્યા પછી ચૂંટણી કચેરીનો સ્ટાફ બીજું કંઈ સમજે તે પહેલા તે મહિલાએ ટી-શર્ટ ઉતારી નાખ્યુ અને ટોપલેસ થઇને મતદાનની પોતાની ફરજ નીભાવી.

ઘટનાક્રમ

આ મહિલા ન્યૂ હેમ્પશેર ખાતેના એક્સ્ટરમાં મતદાન કરવા આવી હતી ત્યારે મંગળવારે બની હતી. ટાઉન મોડરેટર પૌલ સ્કાફિદીએ તે મહિલાને જણાવ્યું હતું કે તે પોતે જે રાજકીય ઉમેદવારની તરફેણ કરે છે અને જેને મત આપવાની છે તેનું ટી-શર્ટ પહેરીને મતદાન મથકની અંદર ન જઈ શકે.

આ પણ વાંચોઃ મણિનગરની તમિલ શાળા બંધ કરવા સામે વિદ્યાર્થીઓ અને વાલીઓનો વિરોધ

રાજ્યના કાયદા મુજબ કોઈપણ વ્યક્તિ ચૂંટણીના સ્થળે કેમ્પેઇન મટીરિયલ લાવી ન શકે, પોસ્ટ કરી ન શકે વિતરીત ન કરી શકે અને પહેરી પણ ન શકે. આમ કરનારાઓને 1,000 ડોલર સુધીનો દંડ થઈ શકે છે. પછી તે ટ્રમ્પ હોય કે મેક્કેઇન હોય. મેક્કેઇન 2018માં મૃત્યુ પામ્યા હતા. આજની ચૂંટણીમાં ગવર્નર અને કોંગ્રેસ માટે મતદાન થયું હતું.

મહિલાએ ટી-શર્ટ ઉતારી મતદાન કર્યુ

મહિલાએ નિર્દેશ કર્યો હતો કે નજીકની મહિલાએ અમેરિકન રાષ્ટ્રધ્વજને સમર્થન આપતું ટી-શર્ટ પહેર્યુ છે. તે અંગે સ્કાફિદીએ જણાવ્યું હતું કે અમેરિકન ઝંડો કંઈ ચૂંટણીમાં ઉતર્યો નથી કે તેનો હિસ્સો નથી અને પછી ટ્રમ્પ ઝીરો શર્ટ કવર્ડ કર્યુ હતુ.

આ પણ વાંચોઃ ગુજરાતની પ્રથમ હેરિટેજ ટુરિઝમ પોલિસી જાહેર, હોટલના રિનોવેશન માટે 10 કરોડ સુધીની સહાય

તે પછી તે મહિલાએ પૂછ્યુ હતું કે તેઓ ઇચ્છે છે કે તે શર્ટ કાઢી નાખી. તેણે અંદર કશું પહેર્યુ ન હતુ. તેના પછી ચૂંટણી અધિકારીએ કહ્યું કે હું કંઈ કહું અને સમજુ તે પહેલા તેણે ટી શર્ટ ઉતારી દીધું. મારી પાસે પ્રતિસાદ આપવાનો પણ સમય ન હતો. તેણે પછી ટી-શર્ટ ઉતારીને વોટ કર્યો. તેણે નોંધ્યું કે તે ફક્ત હોલ સુધી ગઈ અને ત્યાં મતદાન કરી બહાર આવી. મતદાન પછી તેણે પોતાનુ શર્ટ પરત લઈ પહેરી લીધું અને જતી રહી.

મહિલા સામે કોઈ પગલાં નહીં

તે સમયે આજુબાજુ 15 મતદાતાઓ હતા. સ્કાફિદીએ જણાવ્યું હતું કે તેમણે ત્યાં કોઈ બાળક જોયો ન હતો. સ્કાફિદી તેની સામે આ રીતે જાહેરમાં અયોગ્ય વ્યવહાર કરવા બદલ રાજ્યના કાયદાનો ઉપયોગ કરી શકતા હતા, પરંતુ તેઓ સ્થિતિને વધારે બગાડવા માંગતા ન હતા અને અમારા માટે વધારે મહત્ત્વની વાત તે હતી કે અમારે 2,000 લોકો સલામત રીતે મતદાન કરી શકે તે જોવાનું હતું અને તેમાથી કેટલા ગેરહાજર રહ્યા છે તે તપાસવાનું હતું.