Gujarat Exclusive > રાજનીતિ > તો શું 2014માં કોંગ્રેસની હાર પાછળ UPA જવાબદાર હતું?

તો શું 2014માં કોંગ્રેસની હાર પાછળ UPA જવાબદાર હતું?

0
46

નવી દિલ્હી: કોંગ્રેસ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મનીષ તિવારીએ 2014માં કોંગ્રેસની હાર માટે યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (UPA)ની ભૂમિકાને લઈને અનેક સવાલ ઉઠાવ્યા છે.

મનીષ તિવારીએ જણાવ્યું કે, શું 2014માં કોંગ્રેસની હાર માટે UPA જવાબદાર છે? આ યોગ્ય સવાલ છે અને તેનો જવાબ મળવો જ જોઈએ.

પંજાબના શ્રી આનંદપુર સાહિબથી કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ ટ્વીટ કરીને 4 પ્રશ્નો પૂછ્યા છે.
→ શું 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શન માટે UPA જવાબદાર હતું?
→ શું કોંગ્રેસને હરાવવા માટે UPAની અંદર જ ષડયંત્ર રચવામાં આવ્યું હતું?
→ 2019ની લોકસભા ચૂંટણીમાં હારની સમીક્ષા થવી જોઈએ
→ છેલ્લા 6 વર્ષોમાં UPA પર કોઈ પ્રકારના આરોપો નથી લગાવવામાં આવ્યા

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકાર બહુ લાંબા સમય સુધી નહી ચાલે: રાજ ઠાકરે

UPAમાં અનેક રાજકીય પાર્ટીઓનું ગઠબંધન
UPA એક કરતાં વધુ રાજકીય પાર્ટીઓનું ગઠબંધન છે. જેની આગેવાની કોંગ્રેસ કરે છે. 2004 થી 2014 સુધી UPAની સરકાર કેન્દ્રમાં હતી. એ સમયે UPAમાં કોંગ્રેસ ઉપરાંત નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP), રાષ્ટ્રીય જનતા દળ (RJD), જમ્મુ-કાશ્મીર નેશનલ કૉન્ફરન્સ (JKNF), ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ અને DMK સામેલ છે.

આ ઉપરાંત UPAનો હિસ્સો ઝારખંડ મુક્તિ મોર્ચા (JMM), જનતાદળ સેક્યુલર (JDS), કેરળ કોંગ્રેસ, MDMK, RSP, AIUDF સહિત કેટલાક અપક્ષ નેતાઓ સામેલ હતા. 2014 સુધી સોશિયલ જનતા (ડેમોક્રેટિક), 2012 સુધી તૃણમૂલ કોંગ્રેસ અને AIMIM પણ UPAનો જ ભાગ હતી.

જણાવી દઈએ કે, 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપની આગેવાનીમાં લડી રહેલા NDA ગઠબંધનના ખાતામાં 334 બેઠકો આવી હતી. જ્યારે UPAને માત્ર 50 બેઠકો પર જીત મેળવીને સંતોષ માનવો પડ્યો હતો.