Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > Cyber Crime: પિતા અમદાવાદમાં ગેરેજ મજૂર; પુત્રીના બેન્ક ખાતામાં રુ.10 કરોડ

Cyber Crime: પિતા અમદાવાદમાં ગેરેજ મજૂર; પુત્રીના બેન્ક ખાતામાં રુ.10 કરોડ

0
229
  • PM આવાસ યોજનાના નામે Cyber Crime દ્વારા યુવતીને ફસાવાઇ
  • અલ્હાબાદ બેન્કની બાંસડીહ શાખામાં યુવતીના ખાતામાં કરોડોની હેરફેર

બલિયા(યુપી):અમદાવાદમાં ગેરેજમાં કામ કરી યુપીમાં પરિવારનું ગુજરાન ચલાવતા એક પિતાની દિકરીના બેન્ક એકાઉન્ટમાં 10 કરોડ રુપિયાની રકમ જમા થઇ ગઇ! Cyber Crimeના મામલામાં  ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના બાંસડિહ તાલુકાના રુકુનપુરા ગામમાં સાધારણ પરિવારની યુવતી સરોજના બેન્ક એકાઉન્ટમાં કોઇએ 9 કરોડ 99 લાખ 7સો 36 રુપિયા જમા કરાવી દીધા.

આ પણ વાંચોઃ માત્ર 4 વર્ષમાં જ PM મોદીના પ્રવાસ પાછળ કુલ 517.82 કરોડનો ખર્ચ

પાસબુક એપડેટ કરાવવા ગઇ ત્યારે ખબર પડી

સરોજ જ્યારે પાસબુક અપડેટ કરાવવા ગઇ ગઇ ત્યારે બેન્ક કર્મચારીએ તેને આ રકમ અંગે માહિતી આપી હતી. સાથે તેના ખાતામાંથી થયેલા અનેક વ્યવહારની પણ વિગતો આપી. આ જાણી યુવતીના હોશ ઊડી ગયા હતા. સરોજ તેની માતા સાથે બાસડીહ પોલીસ મથકે પહોંચી હતી અને તેની ફરિયાદ લખાવી હતી.

સરોજ પાસે કોઇ ઔપચારિક ડીગ્રી નથી. તે બહુ ભણેલી નથી. કોઇ રીતે સહી કરી લે છે. તેથી તે સાયબર ક્રાઇમ (Cyber Crime)નો શિકાર બની ગઇ. તેના પિતા સુબેદાર સાહની અમદાવાદની એક ગેરેજમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.

અલ્હાબાદ બેન્કમાં 2018માં ખાતું ખોલાવ્યું હતુ Cyber Crime

સરોજે ફરિયાદમાં દર્શાવ્યું કે

“અલ્હાબાદ બાંસડીહ શાખામાં 2018માં ખાતુ ખોલાવ્યું હતું ત્યારે કાનપુરના જનપદના ગ્રામ પાકરાના બાધીર વિસ્તારના કોઇ નિલેશકુમાર નામના શખસે તેને ફોન પર વડાપ્રધાન આવાસા યોજનામાં ઘર અપાવવાના નામે તેનો આધાર કાર્ડ અને ફોટો આપવાનું કહ્યું હતું.”

આ પણ વાંચોઃ NSA હેઠળ 2017-2018માં 1,200ની ધરપકડ કરવામાં આવી

સરોજે તેને આધાર કાર્ડ અને ફોટો કોપી તેમજ અન્ય દસ્તાવેજની કોપી તેના સરનામે મોકલી દીધી હતી. ત્યાર બાદ સરોજને ટપાલથી ATM કાર્ડ મળ્યું હતું. જે પણ નિલેશ તેની પાસેથી મંગાવી લીધું હતું. સરોજે તેને પીન નંબર પણ જણાવી દીધુ હતું. જો કે સરોજે પોલીસને તેના ખાતામાં થયેલા ટ્રાન્ઝેક્શન અંગે જાણ નહીં હોવાની વાત કરી છે.

સરોજનું એકાઉન્ટ સીઝ કરી દેવાયું

Cyber Crimeના સૂત્રધાન નિલેશનો ફોન હવે સ્વીચઓફ બતાવે છે. જેના પર સરોજની વાત થતી હતી. જ્યારે બાંસડીહ પોલીસ મથકના અધિકારી રાજેશકુમાર સિંહે જણાવ્યું કે પોલીસ મામલાની તપાસ કરી રહી છે. ત્યાર બાદ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

ખાતામાં 10-20 હજારના અનેક ટ્રાન્ઝેક્શન થયા Cyber Crime

અલ્હાબાદ બેન્ક શાખાના મેનેજર સરોજકુમાર સિંહે જણાવ્યું કે સૂબેદાર સાહનીની પુત્રી સરોજ કુમારીનું 2 ઓગસ્ટ 2018ના રોજ ખાતું ખોલવામાં આવ્યું હતું. ત્યારથી 22 જાન્યુઆરી 2020 સુધીમાં આ ખાતામાં 1,75,9120 રુપિયા જમા થયા અને 1,75,3857 રુપિયાનો ઉપાડ થયો દરમિયાનમાં ખલીલાબાદ બ્રાન્ચથી સૂચના મળી કે આ ખાતા નંબરથી ઓનલાઇન ખોટા ટ્રાન્ઝેક્શન થઇ રહ્યા છે. તેથી 15 ફેબ્રુઆરીના રોજ આ ખાતામાં અનંદાજિત 10 કરોડ રુપિયા હોલ્ડ કરી દેવાયા.

આ પણ વાંચોઃ લોભી હોય ત્યાં ઘુતારા ફાવે: સસ્તા સોનાની લાલચ આપી દંપતીએ 35 લૂંટમાં રૂ.1.30 કરોડ લૂંટ્યા