Gujarat Exclusive > દેશ-વિદેશ > UP કેબિનેટ મંત્રી કમલ રાનીનું કોરોનાથી નિધન, CM યોગીએ સંવેદના વ્યક્ત કરી

UP કેબિનેટ મંત્રી કમલ રાનીનું કોરોનાથી નિધન, CM યોગીએ સંવેદના વ્યક્ત કરી

0
46
  • CM યોગીએ ટ્વિટ કરી સંવેદના પ્રગટ કરી
  • કમલ રાની અગાઉ સાંસદ પણ રહી ચૂક્યાં છે.


લખનઉઃ
ઉત્તર પ્રદેશનાં કેબિનેટ મંત્રી કમલ રાની વરૂણ (Kamal Rani Varun) નું નિધન થઇ ગયું છે. તેઓનું પૂરુ નામ કમલ રાની વરૂણ (Kamal Rani Varun) હતું અને તેઓ યુપી વિધાનસભાનાં સભ્ય હતાં. આ પહેલાં તેઓ સાંસદ પણ રહી ચૂક્યાં છે. કમલ રાની વરૂણ યુપી સરકારમાં ટેક્નિકલ એજ્યુકેશન મંત્રી હતાં. કમલ વરૂણ કોરોનાથી સંક્રમિત હતાં અને લખનઉનાં પીજીઆઇમાં તેમની સારવાર ચાલી રહી હતી. બીજી બાજુ CM યોગી આદિત્યનાથે તેમની અયોધ્યાની મુલાકાત પણ રદ કરી છે.

કમલ રાની વરૂણ ઉત્તર પ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી હતાં, કમલ રાનીનું કોરોનાથી મોત નિપજ્યું છે. તેઓ 18 જુલાઇનાં રોજ કોરોના સંક્રમિત થયા હતાં. બાદમાં તેઓને સારવાર માટે લખનઉ પીજીઆઇમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાં રવિવારનાં રોજ આજનાં દિવસે તેમનું મોત નિપજ્યું. ગયા મહીને જ તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો કે જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વિટ કરીને લખ્યું કે, “ઉત્તર પ્રદેશ સરકારમાં મારી સહયોગી, કેબિનેટ મંત્રી શ્રીમતી કમલ રાની વરૂણજીનાં નિધનની સૂચના, વ્યથિત કરી મૂકનારી છે. પ્રદેશે આજે એક સમર્પિત જનનેત્રી ખોયા છે. તેમનાં પરિવારજનો પ્રત્યે મારી સંવેદના હું પ્રગટ કરું છું. ઇશ્વર તેમની આત્માને પોતાનાં શ્રી ચરણોમાં સ્થાન પ્રદાન કરે. ॐ શાંતિ!”

આ પણ વાંચોઃ રામ મંદિર ભૂમિ પૂજન: CM યોગી આદિત્યનાથનો અયોધ્યા પ્રવાસ રદ્દ

કોણ હતાં કમલ રાની વરૂણ?

કમલ રાની વરુણનો જન્મ 3 મે 1958નાં રોજ લખનઉમાં થયો હતો. તેઓનાં લગ્ન કાનપુરમાં રહેતા કિશન લાલ સાથે થયા હતાં. કિશન લાલ LICમાં પ્રશાસનિક અધિકારી અને RSSનાં પ્રતિબદ્ધ સ્વયંસેવક હતાં. કમલ રાનીએ 1977માં પહેલી વાર મતદાતા પરચી કાપવાનું કામ શરૂ કરીને રાજકારણમાં એન્ટ્રી મારી હતી. પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત તેમને ગંદી વસ્તીઓથી કરી હતી. તેઓ સેવા ભારતીનાં સેવા કેન્દ્રમાં બાળકોને ભણાવતા હતાં અને ગરીબ મહિલાઓને સિવણકામ, વણાટકામ વગેરેની ટ્રેનિંગ આપવા લાગ્યા હતાં.

1989માં તેઓ કાનપુરના દ્વારકાપુરી વોર્ડથી ભાજપની ટિકિટ મેળવી કોર્પોરેટર બન્યા હતાં. 1995માં ફરી બીજી વાર કોર્પોરેટર તરીકે તેઓ ચૂંટાઈ આવ્યાં હતાં. 1996માં ભાજપે તેમને ઘાટમપુર (અનામત) સંસદીય સીટથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતાં. ત્યારે 1998માં તેઓ ફરી વાર તે જ જગ્યાએથી જીત્યા હતાં. જો કે 1999માં લોકસભા ચૂંટણીમાં ફક્ત 585 મતોથી BSPનાં પ્યારેલાલ સંખવાર સામે ચૂંટણી હાર્યા હતાં. જ્યારે તેઓ MP (સાંસદ) હતાં ત્યારે તેમને લેબર એન્ડ વેલફેર, ઉદ્યોગ, મહિલા સશક્તિકરણ, રાજભાષા અને પર્યટન મંત્રાલયની સંસદીય સલાહકાર સમિતિઓમાં પણ કામ કર્યું હતું.

આ પણ વાંચોઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 17.50 લાખને પાર, 24 કલાકમાં 853ના મોત