Gujarat Exclusive > દેશ-વિદેશ > ઉન્નાવ દુષ્કર્મ કેસ: CJI સુધી ના પહોંચ્યો પીડિતાનો પત્ર, SCમાં કાલે સુનાવણી

ઉન્નાવ દુષ્કર્મ કેસ: CJI સુધી ના પહોંચ્યો પીડિતાનો પત્ર, SCમાં કાલે સુનાવણી

0
300

ઉત્તર પ્રદેશના ઉન્નાવ રેપ કેસમાં (Unnao Rape Case) સુપ્રીમ કોર્ટે (Supreme Court) ગુરૂવારે સુનાવણી હાથ ધરવામાં આવશે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ પીડિતાના મેડિકલ રિપોર્ટ મંગાવ્યો છે. બુધવારે સુનાવણી દરમિયાન સિનિયર વકીલ વી ગિરીએ જણાવ્યું કે, આ કેસને ઉત્તર પ્રદેશની (Uttar Pradesh) બહાર ટ્રાન્સફર કરવામાં આવવો જોઈએ, પીડિતા દ્વારા આ પત્ર ઘણાં સમય પહેલા લખવામાં આવ્યો હતો, પરંતુ ચીફ જસ્ટિસને આ પત્ર પ્રાપ્ત થઈ શક્યો નહતો.

પીડિત પરિવાર તરફથી લખવામાં આવેલ પત્ર ન મળવા પર ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ (CJI) નારાજગી વ્યક્ત કરી છે. આ સાથે જણાવ્યું કે, તેમને આ બાબતની જાણકારી ન્યુઝ પેપર મારફતે મળી છે. CJI રંજન ગોગોઈએ રજિસ્ટ્રારને પૂછ્યું કે, 12 જુલાઈના રોજ લખવામાં આવેલ પત્ર તેમની પાસે અત્યાર સુધી કેમ પહોંચ્યો નથી. રજિસ્ટ્રારને એક સપ્તાહની અંદર જવાબ આપવા જણાવાયું છે.

મુખ્ય ન્યાયાધીશી આ વાત ત્યારે જણાવી, જ્યારે એક વકીલે એક કેસમાં ઉન્નાવ દુષ્કર્મ કાંડનો ઉલ્લેખ કર્યો. જણાવી દઈએ કે, ઉન્નાવ રેપ કાંડના પીડિત પરિવારે 12 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને પત્ર લખ્યો હતો. પીડિત પરિવારે આ પત્રમાં ધારાસભ્યો કુલદીપ સિંહ સેંગર દ્વારા મળતી ધમકીઓનો ઉલ્લેખ કર્યો હતો.

CBI દ્વારા કેસ દાખલ
અગાઉ CBI એ ઉન્નાવ દુષ્કર્મની પીડિતાના અકસ્માત મામલે કેસ દાખલ કર્યો છે. CBIએ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર અને તેના ભાઈ સહિત કુલ 10 લોકો વિરૂદ્ધ જાણવાજોગ અને 15-20 અન્ય અજ્ઞાત લોકો વિરૂદ્ધ હત્યા, હત્યાનો પ્રયાસ અને ખૂની ષડયંત્રની કલમો અંતર્ગત કેસ દાખલ કરાવ્યો છે. આ કેસ CBIએ લખનઉની એન્ટી કરપ્શન બ્રાન્ચમાં દાખલ કરાવ્યો છે. હવે CBI આ મામલે સચ્ચાઈ શું છે, તેની તપાસ આદરશે.

રાયબરેલી માર્ગ અકસ્માતમાં ગંભીર રૂપે ઈજાગ્રસ્ત થયેલ ઉન્નાવ દુષ્કર્મ પીડિતા અને તેના વકીલની હાલત ગંભીર છે. પીડિતા હજું પણ વેન્ટીલેટર પર છે. ઉલ્લેખનીય છે કે, રવિવાર એક બેકાબુ ટ્રકે એક કારને ટક્કર મારી હતી. જેમાં પીડિતા પોતાના સબંધીઓ અને વકીલ સાથે જઈ રહી હતી. આ ઘટનામાં તેના બે સબંધીઓના મોત નીપજ્યા છે, જ્યારે પીડિતા અને તેના વકીલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

ટ્રીપલ તલાક બિલ પર આ પાકિસ્તાની એક્ટ્રેસે PM મોદીની કરી પ્રશંસા