Gujarat Exclusive > દેશ-વિદેશ > ઉન્નાવ રેપ કેસ: BJP ધારાસભ્ય વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ

ઉન્નાવ રેપ કેસ: BJP ધારાસભ્ય વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ

0
729

ઉન્નાવ રેપના પીડિતાના અકસ્માત મામલે બીજેપીના ધારાસભ્ય કુલદીપ સેંગર અને તેમના ભાઈ સહિત 10 લોકો વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. ઉન્નાવ રેપ પીડિતાના કાકાએ આ એફઆઈઆર દાખલ કરાવી છે. પીડિતાના કાકા તરફથી દાખલ કરાવવામાં આવેલી એફઆઈઆરમાં ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર, ધારાસભ્યના ભાઈ મનોજ સેંગરનું નામ પણ શામેલ છે. મામલામાં આરોપી રિંકુ વિરુદ્ધ પણ એફઆઈઆર દાખલ કરાવી છે. જણાવી દઈએ કે, બીજેપી ધારાસભ્ય કુલદીપ સેંગર ઉપર રેપનો આરોપ લગાવનારી પીડિતા રવિવારે એક રોડ અકસ્માતમાં ગંભીર ઈજા થઈ છે. દૂર્ઘટનામાં પીડીતાની માસી, કાકી અને ડ્રાઈવરનું મોત થયુ છે અને પીડિત તેમજ તેના વકીલ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે. ઉત્તર પ્રદેશના રાયબરેલી સ્થિત ગુરબખ્સ ગંજ વિસ્તારમાં ગેંગરેપ પીડિતાની ગાડી અને ટ્રક વચ્ચે રવિવારે ટક્કર થઈ હતી. પીડિતાની માતાનું કહેવુ છુ કે, ‘અમને ખબર પડી છે કે અકસ્માતમાં ધારાસભ્યના લોકો જવાબદાર છે’

લખનઉના ટ્રૉમા સેન્ટરમાં દાખલ છે ઘાયલ

ઉન્નાવ રેપ કેસની પીડિતાના કાકા જેલમાં બંધ છે, કાકાને મળવા માટે પીડિતા, તેની કાકી અને વકીલ મહેન્દ્રસિંહ રાયબરેલી જેલ જઇ રહ્યાં હતા. આ દરમિયાન એક ટ્રકે તેમની કારને ટક્કર મારી હતી. દૂર્ઘટનામાં પીડિતા ગંભીર રીતે ઘાયલ થઇ ગઇ છે. જ્યારે તેની માતા,કાકી અને વકીલનું મોત થયુ છે. આ દૂર્ઘટના રાયબરેલીના અતરૂઆ ગામ પાસે થઇ હતી. ઘટનાસ્થળે પહોચેલી પોલીસે ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા હતા. પીડિતા અને પરિવારજનોની સુરક્ષા માટે જે ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા હતા તે મુસાફરી દરમિયાન હાજર નહતા.

ટક્કર મારનારી ટ્રકની નંબર પ્લેટ ખરાબ

પીડિતાની કારને એક મોટી ટ્રકે ટક્કર મારી હતી. ટ્રક પર રિતુરાજ એક્સપ્રેસ લખેલુ છે પરંતુ નંબર પ્લેટ પર કાળો કલર લગાવવામાં આવ્યો છએ. કેટલાક લોકોનું કહેવુ છે કે પીડિતાની કારને ષડયંત્ર હેઠળ ટક્કર મારવામાં આવી છે.

સેંગર પર શું છે આરોપ?

પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે ઉન્નાવના બાંગરમઉના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરે તેની સાથે 4 જૂન, 2017માં પોતાના ઘરે દુષ્કર્મ આચર્યુ હતું. સગીરા પીડિતા ત્યા પોતાના એક સબંધી સાથે તેમની પાસે નોકરી માંગવા માટે આવી હતી. ફરિયાદ છતા ઉન્નાવ પોલીસે કોઇ કાર્યવાહી કરી નહતી, જેની પર પીડિતાએ સીએમ યોગી આદિત્યનાથના ઘરે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

કુલદીપ વિરૂદ્ધ ભારતીય બંધારણની કલમ 363,366,376,506 અને પૉક્સો એક્ટ હેઠળ કેસ દર્જ છે. યુપી સરકારે આ મામલે તપાસ સીબીઆઇ પાસે કરાવવાની માંગ કરી હતી, જેને મંજૂરી કરી લીધી છે. કુલદીપ સેંગર બાંગરમઉથી બીજેપીના ધારાસભ્ય છે. કુલદીપ ઉન્નાવની અલગ-અલગ વિધાનસભા બેઠક પરથી ચાર વખત સતત ધારાસભ્ય રહ્યાં છે.

પીડિતાના પિતાને માર મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા

ધારાસભ્યનું સ્થાનીક તંત્ર પર એવી અસર હતી કે જ્યારે પીડિતાના પિતા આ મામલે રજૂઆત કરવા દિલ્હીથી ઉન્નાવ પહોચ્યા તો સુનાવણીની જગ્યાએ તેમની વિરૂદ્ધ ગેરકાયદેસર હથિયાર રાખવાનો કેસ દાખલ કરવામાં આવ્યો. માથી પોલીસ સ્ટેશનથી ધારાસભ્યના ભાઇ અતુલ સિંહ સેંગર અને સમર્થકોએ તેમને એટલો માર માર્યો કે ગંભીર રીતે ઘાયલ પિતાએ દમ તોડી નાખ્યો હતો. આ મામલે કોન્સ્ટેબલ અને એક પોલીસ અધિકારી સામે કેસ દાખલ કરી બન્નેને જેલમાં મોકલવામાં આવ્યા છે.

BJPના બે નેતાનો સોશિયલ મીડિયા ઉપર અશ્લીલ વીડિયો વાયરલ, બે નેતા સસ્પેન્ડ