Gujarat Exclusive > રાજનીતિ > કેન્દ્રીય મંત્રીનો માર્ક ઝૂકરબર્ગને પત્ર- ‘ફેસબુકનો સ્ટાફ PM મોદીને ગાળો આપે છે’

કેન્દ્રીય મંત્રીનો માર્ક ઝૂકરબર્ગને પત્ર- ‘ફેસબુકનો સ્ટાફ PM મોદીને ગાળો આપે છે’

0
101

નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે (Ravishankar Prasad) ફેસબુકના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર (CEO) માર્ક ઝૂકરબર્ગ (Mark Zuckerberg)ને પત્ર લખીને આરોપ લગાવ્યો છે કે, ફેસબુક ટીમના કર્મચારીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગાળો ભાંડે છે.

રવિશંકર પ્રસાદે Facebook CEOને લખેલા આ પત્રમાં કહ્યું છે કે,

“2019ની લોકસભા ચૂંટણી (Loksabha Election)માં ફેસબુક ઈન્ડિયા (Facebook India) મેનેજમેન્ટ દ્વારા દક્ષિણ પંથી વિચારધારા સમર્થન FB પેજને હટાવવામાં આવ્યા અથવા તો તેમની પહોંચ ઓછી કરી દેવામાં આવી. આટલું જ નહીં, આ લોકોને અપીલ કરવાનો અધિકાર પણ આપ્યો નહતો.

રિપોર્ટ છે કે, ફેસબુક ઈન્ડિયા ટીમમાં અનેક સીનિયર અધિકારી એક વિશેષ રાજકીય વિચારધારાને સમર્થન કરે છે. તેઓ PM મોદી અને વરિષ્ઠ કેન્દ્રીય મંત્રીઓ પ્રતિ અપશબ્દ વાપરે છે. ફેસબુકે નિષ્પક્ષ હોવું જોઈએ.”

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ ભાજપ અને ફેસબુક વચ્ચે સાંઠગાંઠનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસે અમેરિકન અખબારના રિપોર્ટનો આધાર આપતા કહ્યું છે કે, સોમવારે ભાજપ અને ફેસબુક વચ્ચે સાંઠગાંઠનો ફરીથી આરોપ લગાવતા કહ્યું કે, વિદેશી સોશિયલ નેટવર્કિંગ સાઈટનું કામ “ડિજિટલ સામ્રાજ્યવાદ” જેવું છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિપક્ષ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે,

“ફેસબુક ઈન્ડિયા સાથે સંકળાયેલા લોકોની તપાસ થવા સુધી આ કંપનીના પેન્ડિંગ પ્રસ્તાવોને મંજૂરી ના મળવી જોઈએ. બે અઠવાડિયાની અંદર ત્રણ જાણીતા ઈન્ટરનેશનલ મીડિયા હાઉસના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, ફેસબુક અને વ્હોટ્સએપએ ભાજપ સાથે સાંઠગાંઠ કરીને ભારતીય લોકતંત્ર અને સામાજિક સદ્દભાવ પર હુમલો કર્યો છે.

આ મામલે JPC તપાસ થાય. ફેસબુક ઈન્ડિયા સાથે સંકળાયેલા લોકોની પણ તપાસ થાય. આ તપાસ થવા સુધી ફેસબુક અને વ્હોટ્સએપ માટે લાઈસન્સ મંજૂરી સબંધિત પેન્ડિગ પ્રસ્તાવોને મંજૂરી ના મળવી જોઈએ.”

આ પણ વાંચો:  LAC: ચુમારમાં ઘુસણખોરી કરી રહેલા ચીની સૈનિકોને ભારતીય જવાનોએ ભગાડ્યાં

ફેસબુક મુદ્દે સંસદની સ્થાયી સમિતિ કરશે ચર્ચા
ફેસબુક મુદ્દે રાજકીય ઘમાસાણ વચ્ચે સંસદની એક સમિતિ બુધવારે બેઠક કરશે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સના કથિત દૂરૂપયોગને લઈને ચર્ચા કરશે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરુરની અધ્યક્ષતા ધરાવતી સ્થાયી સમિતિએ ફેસબુકના અધિકારીઓને બોલાવ્યા છે. જે નાગરિક અધિકારોની રક્ષાના વિષય અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મના દુરુપયોગ પર તેમનો જવાબ સાંભળશે.

આ સમિતિએ આ મામલે ઈન્ફોર્મેશન એન્ડ ટેક્નોલૉજી મિનિસ્ટરના અધિકારીઓને પણ તેડુ મોકલ્યું છે. આ સમિતિની બેઠક મંગળવારે થવાની હતી. જો કે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના અવસાનને પગલે રાષ્ટ્રીય શોકના કારણે આ બેઠક એક દિવસ માટે ટાળી દેવામાં આવી હતી.