Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > PM મોદીનો 70મો જન્મદિવસ, દેશમાં 3.60 કરોડ યુવાનો બેરોજગાર : CMIE

PM મોદીનો 70મો જન્મદિવસ, દેશમાં 3.60 કરોડ યુવાનો બેરોજગાર : CMIE

0
219
  • એપ્રિલથી જુલાઇ 2020માં 1.89 કરોડ લોકોએ નોકરી ગુમાવી : CMIE
  • 40 કરોડ હિન્દુસ્તાની ગરીબી રેખા નીચે ધકેલાઇ રહ્યાં છે : ડૉ. મનીષ દોશી
  • દેશમાં 116 ખેડૂત, ખેતમજૂર અને 38 બેરોજગાર રોજ આત્મહત્યા કરે છે : ડૉ. મનીષ દોશી

અમદાવાદ : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે. જેને લીધે દેશભરમાં ઠેર-ઠેર ઉજવણી થઇ રહી છે ત્યારે કોંગ્રેસે વડાપ્રધાનને તેમને આપેલા વાયદાઓ યાદ કરાવીને જણાવ્યું છે કે, “દર વર્ષે બે કરોડ નોકરી સર્જનના વાયદા સાથે સત્તામાં આવનારા મોદી સરકારે છ વર્ષમાં 12 કરોડને નોકરી તો ન આપી. ઉપરથી 2 કરોડ નોકરી રોજગાર છીનવાઇ (Unemployment India news) ગઇ છે. એપ્રિલથી જુલાઇ 2020માં 1.89 કરોડ લોકોએ નોકરી ગુમાવી હોવાનું CMIE નો રિપોર્ટ છે. તે જ રીતે અસંગઠિત નિગમ લોકડાઉન દરમિયાન 10 કરોડથી વધુ નોકરી ગઇ છે. તેથી પણ વિશેષ સી.એમ.આઇ.ઇ.ના બીજા આંકડાઓ ઘણાં ચોંકાવનારા છે. જેમાં 3.60 કરોડ યુવાનો નોકરી માંગી રહ્યાં છે. પરંતુ રોજગાર નથી. આ 3.60 કરોડમાં ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, પી.એચ.ડી., એમ.બી.એ., એન્જીનીયરીંગ જેવી ઉચ્ચ લાયકાત ધરાવતાં યુવાનો છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડૉ. મનીષ દોશીએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, “ભાજપની નિયતમાં ખોટ છે અથવા અમલવારીમાં ખોટ છે. કયાંક ને કયાંક ખોટ જરૂર છે અને તેનો ભોગ યુવાનો બની રહ્યાં છે. રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ 1,03,769 નોકરી ગ્રુપ ડી માટે જાહેરાત આપી હતી. જેમાં 1.16 કરોડ યુવાનોએ અરજી કરી છે. 500 કરોડ રૂપિયાથી વધુ એકઠા કર્યા છે. બીજી વખત 64,371 જગ્યા માટે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડએ અઢી વર્ષ પહેલાં જાહેરાત આપી હતી. 9 મહિના પહેલાં પરિણામ આવ્યું છે. ભયાનક આર્થિક મંદીનું સત્ય (Unemployment India news) 40 કરોડ હિન્દુસ્તાની ગરીબી રેખા નીચે ધકેલાઇ રહ્યાં છે.

આ પણ વાંચોઃ કોરોનાની રસીના ઉત્પાદન પૂર્વે જ 50 ટકા ડોઝનો કરાર કરી લેતા ધનિક દેશોॉ

PM મોદીના જન્મદિન પર લોકો શુભકામનાઓ પાઠવી રહ્યાં છે ત્યારે સોશિયલ મીડિયા પર આજે રાષ્ટ્રીય જુમલા દિવસ અને રાષ્ટ્રીય બેરોજગારી દિવસ ટ્રેન્ડ કરી રહ્યું છે. સોશિયલ મીડિયા પર રાત્રે 12 વાગ્યા બાદ આ ટ્રેન્ડ શરૂ થયો છે. લોકો પીએમ મોદીના જન્મદિન પર તેમના વાયદાઓને યાદ અપાવીને રાષ્ટ્રીય જુમલા દિવસ ટ્રેન્ડ કરાવી રહ્યાં છે તો બીજી બાજુ રોજગારની માંગ કરી રહેલા યુવાનો દ્વારા ટ્વિટર પર હેશટેગ #राष्ट्रीय_बेरोजगारी_दिवस અને #NationalUnemploymentDay પણ ટ્રેન્ડ કરી રહ્યું છે.

Unemployment India news

(Unemployment India news)

સંયુક્ત રાષ્ટ્ર સંઘના અહેવાલ મુજબ કરોડો મહિલાઓ ગરીબીમાં ધકેલાઇ (Unemployment India news)

ડૉ. મનીષ દોશીએ વધુમાં ભાજપના રાજમાં દેશની સ્થિતિ અંગે કહ્યું કે, “નેશનલ ક્રાઇમ બ્યુરોના 2019ના આંકડાઓ મુજબ 14,019 લોકોએ આત્મહત્યા કરવા મજબૂર બન્યાં છે. તેની પાછળનું કારણ પણ રોજગારી અને નોકરી છૂટી (Unemployment India news) જવાનું આવ્યું છે. તો 38 જવાને જીંદગી ટૂંકાવી છે. દેશમાં 116 ખેડૂત, ખેતમજૂર અને 38 બેરોજગાર રોજ આત્મહત્યા કરે છે. તે ચિંતાનો વિષય છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના અહેવાલ મુજબ કરોડો મહિલાઓ ગરીબીમાં ધકેલાઇ છે. આમ છ વર્ષમાં મોદીજીના માત્ર વાયદા, જુમલા, મન કી બાત, પેટ મેં રોટી નહીં, હાથ મે કામ નહીં, ઘર મે આરામ નહીં જેવી સ્થિતિ છે. સરકાર ઊંઘી રહી છે.”

વધુમાં તેમણે જણાવ્યું કે, “2004માં 38 ટકા ગરીબી દર હતો. 10 વર્ષના દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘ અને UPAના ચેરપર્સન શ્રીમતિ સોનિયા ગાંધીના શાસનમાં 2014માં સરકાર છોડી ત્યારે દેશમાં ગરીબી દર 21.9 ટકા હતો. એટલે કે 16 ટકા ગરીબી (Unemployment India news) નીચે આવી. 14 કરોડ દેશના આવા ગરીબ ભાઇ બહેનો ગરીબી રેખામાંથી મુક્ત થઇ 40 કરોડ મધ્યમ વર્ગની સંખ્યા થઇ. કોંગ્રેસના 10 વર્ષમાં 16 કાર્યક્રમો ચલાવ્યાં હતાં. 12મી પંચવર્ષીય યોજનામાં 15.5 લાખ કરોડ રૂપિયા આ ગરીબી તથા અતિવૃષ્ટિ કાર્યક્રમમાં ખર્ચાયા હતાં. માત્ર મનરેગા કાર્યક્રમમાં 100 દિવસ કામ સુનિશ્ચિમત થયું હતું.”

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ગુજરાતમાં કોંગ્રેસે (Gujarat Congress) બેરોજગારી મુદ્દે રુપાણી સરકાર સામે મોરચો માંડ્યો હતો. કોંગ્રેસએ એવો દાવો કર્યો હતો કે, “રાજ્યમાં 50 લાખથી વધુ યુવાનો બેરોજગાર (Unemployment) છે. ઉપરાંત 23 સરકારી વિભાગોમાં 38,000થી વધુ ભરતી અટકી હોવાનો પણ દાવો કર્યો છે. એવો આરોપ પણ મૂક્યો છે કે રાજ્યની ભાજપ સરકાર ભરતી પ્રક્રિયાના નામે 100 કરોડથી વધુ ઉઘરાવી વ્યાજ ખાઇ રહી છે. તેની સામે ‘ રોજગાર દો’ અભિયાન શરુ કર્યું છે. જેના માટે 7998799854 પર મિસ કોલ કરીને નોંધણી કરાવવા યુવાનોને આહવાન કરવામાં આવ્યું હતું.”

આ પણ વાંચોઃ Narmada Damની જળ સપાટી 138.68 મીટર, CM રૂપાણીએ કર્યાં નીરના ઈ-વધામણાં