Gujarat Exclusive > દેશ-વિદેશ > દાઉદની ઉદ્ધવ ઠાકરેને ખુલ્લી ધમકી, દુબઇથી આવ્યો ડાયરેક્ટ કોલ

દાઉદની ઉદ્ધવ ઠાકરેને ખુલ્લી ધમકી, દુબઇથી આવ્યો ડાયરેક્ટ કોલ

0
188
  • સીએમના ઘર માતોશ્રીને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી આપી

  • સીએમના ઘરે ધમકીભર્યા ચાર ફોન કોલ આવ્યા હતા

મુંબઇ: મહારાષ્ટ્રમાં માતોશ્રીને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે. નોંધનીય છે કે માતોશ્રી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)નું ઘર છે. એમ પણ કહેવામાં આવી રહ્યુ છે કે ફોન કરનારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ને પણ જાનથી મારવાની ધમકી આપી છે. કહેવામાં આવી રહ્યુ છે કે કોઇ અજાણ્યા ઇસમે સીએમ (Uddhav Thackeray)ને ફોન કરી ધમકી આપી છે. તેણે પોતાની ઓળખ દાઉદ તરીકે આવી છે. આ સમાચારના સામે આવ્યા પછી મુંબઈ પોલીસ તેની તપાસમાં લાગી ગઇ છે. કેટલાક મીડિયા રિપોર્ટ મુજબ કહેવામાં આવી રહ્યુ છે કે, સીએમના ઘરે ધમકીભર્યા ચાર ફોન કોલ આવ્યા હતા.

ફોન કરનારે પોતાની ઓળખ દાઉદ તરીકે આપી છે અને સીએમ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ના ઘરને બોમ્બથી ઉડાવવાની ધમકી પણ આપી છે.

આ સમાચાર સામે આવ્યા પછી મહારાષ્ટ્રમાં માતોશ્રી બહાર કડક સુરક્ષા ગોઠવી છે અને મોટી સંખ્યામાં પોલીસ બળની તૈનાતી કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ ફોન દુબઈના કોઇ નંબરથી આવ્યો હતો જેની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ચીન સામે નાટો,ઇયુ જેવું ક્વેડનું માળખુ બનાવવાની તૈયારીમાં લાગેલું અમેરિકા

ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું કે ગત રાત્રે એટલે શનિવારે લગભગ બે વાગ્યે દુબઈથી માતોશ્રીમાં ફોન આવ્યો હતો.

ફોન લાઇન પર હાજર વ્યક્તિએ જણાવ્યું કે દાઉદ ભાઈ સીએમ ઠાકરે (Uddhav Thackeray) સાથે વાત કરવા માંગે છે.

તેમણે જણાવ્યું કે કોલ સીએમને ટ્રાન્સફર કરવામાં આવે.

જોકે ઓપરેટરે આમ કરવાની ના પાડી દીધી હતી. હાલ કેસની તપાસ ચાલી રહી છે.

ફોન ડિટેલ મેળવવામાં આવી રહી છે અને તેમાં કોઇએ ટીખળ નહીં હોવાનું પણ તપાસવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: બ્રિટન: બર્મિઘમમાં અનેક લોકો પર ચાકુથી હુમલો, પોલીસે એરિયા ખાલી કરાવ્યો

શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) રાજ્યના 19મા મુખ્યમંત્રી છે.

ઉદ્ધવ ઠાકરેએ 2019માં સીએમ પદની શપથ લીધી હતી.

કદાવર નેતા બાલાસાહેબ ઠાકરેના પુત્ર ઉદ્ધવ (Uddhav Thackeray) વર્ષ 2002માં રાજકારણમાં પ્રવેશ્યા હતા અને તેઓ ઠાકરે પરિવારના પ્રથમ સભ્ય છે કે રાજ્યના મુખ્યમંત્રી બન્યા. ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી છે.