Gujarat Exclusive > દેશ-વિદેશ > અમેરિકામાં બે ભારતીય યુવકોએ સ્વામીનારાયણ મંદિરમાં એક બીજા સાથે કર્યા લગ્ન

અમેરિકામાં બે ભારતીય યુવકોએ સ્વામીનારાયણ મંદિરમાં એક બીજા સાથે કર્યા લગ્ન

0
2242

અમેરિકાના ન્યૂ જર્સી શહેરમાં ભારતીય બે યુવકો અમિત અને આદિત્યએ એક બીજા સાથે સમલૈંગિક લગ્ન કર્યા હતા.આ બન્ને ન્યૂ જર્સીમાં આવેલા સ્વામીનારાયણ મંદિરમાં લગ્ન કરી કાયમ માટે એક બીજાના થઈ ગયા હતા.આ લગ્નમાં દુનિયામાં સમલૈંગિક સબંધ રાખનારા લોકોમાં આશાનું કિરણ જગાવ્યુ છે અને પ્રેમ આઝાદ છે અને એક દિવસ તેમને પણ આવુ કરવાની સહમતિ મળશે.

લગ્ન બાદ યુગલ પર સોશિયલ મીડિયા પર શુભેચ્છાનો વરસાદ થયો હતો. જણાવી દઈએ કે અમિત અને આદિત્ય એક વખત મળ્યા હતા, તે પછી તેઓએ એક બીજાનો નંબર લીધો હતો અને તેમની મિત્રતા પછી પ્રેમમાં ફેરવાઇ ગઈ હતી. અમિત અને આદિત્યએ તેમના સંબંધ વિશે જણાવ્યું હતું કે જ્યારે એકબીજા સાથે ડેટિંગ કરતા હતા ત્યારે અમને લાગતું નહોતું કે અમે લગ્ન કરીશું, પરંતુ સમય પસાર થતાં અમને લાગ્યું હતું કે અમે ફક્ત એકબીજા માટે જ સર્જાયા છીએ.આ પછી અમે અમારા માતા-પિતા સાથે વાત કરી અને લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

બન્નેની મિત્રતા શરૂ થયા પછી, બન્ને વચ્ચેનો સંબંધ પ્રારંભ થયો અને 3 વર્ષ પછી, તેઓએ એકબીજા સાથે રહેવાનું નક્કી કર્યું. કેટલાક લોકોને લગ્ન અંગે ફરિયાદ હતી, જેમાં કેટલાક લોકોએ ટ્વિટર પર ખરાબ કોમેન્ટ પણ કરી હતી. હરીશ અય્યર નામના એક વ્યક્તિએ અમિત અને આદિત્યને તેમના લગ્નજીવનની શુભેચ્છા પાઠવી હતી. મિત્રો, એક દિવસ એવો આવશે જ્યારે આપણને લાગે કે તેઓ લગ્ન નથી, પરંતુ લગ્ન કર્યા છે.

આ બન્નેએ સમગ્ર હિંદુ રિવાજો પ્રમાણે લગ્ન કર્યા. અમિત અને આદિત્યએ લગ્ન-પહેલા ફોટા અને મેંહદી-પીઠીની પાર્ટી પણ ઉજવી હતી. અમિતના જણાવ્યા મુજબ, આદિત્ય ખૂબ જ સર્જનાત્મક છે અને તે પેઇન્ટિંગ અને આર્ટ્સનો ખૂબ શોખીન છે.

બે લાખ દસ્તાવેજથી ખુલાસો- હવે મૉરીશસ દ્વારા કાળુ ધન વધારી રહ્યાં છે ભારતીય ધનકુબેર