Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > ગુજરાતની બે દિકરીઓએ યોગ ક્ષેત્રે દેશનું ગૌરવ વધાર્યું

ગુજરાતની બે દિકરીઓએ યોગ ક્ષેત્રે દેશનું ગૌરવ વધાર્યું

0
248

બાંગ્લાદેશના ઢાકામાં એશિયન યોગા કોમ્પિટિશનમાં ગુજરાતની બે દિકરીઓએ યોગમાં વૈશ્વિક સ્તરે દેશનું ગૌરવ વધાર્યું છે. આ બન્ને દિકરીઓએ 7 મેડલ જીત્યા છે. સૌરાષ્ટ્રના સૂત્રપાડાના લાટી ગામની ખેડૂત પુત્રીએ ભારતી સોલંકીએ યોગ સ્પર્ધામાં ત્રણ મેડલ મેળવ્યા છે, જ્યારે મહેસાણાની પૂજા પટેલે 4 મેડેલ મેળવ્યા છે.

બાંગ્લાદેશના ઢાકામાં એશિયન યોગા કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિશ્વભરના અનેક દેશો વચ્ચે સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધામાં સોમનાથના લાટી ગામના ખેડૂતની પુત્રી ભારતી સોલંકીએ સિલ્વર, ગોલ્ડ અને અકીલા બ્રોન્ઝ મેડલ જીત્યા છે. તેનું તેના ગામમાં ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.

આ ઉપરાંત મહેસાણાની પૂજા પટેલે 26 અને 27 જુલાઈ યોજાયેલી સ્પર્ધામાં પૂજાએ આગવું યોગ કૌશલ્ય પ્રદર્શિત કરતા વિજેતા બનીને વિવિધ 4 સ્પર્ધામાં 2 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા હતા. પૂજાએ યોગની ટ્રેડિશનલ અને આર્ટિસ્ટિક સ્પર્ધામાં 2 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા હતા. રેધેમિક અને આર્ટિસ્ટિક પેર સ્પર્ધામાં 2 સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા. ઇન્ટરનેશનલ લેવલે યોગા ક્ષેત્રે સિદ્ઘી હાંસલ કરી ભારતનું નામ રોશન કરનારી ભારતી સોલંકીનું નરેન્દ્ર મોદીએ પણ સન્માન કર્યું હતું.

સમાજવાદી પાર્ટી નેતા આઝમ ખાનના ધારાસભ્ય પુત્રની ધરપકડ