Gujarat Exclusive > યુથ > મનોરંજન > લગ્નના દિવસે દુલ્હન સામે હતી અને દુલ્હો લેપટોપ પર ગેમ રમવા લાગ્યો!

લગ્નના દિવસે દુલ્હન સામે હતી અને દુલ્હો લેપટોપ પર ગેમ રમવા લાગ્યો!

0
66
  • PUBGથી બધા પરેશાન છે, ત્યારે આ નવી ગેમે શું કર્યું?
  • લગ્નનો વીડિયો બનાવતી વખતે ટેક્નિકલ ખામી સર્જીઇ..

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ડેટા સુરક્ષાનો હવાલો આપી PUBG સહિતની ચાઇનીઝ દોઢસોથી વધુ ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. PUBG યુવાઓને રવાડે ચઢાવી દીધા હોવાનું બધા સ્વીકારતા હોવા છતાં તેના બંધાણીઓ માનત નથી. ટુંકમાં ગેમની લત નશા કરતા પણ ખરાબ છે. ત્યારે સોશિયલ મીડિયાના વધુ એક પ્લેટફોર્મ Reddit પર વાયરલ એક ફોટો આજ કાલ બહુ કૂતુહલ જગાવી રહ્યો છે. જેમાં લગ્નના દિવસે એક ટેબલની સામે બાજુ દુલ્હન ઉદાસ ચહેરે બેઠી છે અને બીજી  બાજુ દુલ્હો ફૂટબોલ મેનેજર ગેમ (footballmanagergame) રમવામાં વ્યસ્ત છે.

પબજીએ માતા-પિતા જ નહીં પત્નીઓ અને ગર્લફ્રેન્ડ્સ પણ ત્રસ્ત છે. પબજીને કારણે કેટલા લોકોના ઘર ભાંગી ગયાનું સાંભળવા મળ્યું છે. આ ગેમના બંધાણીને ખાવા-પીવાનો પણ હોશ રહેતો નથી. અને કર્મચારીઓ આ ગેમની લતને કારણે નોકરીમાંથી હાથ ધોઇ બેઠા છે. એવું કહેવાય છે, પબજી સિવાય એવી કોઇ ગેમ નથી જેમાં યુવા ભાન ભૂલીને ડૂબા ગયા હોય.

આ પણ વાંચોઃ Apple iPhone 12 લોન્ચ ઇવેન્ટ 15 સપ્ટેમ્બરે, ચાર નવા ફોન થઇ શકે છે લોન્ચ

તુર્કીની કૂતુહલ જગાવતી ઘટના

વાસ્તવમાં આપણા ભારતમાં નહીં પણ વિશ્વના અનેક દેશો કે જ્યાં ફૂટબોલની રમત બહુ લોકપ્રિય છે. ત્યાં ફૂટબોલ ગેમના લોકો દિવાના બન્યા છે. Reddit પર વાયરલ આ ફોટો પણ બહારની દુનિયા એટલે કો તૂર્કીનો છે. આ ફોટો u/alakota નામના Reddit પર સોમવારે આખો દિવસ શેર કરાયો હતો. જેમાં તુર્કીનો રહેવાસી બુરક પોતાની વધુ માટે એક ખાસ વીડિયો ચલાવવા માગતો હતો. તેના માટે લગ્નમાં પોતોનો લેપટોપ પણ સાથે લાવ્યો હતો. પરંતુ ખરા સમયે ટેક્નિકલ ફોલ્ટને કારણે વીડિયો રેકોર્ડિંગ અટકી ગયું. ત્યારે દુલ્હો બુરક ફૂટબોલ ગેમ રમવામાં વ્યસ્ત થઇ ગયો. બેચારી દુલ્હન તેની સામે બેસી જોતી રહી.

ખરેખર ઘટના જાણી તમે ચોંકી જશો…

વાસ્તવમાં વીડિયો ઉતારવા જતાં કંઇક ટેક્નિકલ ખામી થઇ ગઇ. ત્યારે વેડિંગ ઓર્ગેનાઇઝરે કહ્યું કે આશરે 30 મિનિટ રાહ જોવી પડશે. તેથી બુરકે કંઇ કહ્યા વિના પોતાનો લેપટોપ ઊઠાવ્યો અને ‘મજા’થી ગેમ રમવા બેસી ગયો. હાં મજામાં, પાછળથી ખબર પડી કે આ બુરકે બધુ લગ્નને વધુ રસપ્રદ બનાવવા માટે મજાક કરી હતી. એટલું જ નહીં દુલ્હન પણ આ વાત જાણતી હતી. તેણે પણ વીડિયોમાં અભિનય જ કર્યો. જો વાસ્તવમાં આવું થયું હોત તો કદાચ બંનેનું દામ્પત્ય જીવન શરુ થતાં પહેલાંજ ભાંગી જાત?

આ પણ વાંચોઃ કંગનાનો ફરી CM ઉદ્ધવ પર વારઃ કહ્યું-શિવસેના હવે સોનિયાસેના બની ગઇ