Gujarat Exclusive > દેશ-વિદેશ > લોકસભામાં ત્રિપલ તલાક બિલ પાસ, ઔવેસીએ કહ્યું- ઈસ્લામમાં લગ્ન એકમાત્ર કરાર

લોકસભામાં ત્રિપલ તલાક બિલ પાસ, ઔવેસીએ કહ્યું- ઈસ્લામમાં લગ્ન એકમાત્ર કરાર

0
430

લોકસભામાં ચોમાસુ સત્રમાં ગુરૂવારે ત્રિપલ તલાક બિલ રજૂ કરવામાં આવ્યું. બિલ પર દિવસ પર ગરમા-ગરમીથી ચર્ચા થઈ અને સાંજે બિલ લોકસભામાં પાસ થયો. આ બિલના પક્ષમાં 303 અને વિપક્ષમાં 82 વોટ પડ્યા. કોંગ્રેસ, ડીએમકે, એનસીપી, ટીડીપી અને જેડીયૂના આ બિલનો વિરોધ કર્યો હતો.

આ બિલ પાછલી લોકસભામાં જ પાસ થઈ ગયો હતો, પરંતુ રાજ્યસભામાં આ બિલને પરત કરી દેવામાં આવ્યો હતો. 16મી લોકસભાના કાર્યકાળ ખત્મ થયા બાદ મોદી સરકાર કેટલાક પરિવર્તન સાથે બિલને ફરીથી લઈને આવી. આ સાથે જ સંસદીય કાર્યમંત્રીએ સત્રને 7 ઓગસ્ટ સુધી વધારવાની માંગ કરી હતી. જે પછી લોકસભા સ્પીકરની અનુમતિથી આને 7 ઓગસ્ટ સુધી વધારી દેવામાં આવ્યો હતો.

આના પાછળ સરકારનો તર્ક હતો કે, 17 બિલ બાકી છે અને મોટી સંખ્યામાં સરકારી કામકામજ બાકી છે. એવામાં સંસદ સત્રનો સમયગાળો વધારવાની જરૂરત છે.

લોકસભામાં ત્રણ તલાક બિલને વિચાર માટે રજૂ કરવા માટે વોટિંગ કરાવવામાં આવી. જેના પક્ષમાં 303 અને વિપક્ષમાં 82 વોટ પડ્યા. આ સાથે જ બિલને રજૂ કરવાના પ્રસ્તાવ પસાર થઈ ગયો. હવે બિલના સંશોધન પર વોટિંગ થઈ રહી છે. ઔવેસી દ્વારા લાવવામાં આવેલ નવા સંશોધનને લોકસભામાં જયઘોષ સાથે ફગાવી દેવામાં આવ્યો છે. ઔવેસીનો બીજો સંશોધન પણ ફગાવી દેવામાં આવ્યો છે.

વોટિંગથી પહેલા આ બિલના વિરોધમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્વવાળી ટીએમસીના સાંસદોએ લોકસભામાંથી વોક આઉટ કર્યો હતો, જ્યારે બિલ પસાર થાયા બાદ કોંગ્રેસ અને જેદીયૂના સાંસદ પણ સદનથી બહાર જતા રહ્યા હતા.

ત્રણ તલાક પર એઆઈએમઆઈએમના સાંસદ અસદુદ્દીન ઔવેસીએ કહ્યું કે, આ બિલ મુસ્લીમ મહિલાઓના પક્ષમાં નથી. આ કાયદો મુસ્લીમ મહિલાઓ પર ગુનો કરશે. ઈસ્લામમાં 9 પ્રકારના તલાક હોય છે. આ કાયદા અનુસાર, જો પતિની ધરપકડ કરશો તો, પીડિત મહિલાને મેન્ટેનન્સ કોણ આપશે. પતિ જેલમાં બેસી મેન્ટેનન્સ કેવી રીતે આપશે?

ઔવેસીએ કહ્યું કે, આ બિલમાં ત્રણ તલાકને અપરાધ બનાવી દેવામાં આવ્યો છે. કોર્ટે સમલૈંગિકતાને બિન અપરાધિક બનાવી દીધો છે, એવામાં તમે ત્રણ તલાકને અપરાધ બનાવી હિન્દુસ્તાન બનાવવા જઈ રહ્યા છો. તેમણે કહ્યું કે, ત્રણ તલાક જો ભૂલથી કહેવામાં આવે તો લગ્ન તૂટતા નથી અને આજ સુપ્રીમ કોર્ટ પણ કહી રહ્યું છે. આ કાયદા દ્વારા સરકાર મુસ્લીમ મહિલાઓ પર ગુનો કરી રહી છે.

લોકસભામાં ઔવેસીએ કહ્યું કે, પતિની ધરપકડ બાદ શું કોઈ પતિ પત્નીને વળતર આપી શકશે. જો પતિ જેલભેગો થઈ જાય તો, શું મહિલા ત્રણ વર્ષ સુધી તેની રાહ જોતી રહેશે. તે મહિલાને લગ્નગ્રંથીમાંથી નીકળવાનો હક મળવો જોઈએ.

ઔવેસીએ કહ્યું કે, જામીન આપવાનો હક માત્ર કોર્ટને છે. પરંતુ, હત્યામાં પણ પીડિતને સાંભળવામાં નથી આવતો. ત્રણ તલાક બિલ લાવીને સરકાર લગ્ન ખત્મ કરી રહી છે અને મહિલાઓને રસ્તા પર લાવી રહી છે. મુસ્લીમોને સંસ્કૃતિથી દુર કરવા માટે આ બિલ લાવવામાં આવ્યું છે.

ઔવેસીએ કહ્યું કે, ઈસ્લામમાં લગ્ન જન્મ-જન્મનો સાથ નથી હોતો. માત્ર એક કોન્ટ્રાક્ટ છે. એક જિંદગી માટે. અમે તેમાં ખુશ છીએ. તેની તકલીફ બધાને ખબર છે. ત્યારે સદનમાં બેઠેલા બધા લોકો હંસી પડ્યા.

આ કેવો ન્યાય, 23 વર્ષે નિર્દોષ તો છૂટ્યો પરંતુ સમયે છીનવી લીધા માં-બાપ, વીડિયોએ દુનિયાને રડાવી