Gujarat Exclusive > દેશ-વિદેશ > ત્રણ તલાક બિલ લોકસભામાં પાસ, જાણો આ બિલની મોટી વાતો

ત્રણ તલાક બિલ લોકસભામાં પાસ, જાણો આ બિલની મોટી વાતો

0
627

લોકસભામાં ત્રણ તલાક બિલ પાસ થઈ ગયુ છે. હવે બિલ રાજ્યસભામાં રજૂ કરવામા આવશે. મોદી સરકારના પહેલા કાર્યકાળમાં પણ ડિસેમ્બર 2018માં આ બિલ લોકસભામાં પાસ થઈ ગયુ હતું પરંતુ રાજ્યસભામાં બિલ અટકી ગયુ હતું. જણાવી દઈએ કે ગયા વર્ષે ઓગસ્ટમાં સુપ્રિમ કોર્ટના આદેશ પછી કેન્દ્ર સરકારે તેના પર કડક કાયદો ઘડવાનો નિર્ણય કર્યો હતો.

બિલની ખાસ વાતો

એક વખતમાં ત્રણ તલાક ગેરકાયદેસર ગણવામાં આવશે
આમ કરનારને ત્રણ વર્ષની સજા થશે
ત્રણ તલાક આપવુ બિનજામિન પાત્ર હશે
પિડિતાને ગુજારો ભથ્થો મેળવવાનો અધિકાર
ત્રણ તલાક મુદ્દા પર મેજિસ્ટ્રેટ કરશે અંતિમ નિર્ણય
જમ્મુ કાશ્મિરને છોડીને આખા દેશમાં લાગુ કરવામાં આવશે

લોકસભામાં ત્રણ તલાક બિલ પાસ થતા પહેલા કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યુ કે, ત્રણ તલાક પર સુપ્રિમ કોર્ટના નિર્ણય પછી 24 જુલાઈ સુધી ત્રણ તલાકના 345 મામલાઓ સામે આવ્યા છે. રવિશંકર પ્રસાદે કહ્યુ કે, શું સરકાર આ મહિલાઓને આમ જ રોડ ઉપર છોડી દે.

જણાવી દઈએ કે, તે પહેલા પણ સરકાર સપ્ટેમ્બર 2018 અને ફેબ્રુઆરી 2019માં બે વાર ત્રણ તલાક અધિનિયમ બહાર પાડ્યો હતો. કારણ કે લોકસભામાં આ વિવાદાસ્પદ બિલ પસાર થયા બાદ રાજ્યસભામાં અટકી પડ્યો હતો. મુસ્લિમ મહિલા અધિનિયમ-2019 અનુસાર તલાક ગેરકાયદેસર અને અમાન્ય છે. બિલ અનુસાર જો કોઈ પણ પતિ તેમની પત્નીને ત્રણ તલાક આપવાનો પ્રયાસ કરે છે તો તેમને ત્રણ વર્ષ સુધીની જેલ થઈ શકે છે.

રાજ્યસભામાં પણ પાસ થયુ RTI સંશોધન બિલ, કોંગ્રેસનો વૉક આઉટ