Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પાસે આદિવાસીઓનો વિરોધ, પ્રવાસન પાર્ક સામે વાંધો ઉઠાવી CMને લખ્યો પત્ર

‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પાસે આદિવાસીઓનો વિરોધ, પ્રવાસન પાર્ક સામે વાંધો ઉઠાવી CMને લખ્યો પત્ર

0
1354

રાજપીપળા: કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યૂનિટી પાસે આદિવાસીઓએ ગરૂડેશ્વરમાં મનોરંજન,સાહસિક અને પર્યાવરણ પાર્ક બનાવવાની સરકારી યોજનાનો વિરોધ નોંધાવ્યો હતો.આદિવાસીઓએ પ્રવાસન પાર્ક સામે વાંધો ઉઠાવી મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો હતો.PM મોદીએ કેવડિયા ખાતે પોતાના ડ્રિમ પ્રોજેકટ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 182 મીટરની ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું લોકાર્પણ કર્યું એને આજે 9 મહિના થવા આવ્યા. એ બાદ આ વિસ્તારમાં એમ્યુઝમેન્ટ પાર્ક અને ટાયગર સફારી સહિત પ્રવાસીઓને આકર્ષવા માટે અનેક પ્રોજેક્ટોની સરકારે જાહેરાત કરી છે. ટૂંકમાં નર્મદા જિલ્લો પ્રવાસન ક્ષેત્રે વિશ્વમાં નકશામાં અંકિત થાય એ માટે સરકાર ભરપૂર પ્રયાસો કરી રહી છે.

‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ વિસ્તારના આદિવાસીઓએ પોતાના વિરોધમાં એમ જણાવ્યું છે કે, વર્ષ 2013માં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત અન્ય મંત્રીમંડળના સભ્યોની હાજરીમાં અમારા 70 ગામના 140 જેટલા આદિવાસી આગેવાનોએ કાડા(કેવડિયા શહેરી વિકાસ સત્તા મંડળ) યોજનાનો વિરોધ દર્શાવ્યો તો એ યોજના દૂર કરવાની સરકારે જાહેરાત કરી હતી. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ નર્મદા નદીમાં બની રહ્યું હોવાથી સ્થનિકોએ એનો વિરોધ ન કર્યો પણ સરકારે આદિવાસીઓને અંધારામાં રાખી ફેબ્રુઆરી 2019માં રાજ્ય સરકારે ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાતને ગરૂડેશ્વર તાલુકામાં મનોરંજન,સાહસિક અને પર્યાવરણ પ્રવાસન પાર્ક નિર્માણ કરવા પ્રવાસન વિકાસ સત્તા મંડળ જાહેર કર્યું. છેલ્લા 5 વર્ષથી નર્મદા જિલ્લામાં ટુરિઝમ વિકાસના નામે ફોર લેન રોડ બનાવવા લાખો વૃક્ષોનું નિકંદન અને ખનીજ સંપત્તિનું આડેધડ ખોદકામ થયું છે.

સરકાર પ્રવાસનના નામે પેટ્રોલ,ડીઝલ અને પ્રજા પાસેથી લીધેલા ટેક્સના નાણાંનો દુરુપયોગ કરે છે. દૂરદૂરથી લોકો ગાડીઓમાં આવે એટલે પેટ્રોલ-ડીઝલના વપરાશથી પર્યાવરણ અને આદિવાસી સંસ્કૃતિ પર માઠી અસર થાય છે. વિવિધ રાઈડો, જળક્રીડા,હોટેલોને કારણે પ્લાસ્ટિક કચરાનું પ્રદૂષણ અને અકસ્માતો પણ વધશે. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના નામે જે પણ વૃક્ષો કપાયા છે એ કાગળમિલો અને ફર્નિચર બનાવવા માટે વપરાયા છે. આ વિસ્તાર માટે તમે આપેલા દરેક ગામમાં સિંચાઈનું પાણી પૂરું પાડવાનું વચન પેહલા પૂરું કરો.

અમદાવાદમાં ભારે બફારા બાદ વરસાદ, એસજી હાઇવે, રાણીપ સહિતના વિસ્તારમાં ભરાયા પાણી