Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતના 74 IPS અધિકારીઓની બદલી: 12 SPને DIGમાં બઢતી

ગુજરાતના 74 IPS અધિકારીઓની બદલી: 12 SPને DIGમાં બઢતી

0
126
  • મુખ્યમંત્રી રુપાણીના જન્મ દિવસે IPS અધિકારીઓને ભેટ 
  • ગુજરાત કેડરના 2006 બેચના 12 SP રેન્કના અધિકારીઓને DIGમાં બઢતી
  • અમદાવાદ,વડોદરા અને સુરત શહેરમાં નવા પોલીસ કમિશનરની નિમણૂક

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીના જન્મ દિવસે તેમણે રાજયના IPS અધિકારીઓને જન્મ દિવસની ભેટ આપી છે,જેમાં રાજયના 74 IPS અધિકારીઓના બદલીના હુકમો કર્યા છે. ગુજરાત કેડરના 2006 બેચના 12 SP રેન્કના અધિકારીઓને DIGમાં બઢતી આપી છે. આ ઉપરાંત અમદાવાદ,વડોદરા અને સુરત શહેરમાં નવા પોલીસ કમિશનરની નિમણૂક કરી છે.

રાજય સરકારે આજે 2 ઓગષ્ટના રોજ ગાંધીનગર સ્થાપના દિન અને મુખ્યમંત્રી વિજય રુપાણીના જન્મ દિવસ નિમિતે રાજયના IPS અધિકારીઓની મોટા પાયે ફેર બદલ કરી છે. સરકારે અમદાવાદ,ગાંધીનગર,વડોદરા અને બોર્ડર રેન્જના IGની બદલી પણ કરી છે. આ ઉપરાંત SPS કેડરના અધિકારીઓની પણ બદલીના હુકમો કર્યા છે.

આ પણ વાંચો: BREAKING: ગુજરાત કેડરના IAS હાર્દિક શાહ બન્યા PM મોદીના અંગત સચિવ

રાજય સરકારે 74 IPS અધિકારીઓની બદલીની યાદી મુજબ હોમગાર્ડના કમાન્ડન્ડ જનરલ ટીએસ બીસ્ટની સીઆઈડી ક્રાઈમના ડીજી તરીકે બદલી કરી છે. સીઆઈડી ક્રાઈમના ડીજી સંજય શ્રીવાસ્તવની અમદાવાદ પોલીસ કમિશનર તરીકે નિમણૂક આપી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચના સ્પેશયલ પોલીસ કમિશનર અજય કુમાર તોમરની સુરત પોલીસ કમિશનર તરીકે,સીઆઈડી ક્રાઈમના એડીજી ડો.સમશેર સિંઘની ટેક્નિકલ સર્વિસીસ અને એસસીઆરબીના એડીજી તરીકે અમદાવાદ શહેર વહીવટના સ્પેશયલ કમિશનર ડો.નિરઝા ગોત્રુ રાવની હોમગાર્ડના કમાન્ડન્ડ જનરલ તરીકે બદલી કરી છે.

સુરત શહેરના પોલીસ કમિશનર આરબી બ્રમભટ્ટની વડોદરા પોલીસ કમિશનર તરીકે બદલી કરી છે. કેન્દ્રમાં પ્રતિનિવુતિ પરથી પરત આવેલા ડો.પ્રફુલ્લા કુમાર રોશનની આમ્સ યુનિટ રાજકોટ તરીકે,વડોદરા શહેરના પોલીસ કમિશનર અનુપમ સિંઘ ગેહલોતની રાજયના ગુપ્તચર વિભાગના વડા તરીકે,અમદાવાદ શહેરના જોઈન્ટ સીપી સેક્ટર-1 અમિત વિશ્વકર્માની અમદાવાદ ક્રાઈમ બ્રાંચના સ્પેશયલ પોલીસ કમિશનર તરીકે,ગૃહ સચિવ બ્રિજેશ કુમારજાની પોલીસ ભવનમાં આઈજી વહીવટ વિભાગમાં,વડાદરા શહેરના જેસીપી ટ્રાફિક અને ક્રાઈમ કેજી ભાટીની અમદાવાદ રેન્જ આઈજી તરીકે,આમ્સયુનિટ રાજકોટના આઈજી અજય કુમાર ચૌધરીની અમદાવાદ શહેરમાં વહીવટના આઈજી તરીકે ,બોર્ડર રેન્જના આઈજી સુભાષ ત્રિવેદીની સીઆઈડી ક્રાઈમમાં આઈજી તરીકે,વડોદરા રેન્જ આઈજી અભય ચુડાસમાની ગાંધીનગર રેન્જ આઈજી તરીકે,પોલીસ ભવનના વહીવટના આઈજી હરીક્રિષ્ણ પટેલની વડાદરા રેન્જ આઈજી તરીકે, અમદાવાદ સેક્ટર-2ના જેસીપી તરીકે નિપુણા તોરવણેની ગૃહ સચિવ તરીકે,અમદાવાદ શહેરના જેસીપી ટ્રાફિક જેઆર મોથલિયાની બોર્ડર રેન્જના આઈજી તરીકે,ગાંધીનગર રેન્જના આઈજી મંયક સિંહ ચાવડાની અમદાવાદ શહેરમાં જેસીપી ટ્રાફિક તરીકે નિમણૂક કરી છે.

આ પણ વાંચો:  ભાજપ (BJP) યુવા મોરચામાં ફેરફારની ચર્ચાઓ અનેક, શક્યતાઓ શૂન્ય

સીઆઈડી ક્રાઈમના ડીઆઈજી ગૌતમ પરમારની અમદાવાદ શહેરમાં સેકટર-2 એડિશનલ સીપી તરીકે,સુરત શહેરના એડિશનલ સીપી ટ્રાફિક ક્રાઈમ એચઆર મુલિયાનાની સુરત શહેરના એડિશનલ સીપી સેકટર-2,આમ્સયુનિટ વડોદરાના ડીઆઈજી એચઆર ચૌધરીની જીયુવીએનએલ(ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ)ના જોઈન્ટ એક્સયુટિવ ડાયરેક્ટર તરીકે બદલી કરી છે.

2006 બેચના 12 IPS અધિકારીઓને DIGમાં બઢતી આપી છે, જેમાં વેસ્ટર્ન રેલ્વે વડોદરા એસપી નિલેશ જાજરીયાની અમદાવાદ શહેરમાં પોસ્ટલ સિક્યુરિટિના ડીઆઈજી બનાયા છે, અમદાવાદ શહેર ઝોન-6ના ડીસીપી બીપીન આહીરેને એસીબીમાં ડીઆઈજી બનાયા છે, જામનગર એસપી શરદ સિંગલને સુરત શહેરમાં એડિશનલ સીપી ટ્રાફિક ક્રાઈમ તરીકે એસપી સીએમ સિક્યુરિટિ ચિરાગ કોર્ડિયાની, વડોદરા શહેરના એડિશનલ સીપી ટ્રાફિક ક્રાઈમ,અમદાવાદ શહેરના ઝોન-1ના ડીસીપી પ્રવિણ માલની સુરત શહેરના એડિશનલ સીપી સેક્ટર-1,છોટા ઉદ્દપુરના એસપી એમએસ ભાભોરની વડોદરા પોલીસ તાલીમ શાળાના પ્રન્સિપલ તરીકે, સુરત શહેરના ડીસીપી ઝોન-2 બીઆર પાંડોરની જૂનાગઢ પોલીસ તાલીમ શાળાના પ્રિન્સિપલ તરીકે,તાપી વ્યારાના એસપી એનએન ચૌધરીની કરાઈ પોલીસ એકેડેમીની પ્રિન્સિપલ તરીકે,અમદાવાદ શહેરના ડીસીપી ટ્રાફિક અશ્વિન ચૌહાણની સીઆઈડી ક્રાઈમ રેલ્વેના ડીઆઈજી તરીકે, અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલના સુપ્રિટેન્ડેન્ટ એમકે નાયકની વડોદરા આમ્સ યુનિટના ડીઆઈજી તરીકે,અમદાવાદ ગ્રામ્ય એસપી રાજેન્દ્ર અસારીની અમદાવાદ શહેરના સેકટર-1ના એડિશનલ સીપી,અમદાવાદ શહેરના ડીસીપી ઝોન-7 કેએન ડામોરની સીઆઈડી ક્રાઈમમાં ડીઆઈજી તરીકે નિમણૂક કરી છે.

કચ્છ પશ્રિમના એસપી સોરભ તોલંબીયાની સીઆઈડી ક્રાઈમના એસપી તરીકે,કચ્છ પૂર્વના એસપી પરિશિતા રોઠોડની અમદાવાદ વેસ્ટર્ન રેલ્વેના એસપી તરીકે, અમદાવાદ શેહરના ડીસીપી ઝોન -5 નીરઝ બડગુજરની ટેક્નિકલ સર્વિસિસના એસપી તરીકે,સીઆઈડી ક્રાઈમના એસપી વિરેન્દ્ર યાદવની અમદાવાદ ગ્રામ્ય એસપી તરીકે,ડાંગના એસપી શ્વેતા શ્રિમાણીની જામનગર એસપી તરીકે,વલસાડના એસપી સુનિલ જોષીની દેવભૂમી દ્વારકાના એસપી તરીકે,વડોદરાના ડીસીપી વહીવટ સરોજ કુમારીની સુરત શહેરના ડીસીપી હેડ ક્વોટર તરીકે, નવસારીના એસપી ગીરીશ પંડ્યાની સીઆઈડી ક્રાઈમમાં એસપી તરીકે,સુરતના ડીસીપી ઝોન-1 આરપી બોરોટની મહિસાગર એસપી તરીકે,સુરત ગ્રામ્યના એસપી અશોક મુનિયાની અમદાવાદ શહેરના ડીસીપી ઝોન-5 તરીકે,સુરતના ડીસીપી હેડક્વાટર એસવી પરમારની સુરત ડીસીપી ઝોન-1 તરીકે બદલી કરી છે.

મોરબીના એસપી ડો. કરંનરાજ વાધેલાની વડોદરા શહેર ડીસીપી ઝોન-3,જૂનાગઢ એસપી સૌરભ સિંઘની કચ્છ પશ્વિમના એસપી તરીકે,ડીજીપી કચેરીના સ્ટાફ ઓફિસર સુજાતા મજબુદારની તાપી વ્યારાના એસપી તરીકે,દેવભૂમિ દ્રારકાના એસપી રોહન આનંદની અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલના સુપ્રિમ તરીકે,મહિસાગરના એસપી ઉષારાડાની સુરત ગ્રામ્ય એસપી તરીકે,અરવલ્લીના એસપી મયુર પાટીલની કચ્છ પૂર્વના એસપી તરીકે,વડોદરા શહેર ડીસીપી ઝોન-3 સંજય ખરાદની અરવલ્લી એસપી તરીકે,અમદાવાદ શેહર ડીસીપી ઝોન-2 ધર્મેન્દ્ર શર્માની છોટા ઉદ્દેપુર એસપી તરીકે,વડોદરા શહેર ડીસીપી ઝોન-4 અચલ ત્યાગીની અમદાવાદ શહેરમાં ડીસીપી ઝોન-5 તરીકે,અમદાવાદ શહેરના ડીસીપી ઝોન-5 ડીસીપી વસંત શેટી રવી તેજાની જૂનાગઢ એસપી તરીકે,એસઆરપી ગ્રુપ-9 વડોદરાના કમાન્ડન્ડ રવિન્દ્ર પટેલની અમદાવાદ શહેર ઝોન-1ના ડીસીપી તરીકે,એસઆરપી ગ્રુપ-21 રાજુલાના કમાન્ડન્ડ પ્રેમશુખ ડેલુની અમદાવાદ શહેર ઝોન-7 ડીસીપી તરીકે,એસઆરપી ગ્રુપ-3 મહેસાણાના કમાન્ડન્ડ અમિત વસાવાની અમદાવાદ શહેર સાયબર ક્રાઈમના ડીસીપી તરીકે,એસઆરપી ગ્રુપ-18 નર્મદાના કમાન્ડન્ડ એસઆર ઓડ્રેદ્રાની મોરબીના એસપી તરીકે નિમણૂક કરી છે.

SPS કેડરના એસઆરપી ગ્રુપ-11 વાવ સુરતના કમાન્ડન્ડ એનએ મુનિયાની વડોદરા શહેર ડીસીપી વહીવટ તરીકે,વેસ્ટર્ન રેલ્વે અમદાવાદના એસપી બીઆર પટેલની સુરત શહેર ઝોન-2 ડીસીપી તરીકે,અમદાવાદ કંટોલ રુમના ડીસીપી વિજય પટેલની અમદાવાદ શહેર ડીસીપી ઝોન-2 તરીકે,સ્ટેટ ટ્રાફિક બ્રાંચના એસપી ભગીરત સિંહ જાડેજાની આઈબી ભૂજના એસપી તરીકે,સીઆઈડી ક્રાઈમના એસપી રાજેશ ગઢીયાની અમદાવાદ શેહર ડીસીપી ઝોન-4 તરીકે,આઈબીની એસપી રવિરાજ સિંહ જાડેજાની ડાંગ આવવાના એસપી તરીકે,અમદાવાદ શહેર એસઓજીના ડીસીપી ડો.હરષદ પટેલની અમદાવાદ શહેરના ડીસીપી કંટ્રોલ તરીકે, અમદાવાદ આઈબીના એસપી મુકેશ પટેલની અમદાવાદ શહેર એસઓજીના એસપી તરીકે,સુરત શહેર સ્પેશિયલ બ્રાંચના ડીસીપી ચિંતન તેરારીયાની એસપી સીએમ સિક્યુરિટી તરીકે ,અમદાવાદ શહેર સાઈબર ક્રાઈમના ડીસીપી રાજદીપ સિંહ ઝાલાની વલસાડ એસપી તરીકે,સીઆઈડી ક્રાઈમના એસપી હરેશ દુદાતની કરાઈ એકેડેમીના ડેપ્યુટિ ડાયરેક્ટર તરીકે,એસઆરપી ગ્રુપ-6 મોડેટીના કમાન્ડન્ડ રુષિકેસ ઉપ્ધ્યાયની નવસારી એસપી તરીકે,આઈબી ભૂજના એસપી યુવરાજ સિંહ જાડેજાની આઈબી ગાંધીનગર ખાતે,એસઆરપી ગ્રુપ-2 અમદાવાદના કમાન્ડન્ડ ગૌરવ જસાણીની ડીજીપીના સ્ટાફ ઓફિસર તરીકે,મરીન ટાસ્ક ફોર્સના એસપી નખભીર સિંહ ઝાલાની વડોદરા શહેર ડીસીપી ઝોન-5 તરીકે અને એસઆરપી ગ્રુપ-7 નડિયાદના કમાન્ડન્ડ જશુભાઈ દેસાઈની સુરત સ્પેશયલ બ્રાંચના ડીસીપી તરીકે બદલી કરી છે.