Gujarat Exclusive > આપણી જરૂરિયાત > ટ્રેનનું ભાડુ હવે નહી વધે! રેલ મંત્રીએ કહ્યું- ભારતીય રેલ્વેને મળવાની છે એક મોટી સફળતા

ટ્રેનનું ભાડુ હવે નહી વધે! રેલ મંત્રીએ કહ્યું- ભારતીય રેલ્વેને મળવાની છે એક મોટી સફળતા

0
602

ભારતીય રેલ્વેને જલ્દી એક મોટી સફળતા મળવાની છે. રેલ મંત્રી પીયૂષ ગોયલે સંસદને જણાવ્યુ કે આગામી 10 વર્ષની અંદર ભારતીય રેલ્વેને ‘ગ્રીન રેલ્વે’ બની જશે. સાથે જ તેમણે કહ્યું કે ડીઝલ પર સેસ વધવા છતા ટ્રેન ટિકિટની કિંમત નહી વધે. પીયૂષ ગોયલે રાજ્યસભામાં પ્રશ્નકાળમાં જણાવ્યુ કે વર્ષ 2022 સુધી દેશમાં તમામ બ્રૉડગેજ રેલ લાઇનનું ઇલેક્ટ્રિફિકેશન થઇ જશે, તેમણે જણાવ્યુ કે રેલ સેવાનું સંચાન 100 ટકા વિજળીથી કર્યા બાદ પણ સરહદી વિસ્તાર અને કટોકટીની સ્થિતિમાં ડીઝલથી ચાલનારી રેલ સેવા યથાવત રહેશે. જેમાં પણ ડીઝલની જગ્યાએ બાયો ડીઝલનો ઉપયોગ કરવામાં આવશે.

નહી વધે ટ્રેન ટિકિટનું ભાડુ- પીયૂષ ગોયલે એક સવાલના જવાબમાં સંસદને જણાવ્યુ કે બજેટમાં ડીઝલ પર લગાવવામાં આવેલા સેસને કારણે ટ્રેન ટિકિટના ભાદ નહી વધે, જેની કિંમત વધવાથી મુસાફરોનું ભાડુ વધાવાની સંભાવનાને નકારી દીધી છે.

– પિયુષ ગોયલે કહ્યું, રેલ્વેમાં ડીઝલ ઝડપથી ઘટી રહ્યું છે, કારણ કે મોટા ભાગની જગ્યાએ ઇલેકટ્રિક લાઇન પથરાઇ ગઇ છે.
– એવામાં સતત વિજળીના વધતા ઉપયોગને કારણે ડીઝલમાં ઘટ જોવા મળી રહી છે, આ માટે ભાડામાં વધારાની કોઇ આશંકા નથી.
– આ સિવાય રેલ્વે પોતાની ખાલી પડેલી જમીન પર સૌર ઉર્જા સંયત્ર લગાવી રહ્યું છે, જેનાથી અતિક્રમણની સમસ્યાથી પણ મુક્તિ મળશે અને ઉર્જાની જરૂરમાં સૌર ઉર્જાનો ઉપયોગ વધશે.
– આ તમામ પ્રયાસોના દમ પર આ મહત્વપૂર્ણ જાહેરાત કરી શકુ છુ કે 10 વર્ષની અંદર ભારતીય રેલ્વે વિશ્વની પ્રથમ 100 ટકા ગ્રીન રેલ્વે બની જશે.
– જ્યારે તે મંત્રી બન્યા હતા ત્યારે દિલ્હી આવનારી 50 ટકા ટ્રેન ડીઝલ પર ચાલતી હતી. ગોયલનું કહેવુ છે કે હવે રેલ્વે એવા પ્લાન પર કામ કરી રહ્યું છે જેનાથી ભવિષ્યમાં દિલ્હી આવનારી તમામ ટ્રેન વિજળી પર ચાલશે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ 2023 સુધીમાં થશે પૂર્ણ

રેલ્વે મંત્રી પીયૂષ ગોયલે વધુમાં જણાવ્યુ કે મુંબઇ-અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ 2023 સુધી પૂર્ણ થઇ જશે.

AMCના ફાયરસેફ્ટી સર્વેયરના ઘરમાં જ આગ, તો શહેરનું શું થશે?